Abtak Media Google News

સોરઠને લાંછન લગાડતી વધુ એક ઘટના

૧ મહિના પહેલા રાત્રિના સમયે સર્જાયેલી આ ઘટનાની સગીરાની માતાએ પોલીસમાં નોંધાવી ફરિયાદ: પોલીસ નરાધમોને પાઠ ભણાવવા કડક કાર્યવાહી હાથ ધરે તેવી ઉઠેલી પ્રચંડ માંગ

જૂનાગઢ જિલ્લામાં નાદાન, ગભરુ અને અણસમજુ સગીરાઓ અને યુવતીઓ પર નફટ, નરાધમ અને આવારા તત્વો દ્વારા અપહરણ, છેડતી અને દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે સભ્ય સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. જોકે પોલીસ આવી ઘટના સામે આવતા તાત્કાલિક પગલા લઇ, આરોપીઓ સામે તુંરત કડક કાર્યવાહી હાથ ધરે છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં સમાજને લાંછનરૂપ બની રહેલા આવી ઘટનાઓ સતત વધી રહી છે, જે પ્રબુદ્ધ લોકો અને ઘરમાં ઉછરી રહેલ બાળકી તથા યુવતીઓના વાલીઓ માટે આવી ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.

તાજેતરમાં જ વંથલીમાં એક અઠવાડિયામાં બે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યા  હોવાના બે અલગ અલગ બનાવોની પોલીસ દફતરે શાહી હજી સુકાઈ નથી, ત્યાં જ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ પોલીસ સ્ટેશન તાબાની એક સગીરા ઉપર એક યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાની અને તેની સાથેના અન્ય શકશે સગીરાના કપડા વસ્ત્ર કપડાં ફાડી નાખી દુષ્કર્મ ગુજારવાના નો પ્રયાસ કર્યા હોવાની સનસનીખેજ ઘટના પોલીસ ચોપડે નોંધાતા સભ્ય સમાજમાં હડકંપ મચી જવા પામી છે. અને હવે પોલીસ ઘટના ઘટયા બાદ જે તપાસમાં ત્વરિતાતા દાખવી, નરાધમોને યોગ્ય સજા મળે તેવી કડક કાયદાકીય કાર્યવાહી કરે છે, તેવી જ કડક કાર્યવાહી જૂનાગઢ શહેર તથા જિલ્લામાં રોમિયો સામે હાથ ધરવી જોઈએ તેવી લોકોમાંથી પ્રબળ  લાગણી અને માગણી ઉઠવા પામી છે.

માંગરોળ તાલુકાના શીલ અને દિવાસા ગામના નફ્ફટ નરાધમ બે શખ્સોની પાપ લીલાની પ્રાપ્ત વિગતો અનુસાર શીલ ગામના કુલદીપ રામભાઇ ભરડા તથા દિવાસા ગામના પ્રીતેશ જગદીશભાઇ ડાકી એ ગત તા.૧૪/૧૦/૨૦ ના રાત્રિના ૩ થી ૫ ના સમય દરમિયાન ૧૫ વર્ષ, ૨ મહીના અને ૧૦ દીવસની ઉંમર ધરાવતી સગીર બાળકીની ઈચ્છા વિરુદ્ધ સમાજને લાંછન લગાડતું જઘન્ય કૃત્ય આચર્યું હતું, જે અંગે ભોગ બનનાર સગીરાની માતાએ શીલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ નોંધાવતા એસસી./એસ.ટી.

સેલ જુનાગઢના નાયબ પોલીસ અધીક્ષકે આ બનાવની તપાસ હાથ ધરી છે.

માંગરોળના શીલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ગત તા.૧૪/૧૦/૨૦ ના રાત્રિના ૩ થી ૫ ના સમય દરમિયાન ૧૫ વર્ષ, ૨ મહીના અને ૧૦ દીવસની ઉંમર ધરાવતી સગીર બાળકીની ઇચ્છા અને સંમતી વિરૂધ્ધ શીલ ગામના કુલદીપ રામભાઇ ભરડા એ સગીરાને ધાક ધમકીઓ આપી, બળજબરીપુર્વક દુષ્કર્મ આચર્યું હતું તથા આ ઘટના સમયે કુલદીપની સાથે રહેલા દિવાસા ગામના પ્રીતેશ જગદીશભાઇ ડાકીએ પણ સગીરાની મરજી અને ઇચ્છા વિરૂધ્ધ જબરદસ્તી કરી, કપડા ફાડી નાખી, શારીરીક અડપલા કરી, દુષ્કર્મ આચરવાનો હીન  પ્રયાસ કરી, એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હતો.

શીલા પોલીસમાં સગીરાની માતાએ નોંધાવેલા આ ફરિયાદ બાદ પોલીસે સગીરાનું મેડીકલ ચેક અપ તથા પંચનામા સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જેની વધુ તપાસ એસ.સી. એસ.ટી. સેલના નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.