Abtak Media Google News

52માંથી 49 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો, સંયુક્ત નગર પાલિકાના વોર્ડ નં.9માં એનસીપીનો એક ઉમેદવાર જીત્યો : ઠેર ઠેર વિજય ઉત્સવ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ સાતમા આસમાને

સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ઉપરાંત જિલ્લાની પાંચ નગરપાલિકાઓના પરિણામો જાહેર થઈ ચૂકયા છે ત્યારે જિલ્લા ની પાસે નગરપાલિકા ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે કોંગ્રેસની કારમી હાર થવા પામી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા દુધરેજ વઢવાણ નગરપાલિકા માં કોંગ્રેસને ફક્ત સમ ખાવા એક બેઠક છે બીજી તરફ ધાંગધ્રા લીમડી ચોટીલા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે બીજી તરફ ચોટીલા ની કુલ 24 બેઠકો ઉપર ભાજપે 22 બેઠકો કબજે કરી છે.

જેમાં પાંચેય નગર પાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર પાલિકાની 52 બેઠકોમાંથી 49 બેઠકો પર ભાજપના ઉમેદવારો, 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો અને 1 બેઠક પર એસીપીના ઉમેદવારોએ જીત મેળવી હતી. જ્યારે લીંબડી નગરપાલિકાની તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી અને કોંગ્રેસે ખાતુ પણ ખોલ્યું નહોતું તેવી જ રીતે પાટડી નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડયો હતો.

ધ્રાંગધ્રા નગરપાલિકાની 36 બેઠકો માટે ભાજપના 35 ઉમેદવારો જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવારે જીત મેળવી હતી જ્યારે ચોટીલા નગરપાલિકામાં 24 બેઠકો માટે ભાજપના 22 ઉમેદવારો અને કોંગ્રેસના 1 ઉમેદવારે જીત મેળવી હતી. તમામ પાંચેય નગર પાલિકાઓમાં ભાજપના ઉમેદવારોની જીત બાદ પોતાના સમર્થકો અને આગેવાનો સહિત હોદ્દેદારો સાથે શહેરના મુખ્ય માર્ગો પર વિજય સરઘસ કાઢવામાં આવ્યાં હતાં જેમાં શહેરીજનો સહિત સ્થાનીક મતદારો મોટીસંખ્યામાં જોડાયા હતાં.

જિલ્લા પંચાયતની 34 પૈકી ર9 બેઠકો પર ભાજપની ભવ્ય જીત

10 તાલુકા પંચાયતની 18ર બેઠકોમાંથી ભાજપને 133 અને કોંગ્રેસને 41 બેઠક મળી

1614742124460

સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજાઈ હતી જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચુંટણીઓ માટે મતગણતરી હાથધરવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતની 34 બેઠકો પૈકી ભાજપના 29 ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસના 5 ઉમેદવારોન જીત થઈ હતી તમામ વિજેતા ઉમેદવારોને મતદારો સહિત સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતાં અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોમાં (1) આરતીબેન દાવડા-બજાણા1-ભાજપ (2) જશુબેન રોજાસરા-ચુડા1-ભાજપ (3) જશુભાઈ સોલંકી -ચુડા2-ભાજપ (4) શેતલબેન સાપરા-ધાંધલપુર-કોંગ્રેસ (5) ધીરૂભાઈ ઓળકિયા-ઢોકળવા 5-ભાજપ (6) વિક્રમસિંહ સોલંકી-ગુજરવદી6-ભાજપ (7) મંછીબેન ઈલોરીયા-ખારાઘોડા-કોંગ્રેસ (8) અમથુભાઈ કમેજળીયા-ખોડુ-ભાજપ (9) ઉમાબા ઝાલા-કોંઢ-ભાજપ (બિનહરીફ) (10) નંદુબેન વાઘેલા-લખતર-ભાજપ (11) છત્રસિંહ ગુંજારીયા-માલવણ-ભાજપ (12) મંગુબેન ડાભી-મેમકા-ભાજપ (13) ઈલાબેન સંઘાણી-મોટી મોલડી-ભાજપ (14) હંસાબા પરમાર-મુળી-ભાજપ (15) કલ્પનાબેન ધોરીયા-નાગડકા-કોંગ્રેસ (16) કૈલાશબેન કમેજળીયા-પાણશીણા-ભાજપ (17) વિરાભાઈ મેટાળીયા-પીપરાળી-કોંગ્રેસ (18) ભુપતભાઈ બવળીયા-રાજપરા-ભાજપ (19) મોહનલાલ ડોરીયા-રાજસીતાપુર-ભાજપ (20) સવિતાબેન ચૌહાણ-રળોલ-ભાજપ (21) બબુબેન પાંચાણી-રાણાગઢ-ભાજપ (22) સજનબેન સારદીયા-સરા-ભાજપ (23) હરિકૃષ્ણભાઈ પટેલ-સરલા-ભાજપ (24) દિવ્યાબેન પરમાર-સવલાસ-ભાજપ (25) નરેન્દ્રભાઈ મુંજપરા-સાયલા-ભાજપ (26) રમેશભાઈ સોયા-શિયાણી-ભાજપ (27) મુળજીભાઈ પરાલીયા-સુદામડા-કોંગ્રેસ (28) યુવરાજસિંહ પરમાર-ઉમરડા-ભાજપ બિનહરીફ (29) બબીબેન સુરેલા-વણોદ-ભાજપ (30) જયેશકુમાર ચાવડા-વસ્તડી-ભાજપ (31) હંસાબેન ઝાલા-વીજળિયા-ભાજપ (32) વસંતબેન મજેઠીયા-વિઠ્ઠલગઢ-ભાજપ (33) ઉદયસિંહ ઝાલા-ઝીંઝુવાડા-ભાજપ (34) સીતબા રાણા-ઝોબાળા-ભાજપ. આ ઉપરાંત 10 તાલુકા પંચાયતમાં પણ ભાજપે જીત મેળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.