Abtak Media Google News

પોષણ અભિયાન દીવ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૦ને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દીવ જિલ્લાના કલેકટર સલોની રાઈના સમગ્ર માર્ગદર્શન હેઠળ તાજેતરમાં યોજાયેલી એક મીટીંગમાં દીવ જીલ્લાની સાઉડવાડી પંચાયતમાં ગંભીર અને માધ્યમમાં આવતા બાળકોના વાલીઓ સાથે ખાસ મીટીંગ યોજાઈ હતી.  જેમાં પોષણ સંબંધિત ૫ સુત્રો વિશે જાણકારી આપી જેની અંદર પૌષ્ટીક આહાર, એનેમિયામાં તથા ડાયરીયામાં તેમજ ૧૦૦૦ દિવસનું મહત્વ સમજાવ્યું હતું અને સ્વચ્છતા વિશે જાણકારી આપી, બાળકને કુપોષિતમાંથી સુપોષિત કઈ રીતે કરી શકે તેનું મહત્વ બતાવ્યું અને બાળકોને શું ખવડાવી શકાય તથા તૈયાર પેકેટમાં મળતી વસ્તુઓ ન ખવડાવી તેની પણ સલાહ આપી અમલ કઈ રીતે કરી શકે તેની સુચના આપી હતી. સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા બાલવિકાસ પરીયોજના અધિકારી ગાયત્રી આર.જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનના ચિરાગ શાહ (ડિસ્ટ્રીકટ કોઓર્ડીનેટર), કૃતિકા ચુડાસમા (બ્લોક-કો-ઓર્ડીનેટર) કાર્યક્રમને સફળ બનાવ્યું હતું જેમાં પંચાયતના સરપંચ દિવાળીબેન પણ હાજર રહી પ્રોત્સાહન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.