Abtak Media Google News

સંયુક્ત રાષ્ટ્રના ફુડ વેસ્ટ ઈન્ડેક્સ રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો

એક તરફ ભુખમરો તો બીજી તરફ અનાજનો બેફામ બગાડ

દર વર્ષે 3 અબજ લોકો ગુણવત્તાસભર પોષકયુક્ત ખોરાક માટે તરસે છે તો બીજી બાજુ પ્રતિ વ્યકિતએ 121 કિલો ખોરાક કચરાપેટીમાં જાય છે

ભારત સહિત વિશ્ર્વના તમામ વિકાસશીલ દેશોમાં ગરીબી, ભૂખમરો, બેરોજગારીનો પ્રશ્ર્ન ખૂબ જટીલ બનતો જઈ રહ્યો છે. એમાં પણ સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના દેશોમાં સમાવેશ થતા ભારતમાં ભુખમરાનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. કોરોનાકાળમાં આ સમસ્યા વધુ વ્યાપક બની છે. દરરોજ ભારતમાં લાખો લોકો ભુખ્યા પેટે સુઈ જાય છે. ભુખમરાના કારણે કુપોષણનો પ્રશ્ર્ન પણ જટીલ બન્યો છે. ત્યારે આ ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે તાજેતરમાં સંયુકત રાષ્ટ્ર પર્યાવરણ પ્રોગ્રામ દ્વારા દર વર્ષે થતા અનાજના બગાડ પર એક અહેવાલપ્રસિધ્ધ કરવામા આવ્યો છે.જેણે વર્તમાનની પરિસ્થિતિને વધુ ચિંતાજનક્બનાવી દીધી છે. જયાં એક તરફ ભુખમરો પેચીદો પ્રશ્ર્ન બનતો જઈ રહ્યો છે. તો બીજી બાજુ દર વર્ષે 930 કરોડ ટન ખોરાકનો બગાડ થાય છે. ભોજનનો બગાડ મતલબ કે ‘અન્નનો અનાદર’ આપણી ભારતીય સંસ્કૃતિમાં અન્નનો અનાદર કરવો એ કોઈ પાપથી કમ નથી. આટલા મોટા જથ્થામાં અન્નનો બગાડ થાય એ. ખરેખર ચિંતામય મુદો છે. જો આ બગાડ અટકી જે ભુખે મરે છે એ ગરીબના પેટમાં જાયતો… ભુખમરાનો પ્રશ્ર્ન ઓટોમેટીક હલ થઈ જાય. પરંતુ આ માટે વિશ્વના તમામ દેશોએ ભેગા મળી નકકર પગલા ભરવા જોઈએ.

01 2

 

યુનાઈટેડનેશન એન્વાયરોનમેન્ટ પ્રોગ્રામના રીપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2019માં 930 કરોડને 10 લાખ ટન ખોરાકનો બગાડ થયો હતો જે વિશ્વના કુલ ખોરાકના જથ્થાના 17 ટકા છે.એમાં પણ હોટેલ-રેસ્ટોરન્ટની સરખામણીએ સૌથી વધુ બગાડ આપણા ઘરોમાં જ થાય છે. દર વર્ષે પ્રતિ વ્યકિતઓ 121 કીલો ખોરાક કચરાપેટીમાં સ્વાહા થાય છે. તો બીજી બાજુ વિશ્વભરમાં દર વર્ષે 3 અબજ લોકો એવા નોંધાય છે. જેઓ ગુણવતાસભર પોષકયુકત ખોરાક ખાવા માટે તરસે છે. પ્રતિ વ્યકિતએ 121 કિલો ખોરાક બગડે છે જેમાં 74 ટકા હિસ્સોદારોનો છે.

રીપોર્ટ મુજબ દક્ષિણ એશિયામાં સૌથી વધુ બગાડ અફઘાનિસ્તાનમા થાય છે. જયારે ભારતમા સૌથી ઓછો થાય છે. દક્ષિણ એશિયામાં ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ સારી છે પરંતુ બગાડનો આંકડો કઈ કમ નથી. ભારતમાં પણ પ્રતિવ્યકિતએ 50 કિલો ખોરાકનો બગાડ થાય છે જે ચિંતાજનક જ છે.

01 3

સંયુકત રાષ્ટ્રના ખાધ અને કૃષિ સંગઠનના જણાવ્યા મુજબ વર્ષ 2019માં 69 કરોડ લોકો ભુખ્યા રહ્યા હતા ફુડ વેસ્ટ ઈન્ડેકસ મુજબ, કોરોના મહામારી દરમિયાન ભુખ્યા રહેનાર લોકોની આ સંખ્યામાં વધારો થયો છે. ભુખ્યા લોકો સુધી ભોજન પહોચાડી ભુખમરાનો પ્રશ્ર્ન ઘટાડવા પ્રથમ ખોરાકનો બગાડ અટકવો ખૂબ જરૂરી છે.

દક્ષિણ એશિયામાં ભારતની સ્થિતિ સારી તેમ છતાં ચિંતાજનક

સંયુકત રાષ્ટ્રના પર્યાવરણીય પ્રોગ્રામના અહેવાલ અનુસાર, પશ્ર્ચિમ એશિયા, આફ્રિકી દેશોની સરખામણીએ દક્ષિણ એશિયાની સ્થિતિ સારી છે. એમં પણ ભારતમાં ખોરાકનો બગાડ ઓછો થાય છે. પરંતુ આ બગાડનો આંકડો પણ ચિંતાજનક છે. દર વર્ષે ભારતમાં પ્રતિવ્યંકિતએ 50 કિલો અનાજ બગડે છે જે સ્થિતિ ચિંતામય જ ગણાવી શકાય. દક્ષિણ એશિયામાં સૌથી વધુ ખોરાકનો બગાડ અફઘાનિસ્તાનમાં વ્યકિતદીઠ 2 કીલો થાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.