Abtak Media Google News

મહિલા શક્તિ કેન્દ્ર દિવ દ્વારા બેટી બચાવો , બેટી પઢાઓ અભિયાન અંતર્ગત તાજેતરમાં દિવ જિલ્લાના  આંગણવાડી કાર્યકર્તા બહેનો સાથે વિભાગના મહિલા કલ્યાણ અધિકારી આભા મહેતા દ્વારા સાથે પ્રાસંગિક સંબધિત માહિતી,સમસ્યાઓનાં નિરાકરણ તેમજ વિભાગના જિલ્લા સમન્વયક પારકરા દેવાંગ દ્વારા કિશોરી,યુવતી, મહિલાઓ દરેક સાથે સબંધ સ્થાપિત કરી તેઓને કઈ રીતે યોગ્ય મદદરૂપ થઇ શકે તેમજ  વિવિધ ઉદાહરણો આપી ગુગલ મીટ વેબીનાર દ્વારા ( વિડીયો નાં માધ્યમથી) માહિતગાર કરવામાં આવ્યાં હતાં.બાલ વિકાસ પરિયોજના અધિકારી ગાયત્રી આર જાટ નાં માર્ગદર્શન હેઠળ તેમજ પોષણ અભિયાન અને દીપા વાજાનાં સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. તેવું યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.