Abtak Media Google News

સતત ૪૦ વર્ષ સુધી સેવા આપનાર જાડેજાની કામગીરીને સમાજે બિરદાવી

ઉપલેટા ક્ષત્રિય સમાજની મળેલી મીટીંગમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી. તેમાં યુવાનોને સ્થાન મળતા ભારે ઉત્સાહ જોવા મળ્યો

છે. સમાજની છેલ્લા ૪૦ વર્ષ સુધી સેવા કરનાર પ્રમુખ રણુભા જાડેજાની સેવાને સમાજે બિદાવી હતી. અને નવા હોદેદારોની વરણીને આવકારી હતી.

શહેરના ક્ષત્રિય સમાજ ભવનમાં મળેલી મીટીંગમાં છેલ્લા ૪૦ વર્ષથીસેવા આપતા રણુભા જાડેજાએ ઉંમરને લીધે ક્ષત્રિય સમાજને પોતાને સેવામાંથી મુકત કરવોાનું કહેતા સમાજના આગેવાનો દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે હરપાલસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે ચિખલીયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, જયદેવભાઇ વાળા, મંત્રી તરીકે આઇ.ડી. જાડેજા ખજાનચી તરીકે કુમારસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. આ વરણીને સમાજના રણુભા જાડેજા, અજીતસિંહ વાઘેલા, ઉદુભા જાડેજા, બહાદુરસિંહ ચુડાસમા, રાજભા ઝાલા, ચંદ્રપાલસિંહ જાડેજા, મહિપાલસિંહ વાળા, કીરીટસિંહ સોલંકી, સહિતના આગેવાનોએ નવા હોદેદારોની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.