Abtak Media Google News

ગોંડલ સહિત સૌરાષ્ટ્રભરમાં 166 ગુના આચર્યાનું ખુલતા ગેંગના 11 શખ્સો સામે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધાક-ધમકી, ખંડણી, જમીન અને હવાલા સહિતના કાળા કારોબારનો ગોંડલની જેલમાંથી દોરી સંચાર કરતો નિખિલ દોંગાની ગેંગ સામે ગુજશી ટોક હેઠળ ગુનો નોંધી ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં નીખીલ દોંગાની કાળી કમાણીનો ‘વહિવટદાર’ અજય કુંભારવાડીયા ની ધરપકડ કરી સ્પ્રે. અદાલત દ્વારા રપ દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.પ્રાપ્ત વિગત મુજબ સમાજમાં ટોળકી દ્વારા ભયનું વાતાવરણ ઉભું કરી માલ-મિલ્કત પચાવી પાડતા માથા ભારે શખ્સો સામે કડક હાથે કામ લેવા રાજય સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવા આપેલા આદેશને પગલે રાજકોટ રેન્જના આઇ.જી. સંદીપસિંઘ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા ગોંડલ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર સહીત 116 જેટલા નિખીલ દોંગાની ગેંગ સામે નોંધાયેલા હોવાથી તેની સામે કાયદાનો કસંજો કરી કૃખ્યાત દોંગા સહીત 11 શખ્સો સામે ગુજશી ટોક હેઠળ ગુનો નોંધાયો હતો.

નીખીલ દોંગા સહિત 11 શખ્સો સામે પોલીસે આકરી કાર્યવાહી કરી રીમાન્ડ દરમ્યાન નિખીલ દોંગા જેલમાં બેઠા બેઠા મિલ્કત અને આર્થિક વહીવટનો કારોબાર અજય રાયધન કુંભારવાડીયા કરતો હોવાનું તેમજ અજય કુંભારવાડીયા દ્વારા મિલ્કતના દસ્તાવેજ, સાટાખત અને મોબાઇલ ફોનમાંથી વાતચીત કર્યાનું ખુલતા ત્રણ માસથી પોલીસને ચકમો આપી નાશતો ફરતો હતો.ગુજશી ટોકના ગુનાની તપાસ કરતાં જેતપુર ડીવાયએસપી સાગર બાગમર દ્વારા ફેલાવામાં આવેલી ઝાળમાં અજય કુંભારવાડીયા આબાદ ઝડપી લઇ નિખીલ દોંગાની કાળી કમાણીના કરતુતોને બહાર લાવવા રિમાન્ડની માંગ સાથે રાજકોટની સ્પ્રે. અદાલતમાં રજુ કરવામાં આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે  રજુ કરેલા સચોટ કારણો તેમજ તપાસનીશ દ્વારા રજુ કરવામાં આવેલું સોગંદનામા કારણો ઘ્યાને લઇ ન્યાયધીશે અજય કુંભારવાડીયાને રપ દિવસ ના રીમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે. જિલ્લા સરકારી વકીલ સંજયભાઇ વોરા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.