Abtak Media Google News

ભાદરવા માસમાં ડબલ ઋતુ જેવું હોય છે. દિવસ આખો ખૂબજ તાપ પડે છે ને રાત પડતાઠાર બે ઋતુને લીધે લોકો બિમારીનો વધુ ભોગ બનતા હોય છે. આયુર્વેદમાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો આપવામાં આવ્યા છે. આ ઉપચારો ભાદરવાના તાપ અને તાવમાં રક્ષણ રૂપ સાબિત થયા છે.

વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે.  આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ઘરગથ્થુ  ઉપચારો

(૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે સુતા પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી – ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.

(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ  દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

(૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકેલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બેએલચી વાટીને ઉમેરી દેવી.

(જો ખીર અને કેળા – બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ)

(૪) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

(૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.