Abtak Media Google News

ગ્રામજનોની સમસ્યાઓ સાંભળીને તેને દૂર કરવાની ખાત્રી આપી હતી

રાજુલા તાલુકાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનોનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા ધારાસભ્ય અંબરીશ ડેરએ રૂબરૂ મુલાકાત લઈ લોકોના પ્રશ્ર્નો સાંભળીને નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.

ગોરાણા, ભૂંડણી, મોટા-બારમણ,  નાના-બારમણ,  મૂંજીયાસર,  ત્રાકુડા,  નિંગાળા-૨,  વાંગઘ્રા વગેરે ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગ્નામજનો ના પ્રશ્નો સાંભળ્યા અને ભવિષ્ય માં નિરાકરણ થાય એ માટે પ્રયત્ન કરવા ખાત્રી આપી.સાથે સાથે વર્ષો જુનો પ્રશ્ન ખાંભા તાલુકા ના જીવાપર થી કાતરપરા ગામ જવાના રસ્તા ઉપર એક બ્રિજ બનાવવા માટે લોકો ની સતત માંગ હતી.

થોડાં મહિના પહેલા એસ ટી બસ નો ગંભીર અકસ્માત પણ આ જગ્યા ઉપર થયેલો ત્યારે ધારાસભ્ય અમરીષભાઈ ડેર રૂબરૂ મુલાકાત પણ લીધી હતી અને સરકાર શ્રી માં રજુઆત કરી હતી.

જે સંદર્ભે આ વિસ્તાર ના રહીશો ની માંગણી મુજબ  ૮૦ લાખ રૂપિયા ના ખર્ચે આ પુલ પાસ કરાવ્યો જેનું ખાતર્મુહુત પણ આજે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા આગેવાનો અને ગામ લોકો ની હાજરી મા કર્યું હતું.સાથોસાથ મૂંજીયાસર થી ડેડાણ અને મૂંજીયાસર થી ત્રાકુંડા ગામ જવાના રસ્તા નું રિસરફેસિંગ કામ ચાલુ કરાવવા નું ખાતર્મુહુત પણ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર તથા સરપંચશ્રી અને આગેવાનો ની હાજરી માં કર્યું જે થોડા સમય પછી કામ શરૂ થશે અત્રે ઉલ્લેખનીય છેકે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ને ધારાસભ્ય પદના ૩૬ મહિના એટલે કે ૩ વર્ષ પુરા થયા છે તેમણે ધારાસભ્ય તરીકે વેતન માંથી એક પણ રૂપિયો પોતે પોતાના ની પાસે નઈ રાખીને જેતે ગામોમાં આરોગ્ય શિક્ષણ માં ખચે તેવી જાહેરાત તેઓએ ચૂંટણી ટાણે કરી હતી તેનો અક્ષરત અમલ તેવો એ ૩૬ મહિનામાં ૩૬ લાખ રૂપિયા મત વિસ્તાર માં જેતે ગામ વિસ્તારમાં આરોગ્ય અને શિક્ષણ માટે ફાળવી વચન બંધ રહ્યા છે તેવું આજે રાજુલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી ના અંગત વિશ્વાસુ ટેકેદાર કનુભાઈ ધાખડાએ આજે પત્રકારો ને માહિતી આપી ને જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.