Abtak Media Google News

લદાખની મુલાકાતના બીજા દિવસે સેના વડા બોલ્યા

ચીનને જડબાતોડ જવાબ અપાશે: જનરલ નરવણે

પ્રથમ દિવસે લેહની મુલાકાત બાદ બીજા દિવસે લદાખ સ્થિતિની સમીક્ષા કરતા સેનાવડા

લાઈન ઓફ એકચુઅલ કંટ્રોલ પર સ્થિતિ નાજુક અને ગંભીર છે. તેમ ભારત ચીન સરહદે લદાખ પહોચેલા લશ્કરી વડા જનરલ એમએમ નરવણેએ આજે બીજા દિવસે જણાવ્યું હતુ.

એલએસી પર ભારત અને ચીનની સેના સામસામે છે. આવી તનાવપૂર્ણ સ્થિતિ જોઈ લશ્કરી વડા નરવણે બે દિવસથી લદાખની મુલાકાતે છે તેમણે ચાલતી લશ્કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

સેના વડાએ જણાવ્યુંં કે ભારત ચીન સરહદે અત્યારે જે સ્થિતિ છે તે નાજુક અને ગંભીર છે. પણ અમે સતત એ અંગે વિચારીએ છીએ દેશની સુરક્ષા માટે કેટલાક મહત્વના પગલા લેવામાં આવ્યા છે. અત્યારે આપણે જે લશ્કર ખડકયું છે. તેનાથી આપણી સુરક્ષા કાયમ થઈ શકશે.

તેમણે જણાવ્યું કે ગઈકાલે હું લેહ પહોચ્યો હતો. અને અલગ અલગ જગ્યાએ અધિકારીઓ સાથે વાતચીત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જવાનોનું મનોબળ ખૂબ જ ઉંચુ છે. અને તેઓ દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છે.

હું ખાત્રી પૂર્વક કહી શકું છું કે આપણા જવાનો ભારતીય સેનાનું જ નહી પણ સમગ્ર દેશનું નામ રોશન કરશે. તમને એ જણાવીએ કે ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે સીમા પર ચીન સાથેની તંગદિલીને લઈ ચાલતી ઓપરેશનની તૈયારીઓની સમીક્ષા કરવા બે દિવસથી લદાખમાં છે. ગૂરૂવારે બપોરે બાદ લેહ પહોચ્યા હતા અને ત્યાં ફરજ પરના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ચીનના થઈ રહેલા પ્રયાસોને નિષ્ફળ બનાવવા અંગે ચર્ચા પણ કરી હતી.

ચીનના પીપલ્સ લીબરેશન આર્મીના સૈનિકો ભારતમાં ઘુષણખોરી કરવાની કોશિષ કરી રહ્યા છે. બીજી તરફ બંને દેશના સૈન્ય પ્રતિનિધિઓ સરહદે તંગદિલી હળવી કરવા વાટાઘાટો કરી રહ્યા છે. તાજેતરમાં જ ચીને પેંગોંગ ત્સોમાં પીએલએએ સ્થિતિ બદલવા ઘુસણખોરીની કોશિષ કરતા ભારતીય સેનાએ કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.