Abtak Media Google News

જૈન-વિઝન રાજકોટ દ્વારા 1,11,000નું શ્રી રામ મંદિર નિર્માણ માટે અર્પણ કરવામાં આવ્યું

રામના નામથી જ રાષ્ટ્રનું મંગળ થઈ રહ્યું છે. ‘રામ’ નામનો અર્થ વ્યાપક છે. ‘રા’નો અર્થ થાય છે રાષ્ટ્ર અને ‘મ’નો અર્થ થાય છે મંગળ. દેશના કોઈપણ રાજ્યમાં જન્મેલો વ્યક્તિ રામનામ સાથે સીધો જોડાઈ જાય છે.  સમાજ શ્રેષ્ઠી અને વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદજી ચાવલા દ્વારા જૈન વિઝન-રાજકોટના એક કાર્યક્રમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Dsc 1308

તેમણે સંબોધન દરમિયાન કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન મોદી રાષ્ટ્રવાદી નેતા છે. આખા દેશ માટે રામ મંદિરના પ્રશ્ર્નનો ઉકેલ લાવ્યા છે. તેમના સંબોધન વખતે ધર્મ કી જય હોય, અધર્મ કા  હો… પ્રાણીઓ મેં સદભાવના વિશ્ર્વકા કલ્યાણ… ના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત જય શ્રી રામના નામથી આખો હોલ ગુંજી ઉઠ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રામચંદ્ર કહ ગયે સિયા સે ઐસા કલયુગ આયેગા, મેં કહા પેદા હુઆ વો સુપ્રીમ કોર્ટ બતલાયેંગા… રામનું નામ રાજ્યના દરેક વ્યક્તિ સાથે જોડાયેલું  જો કોઈ કાશ્મીરમાં જન્મ લે તો તેનું રામદૂત રાખવામાં આવે છે, ગુજરાતમાં રામજીભાઈ, પંજાબમાં રામસિંગ અને હરિયાણામાં રામદેવ તેમ અલગ અલગ રાજ્યોમાં નામ સાથે રામ જોડાયેલા છે.

રામ જન્મ તીર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ અર્પણ તથા કોરોના વોરિયર્સ વિશિષ્ટ સન્માન માટે આયોજીત જૈન વિઝનના કાર્યક્રમમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ હુકમચંદજી ચાવલા તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

Dsc 1324

તેમણે રામ મંદિર અંગે કહ્યું હતું કે, ઉજ્જૈનના મહારાજા વિક્રમાદિત્યના મનમાં વિચાર આવ્યો કે, રામજીનો જન્મ થયો હતો તેનું જન્મ સ્થળ હોવું  વિક્રમાદિત્યએ નાનપણમાં શ્રીરામની ઘણી બધી વાતો સાંભળી હતી. પરંતુ તેમનો જન્મ ક્યાં થયો તેનાથી અજાણ હતા. જેથી તેઓ રામનું જન્મસ્થળ શોધવા એક સેના લઈ અયોધ્યા તરફ નિકળ્યા. શોધતા શોધતા એક દિવસ એક ઝાડ નીચે વિરામ કરવા છાંયડામાં બેઠા હતા. એટલામાં એક વ્યક્તિ ઘોડા પર બેસી આવ્યો તો તેમણે જોયું  તે વ્યક્તિનું શરીર અને અડધુ કાળુ અને અડધુ સફેદ હતું. વ્યક્તિએ ઘોડા સાથે સીરૂજીમાં પ્રવેશ કર્યો અને આખા સફેદ રંગ સાથે બહાર નીકળ્યા જેથી વિક્રમાદિત્યએ તેમની પાસે જઈ હાથ જોડતા કહ્યું કે, પ્રમુ તમે કોણ છો ? આવું કંઈ રીતે કર્યું.

મહારાજ (આર્ષ વિદ્યામંદિર – મુંજકા) દ્વારા રૂ.1,65,000ની રામ મંદિર સમર્પણ નિધિ અપાઈ

Dsc 1304

જેનો જવાબ મળ્યો કે, હું પ્રયાગરાજ છું, લોકો  પાપ ધોવા અહીં આવે છે. હું તેના પાપ ધોવા માટે શિરૂજીમાં સ્નાન કરૂ છું, જેથી વિક્રમાદિત્યએ તેમને રામજીના જન્મ સ્થળનું પુછયું તો તેમણે કહ્યું કે, જે સ્થળે ગાય માતા ચારેયથન દૂધ છોડે તે સ્થળ રામજીનું જન્મસ્થળ છે. જેથી રાજાએ ઘણી શોધખોળ બાદ એવા સ્થળે આવ્યા જયાં પ્રયાગ રાજના કહેવા  ગાયે ચારેયથનનું દૂધ છોડ્યું ત્યારે રાજાએ ખોદકામ કર્યું તો જમીનના ઉંડાણમાં રામ મંદિર મળી આવ્યું તે સ્થળે રાજા વિક્રમાદિત્યએ નવ માળ ઉંચુ મંદિર બનાવ્યું. જેનો 1528માં બાબરે ચડાઈ કરી મંદિર તોડી પાડ્યું.

Dsc 1335

તે સમયે રાજા મહેતાબસિંહે સામનો કર્યો, દોઢ લાખની સેના સાથે બાબરની સાડા ચાર લાખની સેના પર આક્રમણ  યુદ્ધ 17 દિવસ ચાલ્યું 23 માર્ચના દિવસે  બાબરની સેનામાં 2325 સેનાનીઓ બચ્યા હતા અને રાજાએ શહિદી વ્હોરી હતી. બાબરે મંદિર પર તોપ ચલાવી મંદિર તોડી પાડ્યું હતું.

તેમના જણાવ્યાનુસાર બાબરના સૈનિકોએ ત્યારબાદ અનેક સુરવીરો સામે લડ્યા. રામ મંદિર બચાવવા અનેક લોકો વિરગતિ પામ્યા. આવા લડવૈયાના બલીદાનથી રામ મંદિર અત્યારે  મળ્યું છે. રામ મંદિર માટેનું નિધિ અર્પણ કોઈ કિંમત કે, દાન નથી પરંતુ આપણી ફરજ છે. માટે બધા લોકો આમાં જોડાઈ અને મંદિર માટે નિધિ અર્પણ કરે.

રાષ્ટ્રનેતા અંગે તેમણે જણાવ્યું હતું કે, જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે દેશના કેટલાંક નેતા એવા નિકળ્યા જે રાષ્ટ્ર નેતા ગણાયા. રાષ્ટ્રને પ્રેમ  પ્રજા માટે કામ કર્યા, આ ઉપરાંત એક રાજ્ય નેતા નિકળ્યા જેમણે ખુરશી અને હોદ્દાને પ્રેમ કર્યો. લાલ બહારદૂર શાસ્ત્રી, અટલ બિહારી બાજપાઈ, મોરારજીભાઈ દેસાઈ આ બધા રાષ્ટ્ર નેતા હતા અને જવાહરલાલ નહેરૂ જેવા રાજ્ય નેતાઓએ પોતાની ખુરશીના ચક્કરમાં કાશ્મીરનો મામલો સળગાવ્યો. ઈન્દિરા ગાંધીએ ખુરશી માટે દેશમાં આપાતકાલ લગાવી દીધો.  જેલ ભેગા કરી દીધા હતા. નરેન્દ્ર મોદી રાષ્ટ્ર નાયક છે. જેમણે રામ મંદિરનો પ્રશ્ર્ન ઉકેલ્યો.

ઉલ્લેખનીય છે કે, જૈન વિઝન રાજકોટ દ્વારા રામ જન્મ તિર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ અર્પણ તથા કોરોના વોરીયર્સ વિશિષ્ટ સન્માન તથા મહાવીર સેવામય એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ.પૂ.સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ (આર્ટસ  મુંજકા) ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સામાજિક, રાજકીય અને ઔદ્યોગીક ક્ષેત્રના આગેવાનોએ પણ કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.

જેએમજે ગ્રુપ વધુ એક સમુહ લગ્નોત્સવ યોજશે: 100 દીકરીઓ લગ્ન કરાવશે

Vlcsnap 2021 02 15 14H17M44S861

જે.એમ.જે ગ્રુપના પ્રમુખ મયૂરધ્વજસિંહ જાડેજા દ્વરા ગત વર્ષે 100 દીકરીઓનો સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું હતું. જયારે તેમને આ  પણ ફરી 100 દીકરીઓના સમૂહ લગન કરી આપવાની જાહેરાત કરી હતી હતુ. અબતકના માધ્યમથી જાહેરાત કરી હતી કે જો કોઈ પણને સમૂહલગ્નમાં ભાગ લેવો હોઈ તેમના પરિવારજનો જે.એમ.જે. ગ્રુપ નો સંપર્ક કરી શકે છે.

કોરોના વોરિયર્સનું વિશિષ્ટ સન્માન

રાજુભાઈ દોશી

(રાજુ એન્જીનીયરીંગ)

જયેશભાઈ શાહ

(સોનમ ક્લોક-મોરબી)

અર્હમ યુવા સેવા

અન્નપૂર્ણા ગ્રુપ

કાનુડા મિત્ર મંડળ

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ

ગુરૂદ્વારા દુ:ખ નિવારણ સાહેબ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.