Abtak Media Google News

સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગરની  ૧૦ શાળાઓના ૯૬ બ્લોકમાં પરીક્ષા યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા આયોજિત ગુજકેટ-૨૦૨૦ની પરીક્ષાઓ અન્વયે જિલ્લા પ્રશાસન દ્વારા જિલ્લાના પરીક્ષાના ક્ધવીનર અને કલેકટર સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ કોવીડ-૧૯ની મહામારીને ધ્યાને લઈ કરવામાં આવેલ સઘન વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓએ ભયમુક્ત વાતાવરણમાં પરિક્ષાઓ આપી હતી.

જિલ્લામાં તારીખ ૨૪-૮-૨૦૨૦ ને સોમવારના રોજ સુરેન્દ્રનગર વઢવાણ અને જોરાવરનગરની ૧૦ શાળાઓમાં ૯૬ બ્લોકમાં સવારના ૯.૩૦ થી સાંજના ૪.૦૫ વાગ્યા સુધી ૩ સેશનમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ગુજકેટ – ૨૦૨૦ ની પરીક્ષા લેવામાં આવી હતી. કોરોના મહામારીને ધ્યાને લઈ દરેક બ્લોકમાં ૨૦ વિદ્યાર્થીઓની જ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પરિક્ષામાં પ્રથમ સેશનમાં ફિજીકસ અને કેમેસ્ટ્રી વિષયમાં ૧૬૧૨ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૨૬૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. બીજા સેશનમાં બાયોલોજી વિષયમાં ૧૦૨૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને ૧૫૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા. જ્યારે ત્રીજા સેશનમાં મેથેમેટીકસ વિષયમાં ૫૮૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે ૧૧૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતા.

કોવિડ-૧૯ની મહામારી વચ્ચે યોજાયેલ આ પરિક્ષાને ધ્યાને લઈ દરેક શાળાઓને સેનેટાઈઝર કરવામાં આવી હતી. તથા શાળા પર સેનેટાઈઝેશન પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક પરીક્ષાર્થીઓએ પણ માસ્ક પહેરીને તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવીને ભયમૂક્ત વાતાવરણમાં પરિક્ષાઓ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.