Abtak Media Google News

ઉના પંથકની આંગણવાડીમાં સુખડી માટે થયેલ ખરેખર ખર્ચ કરતા ઓછી રકમ આપતા હોવાની હકીકત સામે આવી છે. કુપોષણ દૂર કરતી આંગણવાડી વર્કરબહેનોને ૫ રૂપિયા ૧૦ પૈસાને  બદલે માત્ર ૩.૩૦ પૈસા જ ચૂકવાય છે.

કોવિડ-૧૯ સાવચેતી અને સલામતી અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર બાળકોને બોલાવી ગરમ નાસ્તો આપી શકાય તેમ ન હોવાથી સરકાર દ્વારા પોષણનાં ઉમદા હેતુથી આંગણવાડી કેન્દ્રના બાળકોને ઘરે ઘરે સુખડી વિતરણ કરવામાં આવે છે. એક બાળકને એક અઠવાડિયા માટે દર ગુરુવારે એક કિલો સુખડી આપવાનું નક્કી થયેલ અને એક કિલો સુખડી માટે ૧૪૦ ગ્રામ તેલ, ૩૫૦ ગ્રામ ઘઉં, ૧૭૫ ગ્રામ ચણાનો લોટ, ૪૯ ગ્રામ સીંગદાણાનો ભૂકો, ૨૧૦ ગ્રામ ગોળનો વપરાશ કરવામાં આવે છે.

જેની સામે  ચણા માટે ૮૦ રૂપિયા પ્રતિ કિલો સીંગદાણા માટે ૧૨૦ રૂપિયા પ્રતિ કિલો, ગોળ માટે ૫૦ રૂપિયા પ્રતિ કિલો અને તેલ માટે ૧૬૦ રૂપિયા પ્રતિ કિલો મુજબ ખરેખર ખર્ચ થતો હોય છે અને ઘઉં આંગણવાડી સુધી પહોંચાડવા તેમજ દળામણ માટે પ્રતીકિલો ૧૦ રૂપિયા જેવો વધારાનો ખર્ચ પણ થતો હોય છે.આ રીતે ‚. ૩૫.૭૦ ખર્ચની સામે ૨૩.૧૦ પૈસા જ આપવામાં આવી રહ્યા છે.

જો કે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીને આ બાબતે પૂછતાં તેઓ જણાવી રહ્યા છે. કે ખરેખર ચુકવણું કરવા માટેનો પરિપત્ર ગાંધીનગરથી થયેલ છે અને આ પરિપત્ર પર પોગ્રામ ઓફિસર દ્વારા ન નોંધ થયેલ છે કે ૫.૧૦ પૈસા મુજબ જ ચુકવણું કરવું તો પછી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી કચેરીમાં કોની સતા અને હોદ્દાથી ૩.૩૦ પૈસા રકમ નક્કી કરવામાં આવી

જો કે અધિકારી દ્વારા કર્મચારીઓ પાસે આ માટે યોગ્ય ચુકવણું થતા હોવાનું પણ લખાવી લેવામાં આવતા હોવાની પણ ચોંકાવનારી વિગત બહાર આવેલ છે ત્યારે અહીં સવાલ એ છે કે કમિશનર મહિલા અને વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા પરિપત્ર થયેલ તે મુજબ ચુકવણું શા માટે નહીં? અત્રેની કચેરી આ પરિપત્રનો ઉલાળીયો કરી પોતાની મનમાની કોણ કરે છે!!!

ખરેખર તો કલ્પનાબેહેન ચૌહાણ કે જેમને આંકડા મદદનીશનો ચાર્જ આપેલ છે તેઓ દ્વારા ૫.૧૦ને બદલે ૩.૩૦ પૈસાની રકમ ચુકવણું કરવાની વિગતો મળી રહી છે. આ માટે (ચાંદની) એક  ઝેરોક્ષની દુકાનમાં પણ નિયત નમૂનો તૈયાર કરીને કોરા બિલ પણ આપવામાં આવી રહ્યા છે. સરવાળે પ્રત્યેક બાળક દીઠ ૧.૮૦ પૈસાની નુકસાની ભોગવવાની ફરજ પાડવામાં આવી રહી છે.

એક બાળક દોઠ મહિને ૧૩૨.૬૦ પૈસાને બદલે ૮૫.૮૦ પૈસા જ ચૂકવાય રહ્યા છે. જેથે ૪૬.૮૦ પૈસા પ્રત્યેક બાળક દીઠ આંગણવાડી વર્કર બહેનોને પોતાના ખિસ્સામાંથી ચુકવવાની ફરજ પડે છે. સરેરાશ ગણતરી કરીએ તો ૨૫ બાળકો માટે મહિને ૧૧૭૦ દર મહિને આંગણવાડી કેન્દ્ર દીઠ ઓછા ચુકવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.