Abtak Media Google News

લવ મેરેજ કરી જુનાગઢ પહોંચેલા યુવક-યુવતિનું લોકેશન મેળવી યુવતિના વાલીઓનો યુવાન પર હુમલો

પોલીસના સહકાર વગર ખાનગી વ્યકિત કોઇપણનું લોકેશન કેવી રીતે મેળવે શકે? કાયદા નિષ્ણાંતોમાં ચર્ચા

આજથી નવ વર્ષ પહેલા કોર્ટમાં પ્રેમલગ્ન કરનાર અને ગત રરમી સપ્ટેમ્બરના રોજ રાજકોટથી ભાગેલા યુવક-યુવતિનું લોકેશન મેળવી વાલીઓ યુવતિનું અપહરણ કરી ગયાની ઘટનામાં હતાશ યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવી નાખતા અરેરાટી જન્મી છે.

બીજી બાજુ મૃતક યુવાનના વાલીઓએ પુત્રને મરવા મજબુર કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે  તપાસ આરંભી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં મોરબી રોડ પરના આશીર્વાદ સ્કવેર એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષ રાજેશભાઇ કારેલીયા નામના યુવાને ઘરમાં પંખામાં દુપટ્ટો બાંધી, ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા કારેલીયા પરીવારમાં ગમગીની છવાઇ છે.

બીજી બાજુ બનાવ સ્થળે દોડી ગયેલી બી ડીવીઝન પોલીસને પરિવારજનોએ હર્ષના મૃત્યુ પાછળના ચોંકાવનારા કારણો બતાવતા પોલીસ પણ વિચારતી થઇ ગઇ હતી. પરિવારજનોએ પોલીસને કહ્યું હતું કે, હર્ષના ૯ મહિના પહેલા અન્ય જ્ઞાતિની યુવતિ સાથે કોર્ટમાં લવ મેરેજ થયા હતા.

દરમિયાન ગત તા. રર-૯-૨૦ના રોજ હર્ષ અને તેમની પત્ની રાજકોટથી ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી જઇને જુનાગઢમાં કાળવા ચોક સ્થિત સત્યમ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.

હર્ષનું જુનાગઢનું આ રોકાણ સ્થળ જાણીને યુવતિના ભાઇ, મામા, કાકા સહિતના દસેક શખ્સ સ્કોપિયો કારમાં જુનાગઢ પહોંચી હર્ષન ધોલ થપાટ કરી, પાછળથી લગ્ન કરાવી દઇશું તેવી લાલચ આપી યુવતિનું અપહરણ કરી ગયા હતા.બાદમાં અનેક વખતનાં ફોન પછી પણ યુવતિને હર્ષ પાસે કોઇ મુકવા ન આવતા હર્ષ ભારોભાર હતાષ થઇ ગયો હતો. અને એક તબકકે ડિપ્રેશનમાં આવી જઇને હર્ષે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.

પરિવારજનોની આવી ચોંકાવનારી હકીકત નિવેદનો પરથી બી ડીવીઝન પોલીસે રાજેશભાઇ નાનાલાલ કારેલીયાની ફરીયાદ પરથી શૈલેષભાઇ,  મુન્નાભાઇ, પાર્થ નિતિશ રામાણી એમ ૩ શખ્સ સામે આઇપીસી ૩૦૬, ૫૦૬ (ર), ૧૧૪ મુજબ ગુનો નોંધી ત્રણેયની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

મોબાઇલ લોકેશન ખાનગી લોકો મેળવી શકે?

મૃતક હર્ષ સહિતનાં પરિવારજનોએ યુવતિના વાલીઓ સાથે પોલીસે આર્થિક ચોકઠા ગોઠવ્યા હોવાના આક્ષેપો કર્યા છે. કારણ કે હર્ષ જુનાગઢ જે હોટેલમાં રોકાયો હતો તે હોટલનું ચોકકસ સ્થળની યુવતિઓના વાલીઓને કેવી રીતે ખબર પડી શકે? શું ખાનગી વ્યકિતઓ મોબાઇલ લોકેશન જાણી શકેતેવી ઇન્ટરનેટની દુનિયામાં કોઇ એપ્લિકેશન શોધાઇ છે ખરી? કે પોલીસે મિલીભગત અને હર્ષ સુધી પહોચવા કારસો કર્યો? આ બધા પ્રશ્ર્નો તપાસ માંગી લ્યે તેવો છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.