Abtak Media Google News

બેંકની પ્રગતિ માટે ગ્રાહકો, સભાસદો થાપણદારોનું યોગદાન

સૌરાષ્ટ્રની નાગરિક સહકારી બેન્કોમાં અગ્રસ્થાને રહેલી ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્કલી., વેરાવળની ૪૯મી વર્ચ્યુઅલ વાર્ષિક સાધારણ સભા,તાજેતરમાં યોજવામાં આવી હતી.  બેન્કના ચેરમેન ડો. કુમુદચંદુ એ. ફીચડીયાના પ્રમુખ સ્થાને એનએસડીએલ ના પ્લેટફોર્મ ઉપર યોજાયેલ. જેમાં મેનેજિંગ ડીરેકટર નવીનભાઈ એચ. શાહ, જોઈન્ટ મેનેજિંગ ડીરેકટર  ભાવનાબેન એ. શાહ તથા બેન્કના ડીરેકટરઓ ઉપસ્થિત રહેલ. તેમજ આ સભામાં બહોળી સંખ્યામાં સભાસદશ્રીઓ વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી જોડાયેલ.બેન્કના ડીરેકટર પ્રદિપકુમાર પી. શાહ દ્વારા સભામાં વર્ચ્યુઅલી ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ, ચેરમેન ડો. કુમુદચંદ્ર એ. ફીચડીયાએ જણાવ્યું હતું.  સમગ્ર દેશ હાલ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે. આપણે સહએ કોરોના સાથે જીવતા શીખવું પડશે, કોરોના સામેની આ લડાઈમાં તમામ મોરચે ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેન્ક સભાસદો, ગ્રાહકો અને થાપણદારો સાથે છે અને રહેશે. આ પરિસ્થિતિમાં પણ આપણી બેન્ક તમામ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. તા.૩૧-૦૩-૨૦૨૦ આખરે બેન્કનો કુલ બીઝનેસ રૂા.૮૭૭.૭૭ લાખ, ગ્રોસ પ્રોફીટ રૂા.૧૩૬ ૧.૭૯ લાખ તથા નેટ પ્રોફીટ રૂા.૫૦૧ લાખ થયેલ છે. તેઓએ બેન્કની પ્રગતિનો યશ સર્વે સભાસદો, થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો, બેન્કના કર્મચારી ગણ, સર્વે શાખા સલાહકાર કમીટીના સભ્યઓ અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સને હતી.

અંતમાં, ડીરેકટર જીતેન્દ્રકુમાર એ. હેમાણીએ આજની સભામાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલ સર્વે સભાસદશ્રીઓનો તેમજ સભા યોજવામાં સહયોગ આપનાર એનએસડીએલ ની ટેકનીકલ ટીમ તથા સર્વેના આભાર વ્યકત કરેલ હતો. ડીરેકટર ડો. જતિન એમ. શાહ તથા જનરલ મેનેજર અતલ ડી. શાહ દ્વાર સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન કરવામાં આવેલ. હોવાનું  સોની યોગેશ ભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.