Abtak Media Google News

ગર્ભાવસ્થાથી લઇને બાળકના જન્મ પછી સ્તનપાન સંબંધી માહીતી અને બાળકની માવજત અંગે વિસ્તૃત માહીતી અપાશે

ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલ ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, ગામ ઇશ્ર્વરીયા, રાજકોટ દ્વારા આયુર્વેદીકની દ્રષ્ટીએ બાળકની માવજત વિષય પરવેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે. કાલે શનિવારના સવારે ૧૧.૩૦ કલાકે વેબીનારનું પ્રસારણ ઇલેકટ્રોનીક મીડીયા દ્વારા યુ ટયુબ ચેનલ અને ફેસબુક પેજ પર કરવામાં આવશે.

Advertisement

આયુર્વેદમાં અભ્યાસ વિઘાર્થીઓ અને ગુજરાત ભરની જાહેર જનતા તથા માતાઓ માટે વેબીનારનું આયોજન કરવામાં આવ્યું છે.

વેબીનારમાં વકતા તરીકે ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ રીસર્ચ એન્ડ હોસ્પિટલના એકસપર્ટ આયુર્વેદ ડોકટર અને અઘ્યાપક ડો. સીમા ગોકાણી તથા ડો. મોનિકા સોલંકી દ્વારા માર્ગ દર્શન આપવામાં આવશે.

આ વેબીનાર અંતર્ગત સગર્ભાવસ્થા થી લઇને બાળકના જન્મ પછી સ્તનપાન સંબંધી માહીતી અને બાળકની માવજત કેવ રીતે કરવી જોઇએ જેથી બાળક સ્વસ્થ રહે તંદુરસ્ત બને તેની માહીતી આપવામાં આવશે. આ ઉપરાંત વેબીનારમાં બાળકની ઉમર પ્રમાણે બાળકની આહારની વ્યવસ્થા કેવી હોવી જોઇએ કેવો આહાર આપવો જોઇએ બાળકને કુપોષણ થી કેવી રીતે બચાવી શકાય, બાળકના માનસિક સ્વાસ્થય વગેરે પર માર્ગદર્શન આપવામાં આવશે. આયુર્વેદ પ્રમાણેસાર સંભાળ જેમા ગર્ભીણી પરિચયો, ગર્ભ પોષણ દૈનિક ક્રિયાઓ દ્વારા બાળકની દિનચર્યા ની સંભાળ આહાર વિધિવિધાન વગેરેની માહીતી આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.