Abtak Media Google News

ચૂંટણી પૂર્વે આપેલા વચનો પૂરા કરતા ધારાસભ્ય

રાજુલામાં ડાયાલીસીસ સેન્ટર, કુંભારવાડામાં કામ ચલાઉ ઓપીડી શરૂ કરાવતા ધારાસભ્ય અંબરીશ ડેર

ભુખ્યાજનોને ઘેર-ઘેર ટિફિન પહોંચાડવાની સુંદર વ્યવસ્થા, પીપાવાવને જીઆઇડીસી ફાળવવાની બજેટમાં જોગવાઇ થતા યુવાનોને રોજગારી મળશે

રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા વિધાનસભાની ચુંટણી પૂર્વે લોકોને 12 મુદ્દાઓ સાથે પોતાને ચુટીને મોકલવા અને પોતે આપેલા 12 મુદાઓ મુજબ કામ કરીને લોકોને સુખાકારી અને જરૂરીયાતો પરીપૂર્ણ થાય તેવો પ્રયત્નો કરશે. ચુંટણી પૂર્વે લોકોને વાયદાઓ અને વચનોનો ઘણા પક્ષો ધારાસભ્યો આપે છે. પરંતુ આપેલા વચનોને પૂર્ણ કરવા કોશીષ પણ કરવામાં આવતી નથી. જયારે રાજુલા-જાફરાબાદ ખાંભાના ધારાસભ્ય દ્વારા ચુંટણી પૂર્વે આપેલા 12 મુદ્દાના વચનો પૂર્ણ કરવા પુરોપુરો પ્રયત્ન અને તનતોડ મહેનત કરી રહેલ છે. આ 12 મુદ્દાઓ માંથી મદદ અંશે મોટાભાગના મુદ્દાઓ પૂર્ણ થવા જઇ રહ્યા છે અને હજુ પણ તેમા આગળ સારી કામગીરી થાય તેવા પ્રયત્નો અંબરીશભાઇ ડેર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ 12 મુદાઓમાં લોકોને આરોગ્યની સુવિધાઓ સારી રીતે મળે તેમાં હાલમાં તેઓ દ્વારા કામચલાઉ રીતે કુંભારવાડામાં ઓપીડી શરૂ કરી દેવામાં આવેલ છે. આ દવાખાનામાં બિલકુલ નિ:શુલ્ક સારવાર અને દવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજુલાના કીડનીના દર્દીઓ ડાયાલીસીસ માટે મહુવા અથવા સા.કુડલા જતા હતા ત્યારે અંબરીશ ડેર દ્વારા રાજુલામાં ડાયાલીસીસ સેન્ટર ઉભુ કરીને નિ:શુલ્ક ડાયાલીસ સેવા પણ કાર્યરત કરી દેવામાં આવેલ છે.  જયારે રાજુલા ભેરાઇ રોડ પર પૂ. મોરારીબાપુના આર્શિવાદથી અને રાજુલાના બહાર રહેતા શ્રેષ્ઠીઓના સહયોગથી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું કામ પુરજોશમાં શરૂ છે અને આ મહાત્મા મંદિર આરોગ્ય મંદિર હોસ્પિટલ આગામી થોડા જ સમયમાં કાર્યરત થઇ જાય છે. તેવા પ્રયત્નો પણ ડેર દ્વારા હાથ ધરવામાં આપેલ છે. જયારે સ્પોર્ટસ માટેના જાફરાબાદ તાલુકામાં તેમજ રાજુલા તાલુકામાં વિવિધ જગ્યાઓએ સ્પોટસ માટે મેદાનો બનાવીને રમત-ગમત પ્રેમીઓને સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે.

અંબરીશ ડેર દ્વારા 12 મુદ્દાઓમાં ખૂબ જ મહત્વનો મુદ્દો ભુખ્યાને ભોજન મળી રહે તે હતો આ મુદ્દે પણ ડેર દ્વારા તાજેતરમાં જ રાત્રીના ભુખ્યા અને જરૂરીયાતમંદ લોકોને પુરતુ ભોજન મળી રહે તે માટે સુંદર ટીફીન વ્યવસ્થા ભુખ્યા લોકોના ઘરે પહોંચાડવાની શરૂ કરી દેવામાં આવેલ છે.

રોજગારીના મુદ્દે પણ ડેરના સતત પ્રયત્નને કારણે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બજેટમાં જીઆઇડીસી પીપાવાવમાં ફાળવતા યુવાનોને રોજગારી આપવાના પ્રયત્નોને પણ આગામી દિવસોમાં સફળતા મળશે.

આ ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ખાંભા વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં રોડ રસ્તાઓ તેમજ તળાવ ચેકડેમો ઊંડા કરવા તેમજ પાળા બનાવવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની લોકોને સારી સુવિધાઓ મળે રહે તેવા સતત પ્રયત્નો હાથ ધરીને સાચા લોક સેવકની ભૂમિકા અદા કરવામાં સફળતા મળી છે.

આ સફળતામાં ડેરને સરકાર દ્વારા પણ સકાત્મક અભિગમ મળવા બદલ સરકારનો પણ આભાર વ્યકત કરે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.