Abtak Media Google News

વિજય રથ દ્વારા લોકોમાં આત્મવિશ્વાસ વિકસાવાશે: વિજયરથને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદભાઈ ચાવડા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ ગાંધીનગર ખાતેથી નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટેના જનજાગૃતિના વિજયરથને ડીજીટલ ફલેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, યુનિસેફ અને પ્રેસ ઈન્ફોરમેશન બ્યુરો દ્વારા રાજયમાં કોવીડ-૧૯ જનજાગૃતિના વિજયરથનો પ્રારંભ ભુજ-કચ્છ, જુનાગઢ, અમદાવાદ,પાલનપુર અને સુરતથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે જણાવ્યું હતું કે,સૌનો સાથ સૌના સહકારથી આપણે કોરોના હારશે ગુજરાત જીતશેને સાર્થક કરીએ. વિશ્વ સ્વાથ્ય સંગઠને ધનવંતરીરથને બિરદાવ્યો છે. સુપ્રિમકોર્ટે અન્ય રાજયને કોરોના બાબતે ગુજરાત રાજયની પેર્ટન પ્રમાણે ચાલવા કહયું છે.

રાજયમાં કોરોના કામગીરી બિરદાવમાં આવી છે.કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સંદેશ ખુણેખુણે પહોંચશે.જનભાગીદારીથી આપણે લોકસહકાર મેળવી કોરોના પર વિજય પ્રાપ્ત કરીશું. કચ્છ-ભુજ ખાતે કોવીડ-૧૯ વિજયરથને પ્રસ્થાન કરાવતાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું કે, જનજાગૃતિના આ અભિયાનમાં આપણા ઝોનમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગરમાં થઇ ચાર જિલ્લામાં આ રથ ફરીને જનજાગૃતિ અને જરૂરી મદદ કરશે.લોકકલાના માધ્યમથી પરંપરાગત લોક સંસ્કૃતિથી કોવીડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીને લોકોમાં કોરાનાને હરાવવા તેમજ કોરાનાથી વિજયી બનેલાને બિરદાવવાની કામગીરી પણ થશે. આ સાથે કેન્દ્ર સરકારની માનવ સંપર્ક રહિત આવક આકારણી, આત્મનિર્ભર ભારત,નવી શિક્ષણનીતિ,નેશનલ ડિઝીટલ હેલ્થ અંગે પણ જનજાગૃતિ ફેલાવશે.વિજયરથ દ્વારા લોકોમાં આત્મવિશ્વાસ વિકસાવાશે.કેન્દ્રિય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત વિભાગના વડા PIB  અને ROB ના એડિશનલ ડાયરેકટર જનરલ ડો.ધીરજભાઇ કાકડીયાએ આ અંગ માહિતી આપતા જણાવ્યું હતું કે, પરંપરાગત લોકભોગ્ય લોકકલા દ્વારા માઉથ પબ્લિસીટી ઓન મુવીંગ ધિ વેન સાથે લોકોમાં સાવચેતીને સંગ જીતીશું જંગના સૂત્રને સાર્થક કરાવવા રાજયના ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં કુલ ૪૪ દિવસ ૪૪૦ જેટલા કલાકારો સાથે વિજયરથ નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ માટે જનજાગૃતિ ફેલાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ સાથે કોરોના વિજયી લોકોની વાત જણાવી લોકોના આત્મવિશ્વાસ અને દ્ઢ મનોબળ વિકસાવશે. કોરોના ક્નટેન્મેન્ટ ઝોનમાં પણ આ વિજયરથ ફરશે. યુનિસેફ ગુજરાત ચીફ લક્ષ્મીબેન ભવાનીએ જણાવ્યું કે, કોવીડ-૧૯નો પ્રશંસનીય રીતે સામનો કરી રહેલ સરકાર અને પ્રજા સમય સાથે પોતાની જાતને ગોઠવી રહયા છે. મોટા પડકાર જેવા કોરાનાને હરાવવા સૌ હકારાત્મક અભિગમ અપનાવે એ આશયથી અને કોવીડ-૧૯ના દર્દીઓને હિંમત અપાવવા કોવીડ-૧૯ વિજયરથ મહત્વપૂર્ણ કામગીરી કરશે. વૈશ્વિક મહામારીના ભયને દુર કરવો, માસ્કનો ઉપયોગ કરવો, સેનેટરરાઈઝરનો યોગ્ય ઉપયોગ સામાજિક અંતર જાળવવું તેમજ મહામારીની ખોટી માન્યતાઓને દુર કરવી તેમજ દર્દીઓને સહાનુભૂતિ આપી હિંમત કેળવવાના આશયથી વિજયરથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડયાએ પત્રકારત્વ અને માસ કોમ્યુનીકેશન વિભાગ કોવીડ-૧૯ સાથે સંકળાયેલાને આ જનજાગૃતિમાં જોડશે એમ કહયું હતું. વિજયરથની સંકલ્પના રજુ કરતા તેમણે જણાવ્યું હતું કે, જનજાગૃતિથી અમે કોવીડને હરાવવા જે પ્રયત્નો ચાલુ છે તેને વધાવવા અમે વિજયરથ પ્રસ્થાન કરાવ્યો છે. છઘઙ ડે.ડાયરેકટર સરિતા દલાલ વિજયરથના ધ્યેય જણાવી આ તકે આભારવિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજયમાં અન્યત્ર ચાર જિલ્લામાં સાાંસદ એચ.એસ.પટેલ, રાજેશ ચુડાસમા, દર્શનાબેન જરદોસે, લીલીઝંડી આપી કોવીડ-૧૯ વિજયરથને પ્રસ્થાન કરાવ્યું હતું.આ પ્રસ્થાન કાર્યક્રમમાં કચ્છના અગ્રણી કેશુભાઇ પટેલ,લતાબેન સોલંકી, અશોકભાઇ હાથી,સૌરાષ્ટ્ર કચ્છ ઝોનના ફિલ્ડ આઉટરીય બ્યુરોના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી, ભાવિકભાઇ સુતરીયા,પ્રિતીબેન સોની વગેરે ઉપસ્થિત રહ્યાા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.