પેઈઝ કમિટી ચૂંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર: ભરત પંડયા

કમલમ ખાતે પ્રદેશ બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જયોતિગ્રામ જેવી જ કિસાન સૂર્યોદય યોજના અને નવી સોલાર યોજના સહિત ૪૦-૪૫ જેટલી યોજનાઓની માહિતી અપાઈ

તા.૨૬ જાન્યુઆરીએ પરંપરા મુજબ ભાજપના દરેક જિલ્લા કાર્યાલય પર ધ્વજવંદનના કાર્યક્રમ કરવામાં આવશે: ભરત પંડયા

ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ભાજપા કાર્યાલય કમલમ્ ખાતે યોજાયેલ ચારે બેઠકો પૈકી એક બેઠક મુખ્ય પ્રદેશ અગ્રણીઓ, મહામંત્રીઓ સાથે મળી, બીજી બેઠક યુવા મોર્ચાની પ્રદેશ બેઠક, ત્રીજી બેઠકમાં દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન અને ચોથક્ષ બેઠક ઉતર મધ્ય ગુજરાત ઝોનની બેઠખ મળી હતી મોડીસાંજ સુધી ચાલેલી આ ઝોન સ: બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ દ્વારા નિયુકત કરેલ જીલ્લા ચૂંટણી ઈન્ચાર્જ, સ્થાનિક જિલ્લા ચૂંટણી ઈન્ચાર્જ અને જીલ્લા પ્રમુખઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રદેશ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જયોતિગ્રામ જેવી જ યોજના કિસાન સૂર્યોદય યોજના અને નવી સોલાર યોજના સહિત ૪૦-૪૫ જેટલી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પેઈઝ કમીટીને મહત્વ આપતા જણાવ્યું હતુ કે, પેઈઝ કમિટી ચૂંટણીઓ જીતવાનું બ્રહ્માસ્ત્ર છે. તેમજ કાર્યકર્તાઓને બેઠખ, પ્રવાસ, આયોજન અને સોશીયલ મિડીયાના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું હતુ.

પંડયાએ જણાવ્યું હતુકે, પ્રદેશ બેઠકમાં આગામી સમયમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની આયોજનની રૂપરેખા નકકી કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ આગામી કાર્યક્રમોની જાણકારી આપી હતી તા.૧૨મી જાન્યુ.એ સ્વામી વિવેકાનંદ જયંતી પર ભાજપા યુવા મોરચા દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે તેમજ તા.૨૩ જાન્યુ.એ સુભાષચંદ્ર બોઝની જયંતી પર ભાજપા દ્વારા પૂર્વ સૈનિકો, સુરક્ષા કર્મીઓનો સંપર્ક મુલાકાત કરવામાં આવશે તા.૨૬ જાન્યુએ પરંપરા મુજબ ભાજપાના દરેક જીલ્લા કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવશે.