Abtak Media Google News

નિકાસ ક્ષેત્રે અમેરિકા અને યુરોપ ઉપર ભારતની નજર

કેન્દ્રીય બજેટ વિકાસ કેન્દ્રીત રાખવાની અપેક્ષાઓ સાથે ફુગાવો સંતુલીત કરવાની કવાયત

ચાર ટ્રેડીંગ દિવસમાં રોકાણકારોની વેલ્થ રૂ.૮.૨૨ લાખ કરોડથી વધી

અમેરિકન ડોલરનું રિઝર્વ વધારવાની દૂરંદેશી ફાયદાકારક બની રહેશે

શેરબજારમાં ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટની સાથે માર્કેટ કેપીટલાઈઝેશન પણ વધ્યું

શેરબજારમાં આગામી કેન્દ્રીય બજેટ વિકાસ કેન્દ્રીય રહે તેવી અપેક્ષાઓ અને ફુગાવો ચાર ટકા સુધી સંતુલિત રાખવાની તૈયારીઓ વચ્ચે અમેરિકામાં જાહેર કરવામાં આવેલા પેકેજના પરિણામે આગામી સમયમાં શેર બજાર વધુ પરિપક્વ બનશે.

આગામી કેન્દ્રીય બજેટને વિકાસ કેન્દ્રીય રાખવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રીય બજેટમાં કૃષિ અને ફાર્મા સેકટર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત નિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ આયોજન ઘડી કાઢવામાં આવશે. દરમિયાન ચાલુ વર્ષે ફુગાવો પણ ચાર ટકા સુધી સંતુલિત રાખવાથી અર્થતંત્ર માટેનું ચિત્ર વાતાવરણ સર્જાશે તેવું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર મિશેલ દેબબ્રાતા અને અધિકારી હરેન્દ્ર કુમાર બેહેરા દ્વારા રજૂ કરાયેલા ડેટા ઉપરથી ફલિત થાય છે. ફુગાવો ચાર ટકા રાખવાની સાથે બે ટકા ઉપર અને બે ટકા નીચેનું માર્જિન રાખવાની પણ ગણતરી છે. એટલે લઘુતમ ફુગાવો બે ટકા જ્યારે મહત્તમ ફુગાવો છ ટકા સુધી જળવાઈ રહે તે માટે તૈયારી થઇ શકે છે જે અર્થતંત્ર માટે ઉચિત રહેશે.

તાજેતરમાં જ અમેરિકા દ્વારા ૬૬ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેનાથી અમેરિકાના નાગરિકો ખરીદી તરફ વધુ વળશે. આ ખરીદી સામે માલ ભારત સહિતના દેશો મોકલશે. જેના પરિણામે ભારતની નિકાસ ક્ષેત્ર મજબૂત બનશે. આ ઉપરાંત ડોલર તૂટે નહીં અને સંતુલન જળવાઈ રહે તે માટે ડોલરનું રિઝર્વ સતત વધારવામાં આવ્યું છે, જેથી નિકાસની આવકમાં ફટકો પડશે નહીં. બીજી તરફ યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે બ્રેક્ઝિટની મડાગાંઠ ઉકેલાઇ શકે તેવી સ્થિતિ હોવાથી બજાર વધુ ગરમ જોવા મળ્યું છે. આ ડીલ ના કારણે પણ નિકાસ વધશે ઉદ્યોગો માટે વધુ અનુકુળ વાતાવરણ સર્જાશે. આ ડીલ ભારત માટે અવસર લઈ આવશે.

અહીં નોંધનીય છે કે, છેલ્લા ચાર ટ્રેડિંગ સેશન દરમિયાન આવેલા ઉછાળાના કારણે રોકાણકારોની વેલ્થ ૮.૨૨ લાખ કરોડ વધી છે. આજે પણ શેરબજાર ખુલતાની સાથે જ ગ્રીન ઝોનમાં ટ્રેડ થવા લાગ્યું છે આ લખાય છે ત્યારે સેન્સેક્સમાં ૩૩૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ અત્યારે ૪૭૬૮૭ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યોં છે. વર્તમાન સમયે શેરબજારમાં ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર વધુ પ્રમાણમાં છે પરિણામે માર્કેટ કેપિટલાઈઝેશન પણ વધ્યું છે. ૪ ટ્રેડિંગ દિવસમાં બીએસસી હેઠળ નીંધાયેલી કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૮૭,૦૨,૧૬૪.૬૫ સુધી પહોંચી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.