Abtak Media Google News

ધારાસભ્યના રાજીનામાબાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના રાજીનામાં બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચુંટણી જાહેર કરાઈ છે અને ચુંટણીની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્રએ પેટા ચુંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે

૬૫ મોરબી-માળિયા વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૪૧૨ મતદાન મથકો છે જયારે ૧૨૧ પુરક મતદાન મથક અને ૬૫ ક્રીટીકલ મતદાન મથકોનો સમાવેશ થાય છે કોરોના મહામારીને પગલે મતદાન મથકદીઠ મતદારોની મહત્તમ સંખ્યા ૧૦૦૦ રાખવાની સુચના આપવામાં આવી છે જયારે વિધાનસભા પેટા ચુંટણી અંતર્ગત જીલ્લામાં વિવિધ કામગીરી જેવી કે સ્ટાફ, ઈવીએમ, ટ્રાન્સપોર્ટ, ચુંટણીખર્ચ, કાયદો અને વ્યવસ્થા પર દેખરેખ માટે ૧૮ નોડલ ઓફિસરોની નિમણુક કરાઈ છે તેમજ ૧ હેલીપેડ નોડલ, ૧ આરોગ્ય નોડલ અને ૧ ડીસીસી નોડલની નિમણુક કરવામાં આવી છે

વિધાનસભા મત વિભાગ માટે કુલ મતદાન મથકો ૪૧૨ માટે અંદાજે ૧૯૧૦ મતદાન સ્ટાફની જરૂરિયાત રહેશે કોરોનાને ધ્યાને લઈને ૨૦૦ ટકા સ્ટાફની જરૂરીયાત પ્રમાણે ૩૮૪૦ મતદાન સ્ટાફની જરૂરિયાત સામે સ્ટાફ ડેટા બેજ મુજબ કુલ ૩૯૦૦ સ્ટાફની વિગતો મેળવવામાં આવી છે સ્ટાફની અવરજવર માટે ૯૯ એસટી બસોનો ઉપયોગ કરાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.