Abtak Media Google News

ફીટ ઇન્ડિયા ફ્રીડમ રનમાં ભાગ લેવા દીવ રમત-ગમત વિભાગનું આહવાન

આજે રાષ્ટ્રીય ખેલ દિવસ અને ભારતનાં હોકીના બાદશાહ મેજર ધ્યાનચંદની જન્મજયંતિ છે. આ સંદર્ભે ફીટ ઇન્ડિયા ફીડમ રન માં ભાગ લેવા દીવ રમત-ગમત વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયા ના સ્વપ્નને સાકાર કરવા માટે ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા આ વખતે ‘ફિટ ઇન્ડિયા ફીડમ રન’ નું આયોજન કરવાનો સંકલ્પ કરાયો છે, જેને આ સ્વતંત્રતા પર્વએ કરવામાં આવ્યો હતો. જેના અનુસંઘાને ૧૫ ઓગષ્ટથી ૨ ઓકટોબર મધ્ય ભારતના પ્રત્યેક જિલ્લામાં દોડનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો મુળ ઉદેશ કોરોના કાળમાં લોકોમાં ફીટનેશ જળવાઇ રહે તથા ભારતને શારિરીક રીતે ફિટ અને તંદુરસ્ત રાખવાનો છે.

ફીટ ઇનિડયાફ્રીડમ રનમાં ભાગ લેવા ફીટઇન્ડિયાની વેબસાઇટ પર જઇને રજિસ્ટે્રશન કરીને સુવિધા અનુસાર કોઇપણ સમયે કોઇપણ સ્થળે દોડનો હિસ્સો બની શકાશે.

આ રનમાં ભાગ લેનાર ખુદ પોતાની દૌડના રૂુટ સાથે સુવિધા મુજબ સમય નકકી કરી શકશે. તે અલગ અલગ વિભાગમાં પણ આ દૌડને પૂરી કરી શકે છે. તથા પોતાની ગતિથી દોડી શકશે. દૌડમાં ભાગ લેનાર દ્વારા પૂરી કરવામાં આવેલી દૂરીની ગણતરી દૌડવીર મેન્યુઅલી અથવા ટ્રેકિંગ એપ અથવા જી.પી. એસના માધ્યમથી પોતાના પ્રદર્શનું જાતે મોનિટરીંગ કરી શકશે. આ રન માટે રજિસ્ટ્રેશન કરીને તેમાં સહભાગી બનવા અને ખુદને ફિટ રાખવા સાથે દેશને પણ ફિટ રાખવાની મિસાલ કાયમ કરવા દિવ રમત ગમત વિભાગ દ્વારા અપિલ કરવામાં આવી છે.અ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.