Abtak Media Google News

વાહન વીમામાં પીયુસીની જરૂરિયાત બાબતે સ્પષ્ટતા કરતું આઈઆરડીએઆઈ

વાહન માટે વીમો અને પીયુસી ફરજિયાત છે. તાજેતરમાં પીયુસી ન હોય તો વીમા પોલીસીનો કલેઈમ મળે નહીં તેવી ગેરસમજ થઈ હતી. અલબત ઈરડાઈ દ્વારા  ખુલાસો થયો છે કે, વીમા લેતી વખતે જ પીયુસી કઢાવી લીધી હોય તો ત્યારબાદ કલેઈમ વખતે પીયુસી હોવી ફરજિયાત નથી. એક વખત પીયુસી કઢાવાઈ જાય તો કલેઈમ વખતે તે નડતરરૂપ બની શકે નહીં.

ઈરડાઈ દ્વારા જણાવાયું છે કે, વાહનના વીમાના કલેઈમ વખતે પીયુસી નથી તેવું બહાનું આગળ ધરી શકાય નહીં. વીમા પોલીસી સમયે જ પીયુસી લેવાઈ ગયું હોય તો તે કલેઈમ વખતે માન્ય ગણી શકાય. જો કે, વાહન ચલાવવા માટે પીયુસી ફરજિયાત છે જ પરંતુ પીયુસી એકસ્પાયર થઈ ગઈ હોવાનું બહાનું કલેઈમ સમયે ચાલે નહીં. હવે ઈન્સ્યુરન્સ રેગ્યૂલેટર દ્વારા કરેલી જાહેરાતના પગલે હજારો વાહન ચાલકો રાહતનો શ્ર્વાસ લેશે.

નોંધનીય છે કે, ૨૦૧૮માં વડી અદાલતને વાહન વીમાને લઈ ખાસ ચુકાદો આપ્યો હતો. પોલીસી લેતી વખતે જ પીયુસી સર્ટીફીકેટ આવી જાય ત્યારબાદ પીયુસીના પ્રશ્ર્ને ક્યારેય કલેઈમ અટકી શકે નહીં. તાજેતરમાં એવી ગેરમાન્યતા પ્રવર્તી હતી કે, જો વેલીડ પીયુસી નહીં હોય તો એકસીડન્ટ સમયે વીમા માટે કલેઈમ થઈ શકતો નથી. વાહન વીમાની રકમ મળતી નથી. જો કે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.