Abtak Media Google News

મત માંગવા દેખાયા બાદ નેતાઓ પાંચ વર્ષમાં કયારે ફરકતા નથી: દામનગર વેપારીઓથી માંડી છેવાડો માનવી સમસ્યાથી ત્રાહીમામ

ચૂંટણી સમયે મત માંગવા હાલી નીકળતા દામનગર નગરપાલિકાના શાસન પક્ષ અને વિરોધ પક્ષના નગરસેવકોને દામનગર વાસીઓ કેટલાંક અણીયારા સવાલો પૂછયા છે ચુઁટણી જીતીયા બાદ પ્રજાના પ્રશ્ર્નને વિકસરી જતા માટે આ સવાલો રાજકીય જીવનમાં ઉતારવા જેવા છે. વેપારીઓથી લઇ છેવાડાના માનવી બેસુમાર વેઠી રહ્યો છે.

દામનગરવાસીઓ પુછી રહ્યા કે,(1)650 પરિવારો ના અવાજ ને કેમ દબાવ્યો  દસ વર્ષથી ગરીબ પરિવાર નો સર્વે કેમ નહિ ?, (2) ગુજરી બજાર માં ગરીબો ને રોજગારી મળે તેમાં  કોને  શુ વાંધો ?, (3) મુખ્ય બજાર ના બિસ્માર માર્ગ છે  તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કેમ? વેપારી સાથે અન્યાય કેમ?, (4) ચૂંટણી સમયે ખોડિયાર નગર વાલ્મિકીવાસ અને કોળી સમાજની વસાહતો કેમ યાદ કરાય છે ?, (5) પંદર વર્ષથી પાલિકા બની ખોડિયારનગરને કાયમી રસ્તો તેમના હક્ક અધિકાર અવાજ કેમ દબાવ્યા છે?, (6) જુના પેવર બ્લોક કાઢી નવા નખાય તે વિકાસ કહેવાય કે વેપાર ?,(7) બગીચાના 70 લાખની ઉચાપત પછી શાશક વિપક્ષ કેમ ચૂપ?, (8) મુખ્ય બજારમાં વેપારીનો હક્ક બંધ જાહેર  મુતરડી કેમ વેચી દેવાય ?, (9) શહેરના વિવિધ વિસ્તારોના નંદઘરની ગ્રાન્ટ કેમ પાછી ગઈ ? – રવિવારે મુખ્ય બજારોની સફાઈ કેમ બંધ વેપારીઓ સાથે ક્યાં સુધી કેટલો અન્યાય કરાશે ?, (10) પ્રધાન મંત્રી આવાસની યાદી સભ્યના પરિવારો ને  કેમ ? લાભાર્થીઓ પાસે નાણાં ઉધરાવવા?,  (11) ખાનગી માલિકીની બિનખેતી જમીન ઉપર પાલિકાએ લાખોનો ખર્ચ કેમ કર્યો ?, (12) સફાઈ કર્મચારીઓ પાસે શહેરી સંકુલ સિવાય  આર એન્ડ બી ગૌચર ખુલ્લા મેદાનોમાં ખોટી  મહેનત કેમ કરાવાય છે ?, (13) પાલિકા સભ્યના ગેરકાયદેસર દબાણ ની 50 થી વધુ લેખિત ફરિયાદ મળી હોવાના કલેકટરના એકરાર પછી પણ શાશક વિપક્ષ કેમ ચૂપ ?,(14) ગત ચૂંટણી માં મતદારો વચ્ચે લીધેલ પ્રતિજ્ઞા કેમ ન પાળી ?, (15) ખેડૂતોના હિત માટે રેવન્યુ રસ્તાની દરખાસ્ત કરી ખેડૂતોનું હિત કેમ ન રખાયું ?, (16) જન સેવા કેન્દ્ર માટે હાલાકી ભોગવતા શહેરીજનો અને ખેડૂતો માટે સરકારમાં દરખાસ્ત કેમ ન કરાય?, (17) મુખ્ય બજાર વ્યવસાય વેરો ભરતા વેપારીઓને દસ વર્ષ માં પાલિકાએ શું સુવિધા આપી ?, (18) ગત ચૂંટણી હાઈવર મેક્સ લાઈટ પોલ ચૂંટણી સમયે ઉભો કેમ કરાયો ?,  (19) ગુજરાત સરકારના પરિપત્રને અવગણી ગટર કનેક્શનના નામે ખૂબ મોટી ફી કેમ?, (20) ભૂગર્ભ ગટરના કનેક્શનો મફત મામુલી ફી થી   આપવાની ગાઈડ લાઇનનું પાલન કેમ નહિ?, (21) ભુર્ગભ ગટર અધૂરી હોવા છતાં સંભાળી અને ખુલ્લી ગટરો બુરી શહેરીજનો ને લાચાર સ્થિતિમાં કેમ મુક્યા ?, (22) વીસ વર્ષથી કોઈ પણ વોર્ડ માં ચૂંટતા સભ્યને  પ્રમુખ પદે કેમ નહિ આ છે સંવાદિતા?, (23) સાંસદ ની ગ્રાન્ટ માંથી મંજુર થયેલ સાંસ્કૃતિક  હોલ માટે પૂરતી જમીન કેમ ન ફાળવી ફાળો  કેમ લેવાયો ?,  (24) પેવરબ્લોક ના વેપાર સિવાય જન હિત માં શું વિકાસ કામ કરાયું?, (25) ગત ચૂંટણી જીતી અન્ય શહેરો માં સ્થાયી થયેલા  નેતા ઓના વોર્ડ ના પ્રશ્નો બોર્ડ સુધી પહોંચાડવા શુ કરાયું  હતી ?, (26) પાલિકાની સેવા ઓમાં આવતી ખામી અંગે અરજ કરતા સાથે આરોપી જેવું વર્તન કેમ?,  (27) પાલિકા ના સભ્ય એ એકજ પ્લોટ ઉપર બે વાર  આવાસ સહાય મેળવી શાશક વિપક્ષ ચૂપ કેમ?, (28) પાલિકા ના પે એન્ડ યુઝ માટે લેવાયેલ 2000 લીટર નો ટાંકો અને ડંડી ક્યાં?, (29) શહેરના ક્યાં વિસ્તારો માં ભૂતિયા નળ કનેક્શનોની કેટલી સંખ્યા ? માપ સાઈઝ કેવડી? કોના કહેવાથી અપાયા?, (30) શહેરના અલગ અલગ વિસ્તારોમાં સરકારી જમીન ઉપર માલિકી વગર થયેલ બાંધકામ ને  આકારણી રજી કોની મંજૂરી હુકમ થી ચડાવ્યા છે?, (31) 28 કરોડના પેવરબ્લોક રસ્તા 0 ટકા એ કામ કરતી એજન્સી 38 ટકા એ પણ એજ કામ ગુણવત્તા થી કરે છે તો સવા કરોડ ની નુકશાની કે ભાગ ?, (32) નગરપાલિકા ના પેટ્રોલ ડીઝલ ના બીલ જનહિતમાં જાહેર કરાશે? પ્રજાના કરના નાણાં ક્યાં કેટલા  કેવી રીતે વપ્રશય છે તે જાણવાનો  અધિકાર છે જાહેર કરશો ?, (33) ચૂંટણી સમયે સેવક ચૂંટાયા બાદ સરમુખત્યાર કેમ?, (34) પાલિકામાં આવતી લેખિત ફરિયાદ રજૂઆતોમાં અરજદારને ટટળાવી પજવણી કરવાનું કારણ શું?,  (35)અન્ય શહેરો રેલવેની બંને તરફ પથરાયેલ છે માત્ર દામનગરનું ફાટક બંધ થયું પાલિકાએ રેલવે તંત્રની નોટિસનો જવાબ કેમ ન અપાયો?

દામનગર પાલિકાની 24 બેઠકો માટે 83 ઉમેદવારો વચ્ચે જંગ

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત ફોમ ચકાસણી માં ગુજરાત પ્રદેશ એન સી પી ના રેશમાબેન પટેલે એન સી પી પુન: સતા મેળવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો ચાર રાજકીય પાર્ટી ઓના 83 જેટલા ઉમેદવારો ચૂંટણી જંગ માં છે ત્યારે અનેકો હાલાકી નો સામનો કરી લાચાર સ્થિતિ ભોગવતા શહેરીજનો કોની ઉપર વિશ્વાસ મૂકે છે તે જોવા નું રહ્યું છ વોર્ડ ની 24 બેઠકો ધરાવતી દામનગર નગરપાલિકા માં ભાજપ કોગ્રેસ એન સી પી આપ એમ ચાર રાજકીય પાર્ટી ના 83 જેટલા ઉમેદવારો મેદાન માં ઉતર્યા છે  ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસ 24 એન સી પી 23 ભારતીય જનતા પાર્ટી 24 આમ આદમી પાર્ટી 12 બેઠકો પર ચૂંટણી લડી રહી છે ત્યારે ફોમ ચકાસણી માં હાજરી આપતા ગુજરાત  પ્રદેશ  એન સી પી ના રેશમાબેન પટેલ પુન: એન સી પી સતા મેળવશે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો શહેર ના વિવિધ વિસ્તારો માં અને સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિર સહિત દામનગર ના  સરદાર ચોક મોટા પીર ની દરગાહ એ દર્શન સરદાર પટેલ ને પુષ્પહાર અર્પણ કર્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.