Abtak Media Google News

નવજાત શિશુ માટે ખાનગી હોસ્પિટલમાં થતી લાખો રૂપિયાની સારવાર સિવિલ હોસ્પિટલમાં તદ્દન ફ્રી

દેશમાં દર 3 જી માર્ચે વિશ્વ જન્મજાત ખામી દિવસ તરીકે આરોગ્ય વિભાગ દ્વારા જાગૃતીલક્ષી કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવે છે.કારણ કે ગર્ભાવસ્થામાં બાળકની લેવાની અપૂરતી કાળજી તથા ગર્ભાધાન પહેલાંની બેદરકારી જેવાં કારણોના લીધે જન્મજાત ખામીવાળા બાળકો જન્મ લેતા હોય છે. આવી જન્મજાત ખામી અટકાવવા માટે સામાજિક જાગૃતિ લાવવા, સંભાળ તેમજ સારવારમાં સુધારો લાવવા માટે પ્રતિ વર્ષ 3જી માર્ચ વર્લ્ડ બર્થ ડિફેકટ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

Img 20210303 Wa0032

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ડી.આઈ.સી વિભાગમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમએ સરકાર દ્વારા સામુદાયિક અને સંસ્થાકીય સ્તરે અમલમાં મૂકવામાં આવેલ ખૂબ જ અગત્યનો કાર્યક્રમ છે. રાષ્ટ્રીય બાળ સ્વાધ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઈને 18 વર્ષની ઉમર સુધીના બાળકોની 4ડી (ડિફેક્ટ, ડિસેબીલીટી, ડીસીઝ અને ડેવેલોપમેન્ટલ ડીલે) માટે તપાસ કરી સારવાર વિના મૂલ્ય પૂરી પાડવામાં આવે છે. રાષ્ટ્રીય બાળ સ્વાથ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકનું સ્ક્રીનિંગ બાળક જન્મે ત્યારથીજ કરવામાં આવે છે. જે લગત દરેક બાળકની જન્મ સમયે બર્થ ડિફેક્ટ (જન્મજાત ખામી) માટે તપાસ દરેક ડિલેવરી પોઈન્ટ ખાતે કરવામાં આવે છે.

Img 20210302 130127

શિશુ જન્મજાત ખામીની ડી.આઈ.સી દ્રારા તબીબો દ્વારા ઘનિષ્ઠ સારવાર શરૂ કરીને લાંબા ગાળાની વિકલાંગતાથી બચાવી લેવાય

જેમાં બાળકો જુદા જુદા કારણોસર બહેરાપણું-મૂંગાપણું,  (જન્મજાત મોતિયો), (જન્મજાત હૃદય રોગ), શારીરીક અપંગતા (કલબ ફુટ, કલેફટ લિપ અને કલેફટ પેલેટ, ન્યુરલ ટયુબ ડીફેકટ) જેવી ખામી સાથે જન્મ લેતા હોય છે. નિષ્ણાત તબીબો દ્વારા નવજાત શિશુની સમયસર તપાસ કરી બર્થ ડિફેટનું નિદાન કરી યોગ્ય સારવાર કરવામાં આવે તો ઘણા બધા મૃત્યુ અટકાવી શકાય તેમજ લાંબા ગાળાની ડિસેબીલીટી અટકાવી, બાળકનું જીવસ સુધારી શકાય છે.

દરરોજ 180 થી 200 જેટલા બાળ દર્દીઓ પર જુદી જુદી થેરાપીનો ઉપયોગ કરી ચોક્કસ સારવાર દ્રારા સફળ સર્જરી

ખાસ કરીને જન્મજાત બધિરતા ધરાવતુ બાળક સાંભળી શકતું નથી અને ન સાંભળી શકવાના કારણે બાળકમાં સ્પીચ (ભાષા) ડેવલપ થઇ શકતી નથી. જેથી બાળક બોલી શકતું નથી. એટલે કે બાળક બહેરુ અને મુંગુ બની જાય છે. એનો એકમાત્ર ઇલાજ કોકલીયર ઇમ્પ્લાન્ટ છે. બજારમાં આ ઇમ્પ્લાન્ટની કિંમત પાંચ લાખથી વધારે હોય છે. તેમજ સ્પીચ થેરેપીનો અંદાજીત ખર્ચ પ્રતિ બાળક દીઠ 20,000 રૂપિયા જેટલો આવે છે જેમાં 100 જેટલા સ્પીચ થેરાપી આપવી પડતી હોય છે. જેથી વાલીને અંદાજીત સાડા 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મોટાભાગના વાલીઓ આ ખર્ચ ઉઠાવી શકતા નથી જેથી તેઓના બાળકો સારવારના અભાવે આખી જિંદગી બહેરા મુંગા બની રહે છે. આ સારવાર ડી.આઈ.સી કેન્દ્રમાં વિનામૂલ્યે આપવામાં આવે છે.

ઘણી વખત તો જન્મજાત ખામીના કારણે શિશુ મૃત્યુદરમાં  પણ વધારો નોંધાતો હોય છે. આ મૃત્યુદર અટકાવવા અને બાળકને જીવનભર માનસિક અને શારીરિક અપંગતાથી બચાવવા માટે જન્મજાત ખામીની લોકજાગૃતિ દ્વારા પ્રમાણ દર માં સુધારો કરી શકાય છે તેમજ સમયસર સારવાર આપીને બાળકનું જીવન સુધારી શકાય છે.કોઈપણ જન્મજાત ખામીને રોકી શકાતી નથી, પરંતુ સ્ત્રીઓના ગર્ભવતી થયા પહેલાં અને ગર્ભાવસ્થા દરમિયાન તંદુરસ્ત વર્તણકો અપનાવીને સ્વસ્થ બાળક મેળવી શકાય છે.

સિવિલમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલના સંલગ્ન વિભાગ ડી.આઈ.સી વિભાગમાં, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.પંકજ બૂચના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડો.આરતીબેન કકૈયા, પેડિયાટ્રીશન ડો.અમીતાબને કાપડિયા, ડો.આકાશ ચોખલીયા, ફિઝ્યોથેરાપીસ્ટ ડો.અવધિબેન ,મીનાક્ષીબેન નિમાવત, સ્પીચ થેરાપીસ્ટ ડો.બ્રિદાબેન ચૌહાણ, સાયકોલોજીસ્ટ ડો.વિપુલભાઈ, ડો.રૂપાલિબેન ગોંડલીયા, રવિભાઈ સહિતનો સ્ટાફ ભારે જહેમત ઉપાડી દરરોજ 180 થી 200 જેટલા બાળ દર્દીઓના ઘનિષ્ઠ રોગોની સારવાર કરી રહ્યા છે.

બાળકોમાં થતા સામાન્ય રોગોની યાદી

શિયાળો -ઉનાળો અને ચોમાસાની ઋતુઓમાં બાળકોને વિવિધ પ્રકારના ચેપી રોગો જેવા ઝાડા ઉલટી , ટાઈફોડ, કમળો, મલેરિયા, લુ લાગવી, શરદી, ઈંફ્લુએન્ઝા, કાકડા,ન્યુમોનિયા, દમ અસ્થામાં ,લોહીમાં રસી પડી જવી,આચકી જેવા રોગો થતા હોય છે. નાનપણથી જ આવા રોગોની સારવાર કરાવી જરૂર હોય છે.

બાળકોમાં થતા ગંભીર રોગો

બર્થ ડિફેક્ટનો અર્થ જન્મજાત ખોડખાપણ થાય છે.જેમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ,ડાઉન સિન્ડ્રોમ, ફાટેલા હોઠ તથા તાંડવું, કલબ ફૂટ , જન્મથી મોતિયો, જન્મથી બહેરાશ, હૃદયનું કાણું, રેટીનોપથી ઓફ પ્રિમેચ્યોરિટીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત બાળકો અધૂરા માસે જન્મે અથવા આનુવંશિક રોગો સહિત ડાયાબીટીસ, બાળકોને કિડનીના રોગો, હદયના રોગો પણ થતા હોય છે.

આધુનિક મશીનો મારફતે શિશુની સારવાર

કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં નવજાત શિશુની સારવાર માટે રેડિયન વોર્મરની સુવિધા 107 જેટલી, 90 બાળકો દાખલ થઈ શકે તે માટે એન.આઈ.સી.યુ વિભાગ, 26 જેટલા વેન્ટિલેટર, પોર્ટેબલ એક્સરે મશીન, પોર્ટેબલ સોનોગ્રાફી, 50 જેટલા ઓક્સિજન માપવાના સાધનો, 113 જેટલા સિરીઝ પંપ  સહિતની આધુનિક મશીનરીમાં સારવાર અપાઈ છે.

બાળકોમાં થતા સામાન્ય રોગોની યાદી

શિયાળો -ઉનાળો અને ચોમાસાની ઋતુઓમાં બાળકોને વિવિધ પ્રકારના ચેપી રોગો જેવા ઝાડા ઉલટી , ટાઈફોડ, કમળો, મલેરિયા, લુ લાગવી, શરદી, ઈંફ્લુએન્ઝા, કાકડા,ન્યુમોનિયા, દમ અસ્થામાં ,લોહીમાં રસી પડી જવી,આચકી જેવા રોગો થતા હોય છે. નાનપણથી જ આવા રોગોની સારવાર કરાવી જરૂર હોય છે.

ડી.આઈ.સી કેન્દ્રમાં બાળકોને લગતા રોગોની સારવાર

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં નવજાત શિશુનો જન્મ થયા બાદ તેનું સ્કેનિગ કરી જન્મજાત ખામી વિશે માહિતી મેળવામમાં આવે છે. બાદમાં ન્યુરલ ટ્યુબ ડિફેક્ટર્સ, ફ્લેકા લીપ અને પેલેટ, કલબ ફૂટ, ડેવલપમેન્ટ ડિસ્પ્લેસિયા ઓફ હિપ, જન્મજાત મોતિયો, જન્મજાત બધીરતા, જન્મજાત હદયના રોગો, રેટીનો પેથી ઓફ પ્રિમ્સયોરિટી , ડાઉન સિન્ડ્રોમ જેવા રોગો મળી આવે તો સમયસર તબીબો માતા પિતાને રોગ અંગે  જાણકારી આપી ઝડપી સારવાર આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.