Abtak Media Google News

મહામારીને પગલે સામુહિક હોમ-હવન ઈત્યાદિ ધાર્મિક કાર્યક્રમો રદ: ભાવિકોને આરતીનો લાભ નહીં મળે દર્શનાર્થીઓને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઈડલાઈનનું પાલન કરવા મંદિર ટ્રસ્ટની અપીલ

૧૭ ઓકટોબર, શનિવારથી આસો નવરાત્રીનો પ્રારંભ થશે. નવરાઙત્રીને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહ્યા છે. કોરોના મહામારીને પગલે આ વર્ષે ગરબાઓનું જાહેરમાં આયોજન નહીં થાય તદ્ઉપરાંત શેરી ગલીઓમાં યોજાતી અર્વાચીન ગરબીઓ પણ બંધ રહેશે. મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં પૂજા આરતીનો કાર્યક્રમ એકાદ કલાકની અંદર પૂર્ણ કરવાનો રહેશે રાજયમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ જોતા સરકાર દ્વારા લોકોનાં સ્વાસ્થ્યની સુખાકારી માટે આગામી તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જેનાં અનુસંધાને આ વર્ષે જાહેરમાં ગરબાઓ નહી યોજાય બીજી તરફ ભાવિકોની આસ્થાને ધ્યાનમાં રાખીને નવરાત્રીનાં દિવસોમાં પણ અંબાજી મંદિર ખૂલ્લુ રહેશે.

આગામી ૧૭ ઓકટોબરથી આદ્યશકિતની આરાધનાનો આરંભ થઈ રહ્યો છે. ભાવિકોની આસ્થાનું પ્રતિક નઅંબાજી મંદિરથ નવરાત્રીનાં દિવસો દરમિયાન પણ ખૂલ્લુ રાખવાનો નિર્ણય કરાયો છે. નવરાત્રી દરમિયાન ભાવિકોની ભીડ વધુ ઉમટી હોવાથી અંબાજી મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નવરાત્રીનાં દિવસોમાં અંબાજી મંદિર ખાતે સવારે ૭.૩૦ કલાકે અને સાંજે ૬.૩૦ કલાકે એમ બે વખત જગદંબાની આરતી થશે ભાવિકોને આરતીનો લાભ નહી મળે માત્ર મંદિરના પૂજારી દ્વારા જ માતાજીની આરતી કરવામાં આવશે.

૧૭ ઓકટોબરથી દર્શનના સમયમાં પણ મહત્તમ ફેરફાર કરાયો છે. જેમાં ભકતજનો સવારે ૮ વાગ્યાથી બપોરનાં ૧૧.૩૦ કલાક સુધી તેમજ સાંજે ૭ વાગ્યાથી રાત્રીનાં ૯ વાગ્યા સુધી દર્શનનો લ્હાવો લઈ શકશે. તદ્ઉપરાંત બપોરનાં ૧૨.૩૦ થી સાંજના ૪.૧૫ કલાક સુધી મંદિર બંધ રહેશે મહામારીને પગલે સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર સહિતની સાવચેતીઓ રાખવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.

દર્શનના સમયમાં ફેરફાર

  • સવારની આરતી ૭.૩૦ કલાકે
  • સાંજની આરતી ૬.૩૦ કલાકે
  • બપોરે ૧૨.૩૦ થી ૪.૧૫ મંદિર બંધ રહેશે
  • સવારે ૮ કલાકથી ૧૧.૩૦ સુધી દર્શનનો સમય
  • સાંજે ૭ વાગ્યાથી ૯ વાગ્યા સુધી દર્શનનો સમય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.