Abtak Media Google News

નિશા ઓફિસથી મોડી છૂટી. રોજની જેમ બસ સ્ટોપ પર ઊભી રહી પણ આજે એક પણ બસ ના આવી. બહુ મોડું થઈ ગયું અને 11:30 વાગ્યા. નિશા રસ્તા પર આવી અને લિફ્ટ માંગી. એક છોકરાએ ગાડી ઉભી રાખી. તે છોકરો દેખાવમાં સારો ન હતો અને અજીબ લાગતો હતો. નિશાએ તેને ના પાડી અને થોડીવાર પછી એક કાર આવી જેમાં બે છોકરા અને ત્રણ છોકરીઓ હતી જેઓ નશાની હાલતમાં હતા. નિશાએ તેને પણ ના પાડી.

12.30 વાગ્યે એક બીજી કાર આવી જેમાં એક છોકરી હતી તેણે સૂટ પહેર્યું હતું અને વ્યવસ્થિત દેખાતી હતી. તેણે નિશા ને પૂછ્યું કે ક્યાં સુધી જવું છે નિશાએ કહ્યું કે સિદ્ધિવિનાયક સોસાયટી તરફ જવું છે. કારવાળી છોકરીએ કહ્યું કે બેસી જાઓ હું તે બાજુ જ રહું છું હું તમને ઘરે મૂકી જઇશ. નિશા કારમાં બેઠી નિશાએ એનું નામ પૂછ્યું કાર વાળી છોકરીએ એનું નામ પ્રિયાંશી કહ્યું.

બંને વાતો કરતાં કરતાં સોસાયટી નજીક પહોંચી ગયા. નિશાએ કહ્યું કે મારી ઘરે આવો આપણે ચા કોફી પીએ. પ્રિયાંશીએ પહેલા ના પાડી. નિશાએ બહુ આગ્રહ કર્યો પ્રિયાંશી માની ગઈ. બંને નિશાના ફ્લેટ પર આવી ગયા. નિશા રસોડામાં કોફી બનાવવા ગઈ. નિશા કોફી લઈને બહાર આવી અને વિચિત્ર વાતો કરવા લાગી અને બોલી કે આપણા વિસ્તારમાં એક અસ્થિર મગજની ખૂની છોકરી રહે છે જેને 7 લોકોને મારી નાખ્યા છે તમને એના વિશે કંઈ ખબર છે?

પ્રિયાંશી બોલી કોફી સાથે ખાવા કંઈ છે કે નહીં?

નિશા નાસ્તો લઈને આવી અને બોલી કે આજે તમે ઘરે નહીં જઈ શકો. પ્રિયાંશી એ પૂછ્યું કે એવું કેમ?

નિશા બોલી એ ખૂની છોકરી હું જ છું અને જોરજોરથી હસવા લાગી. પ્રિયાંશીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ નિશાએ તેને પકડી લીધી અને દોરડા વડે એના હાથ બાંધ્યા. પ્રિયાંસી ને ડર લાગવા લાગ્યો અને રડવા લાગી.

નિશા એ એના હાથ ખોલીને કહ્યું કે હું તો મસ્તી કરી રહી હતી. તમે રડવાનું બંધ કરો અને કોફી પીઓ. નિશા પણ કોફી પીવે છે થોડી જ વારમાં નિશાને બધું ધૂંધળું દેખાવા લાગ્યું.
પ્રિયાંશી હસવા લાગી અને બોલી કે એ અસ્થિર મગજની ખૂની છોકરી હું જ છું. આટલું બોલીને પ્રિયાંશીએ નિશાના હાથની નસ કાપી ને મારી નાખી અને ત્યાંથી ચાલી ગઇ.

વ્યક્તિ સારો છે કે ખરાબ એ તેના દેખાવ પરથી નક્કી ન કરવું.

– આર. કે. ચોટલીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.