Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ કચ્છ ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્ક અને સરહદ ડેરીના ચીલીંગ પ્લાન્ટનો ડિજિટલ શિલાન્યાસ કર્યો

ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર ૨૪કલાક તત્પર: વિપક્ષો ખેડૂતોને ભ્રમિત કરે છે

કચ્છ સાથેના સંભારણા યાદ કરી કહ્યું, ભૂકંપ સમયે મને ઈશ્ર્વરે કચ્છના લોકોની સેવા કરવાનો અવસર આપ્યો’તો

વડાપ્રધાન મોદીએ આજે પોતાના ઉદ્બોધનની શરૂઆત કચ્છી ભાષાના શબ્દોથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરદારનું સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું છે. કેવડીયામાં દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા એક જુટ થઈને કામ કરવાની પ્રેરણા આપે છે. સરદારનું સ્મરણ કરીને દેશનું ગૌરવ વધે છે. કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. સિંગાપુર કે બહેરીન જેવા દેશ જેવડા છે તેવડો મોટો પાર્ક કચ્છમાં બનવા જઈ રહ્યો છે. આવા શબ્દો સાંભળવા ખુબજ સારૂ લાગે છે, ગર્વ થાય છે. કચ્છ એ આજે નવી એજ ટેકનોલોજી અને ઈકોનોમીકીની દિશામાં આગળ વધ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એ સમયે કચ્છમાં સુવિધાનો અભાવ હતો ભૂકંપે કચ્છમાં ઘણી તબાહી મચાવી હતી. હવે કચ્છમાં વિશ્ર્વનો સૌથી મોટો હાઈબ્રીડ પાર્ક બનવા જઈ રહ્યો છે. કચ્છનું સફેદ રણ આખી દુનિયાને આકર્ષીત કરે છે. દર વર્ષે ૪ થી ૫ લાખ પ્રવાસીઓ રણોત્સવમાં આવે છે. હવે કચ્છ ખુબ ઝડપથી વિકસી રહ્યું છે. એક સમયે કચ્છમાંથી લોકોની હિજરત થતી હતી, હવે તેઓ પરત આવી રહ્યાં છે. કચ્છની શાન વધુ ઝડપથી વધી છે. કચ્છના ખમીરવંતા લોકોની મહેનત રંગ લાવી છે.

તેમણે કહ્યું હતું કે, કચ્છે દેશને બતાવ્યું છે કે પોતાના સામર્થય પર વિશ્ર્વાસ કરી આગળ વધી શકાય. વેરાન રહેનારા કચ્છની આજે પ્રવાસન ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે. ભૂકંપે લોકોના ઘર તોડ્યા પરંતુ મનોબળ નહીં. કચ્છનો જે રીતે વિકાસ થયો તેનો અભ્યાસ થવો જોઈએ.

Dft

વડાપ્રધાન મોદીએ પોતાના ઉદ્બોધન દરમિયાન ભાનુ યંત્રનો ઉલ્લેખ કર્યો હતો. ભાનુ યંત્રનું દાયકાઓ પહેલા ખુબજ આકર્ષણ હતું. જેના માધ્યમથી ગરમી દ્વારા ઉર્જા ઉત્પન્ન થતી હતી. આજે ૨૪ કલાક વીજળી મળી રહી છે. એક સમય એવો હતો કે સાંજે વીજળી મળે તેવું લોકો ઈચ્છતા હતા. એનર્જી પાર્કથી પર્યાવરણને પણ ફાયદો થશે. આ કામ ૯ કરોડ વૃક્ષ લગાવવા સમાન છે. ખેડૂતો અને ઉદ્યોગોને મદદરૂપ બનશે. પ્રદુષણ ઓછુ થશે અને વાતાવરણ શુદ્ધ થશે.

વડાપ્રધાન મોદીએ આજે કચ્છના એક દિવસીય પ્રવાસ દરમિયાન માંડવી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટ તેમજ વિશ્ર્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડો ખાતેથી ડિજીટલ શિલાન્યાસ કર્યું હતું. તેઓ ભુજ એરપોર્ટ ખાતે આવીને હેલીકોપ્ટરમાં ધોરડો પહોંચ્યા હતા. ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુકસિંઘ, ડીજીપી આશિષ ભાટીયા સહિતનાએ સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ટેન્ટ સિટીમાં ઉભા કરવામાં આવેલા ડોમમાંથી ગુંદીયાળીમાં આકાર લેનાર ડિસેલીનેશન પ્લાન, રિન્યુએબલ એનર્જી પાર્ક, સરહદ ડેરી દ્વારા અંજાર, ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચીલીંગ પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ત્રણ પ્રોજેકટનું વચ્યુઅલ ભૂમિપૂજન કર્યા બાદ કચ્છના ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. સરહદી વિસ્તારમાં શીખ ખેડૂતો સાથે ચર્ચા કરી સાંસ્કૃતિક ઝાંખી નિહાળી હતી. આ ઉપરાંત વિશ્ર્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રવાસનમંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સહિતનામંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જયારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા ગુંદીયાળી ગામે પાણી પુરવઠા વિભાગનાં ડિસેલીનેશન પ્લાન્ટનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જયારે પશુપાલન રાજયમંત્રી બચુભાઈ ખાબડ અંજાર તાલુકાનાં ચાંદરાણી ગામે સરહદ ડેરીનાં મિલ્ક પ્રોસેસીંગ પ્લાન્ટનાં વરચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજર રહેશે.

M222Odi 2

પહેલા કચ્છમાં સરકારી નોકરીને સજા ગણતા હતા હવે બધુ બદલાયું છે. કચ્છમાં ભૂકંપની ત્રાસદી આવી અને ભૂકંપે બધું તબાહ કર્યુ અને મા આશાપુરા અને કોટેશ્વર મહાદેવ અને કચ્છીઓનો આત્મવિશ્વાર થોડા જ વર્ષોમાં તે કરી બતાવી જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. કચ્છના લોકોએ નિરાશાને આશામાં બતાવી દીધું. ભૂકંપમાં તેમના ઘરે ભલે પડી ગયા અને આટલો મોટો ભૂકંપ પણ કચ્છના લોકોનું મનોબળ ન હલાવી શક્યું. ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા, આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે, આજે કચ્છ ઝડપથી વિકસિત થતાં ક્ષેત્રોમાં છે, અહીં કનેક્ટિવિટી વધારે સારી થઈ રહી છે.

ખારા પાણીની ખારાશ નિચવી કરોડો લોકો સુધી મીઠા જળ પહોંચાડાશે

કચ્છના ગુંદીયાળી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટની સ્થાપના થશે. ગુંદીયાળી પાસેના ધ્રબુડીના દરિયા કિનારે ૬૦ એકરમાં પ્લાન્ટની રચના કરવામાં આવશે. દરિયાના ખારા પાણીની ખારાસ નીચવી કરોડો લોકો સુધી મીઠા જળ પહોંચાડવા માટે આ ડિસેલીનેશન  પ્લાન્ટ નિમીત બનશે. પ્લાન્ટ દ્વારા દરરોજ ૧૦ કરોડ લીટર પિવાના પાણી લોકો સુધી પહોંચાડાશે. આ પ્લાન્ટના નિર્માણ પાછળ રૂા.૮૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે અને આ પ્લાન્ટને બનતા બે વર્ષ જેટલો સમય લાગશે. અત્યાર સુધી કચ્છમાં પાણીની ખુબજ સમસ્યા હતી. જો કે હવે બે વર્ષ બાદ ૨૦૨૨માં આ પ્લાન્ટ તૈયાર થતાં કચ્છની પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર વધુ ડિસેલીનેશન પ્લાન્ટનું નિર્માણ પણ કરવામાં આવનાર છે. નોંધનીય છે કે, વિશ્ર્વભરમાં ડિસેલીનેશન પ્લાન્ટના માધ્યમથી ખારા પાણીને મીઠા કરવાની અનેક યોજનાઓ છે પરંતુ આ પ્રોસેસ ખુબજ ખર્ચાળ હોય છે. ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવવા પાછળ ખુબ મોટો ખર્ચ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.