Abtak Media Google News

આઝાદી પહેલા પ્રાચીનકાળમાં આપણો ભારત દેશ “સોને કી ચિડિયા” તરીકે ઓળખતો. હાલ સ્થિતિ બદલાઈ જરૂર છે પણ ઘણા ભારતીયો વિશ્વના ધનકુબેરોની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે જ છે. પરંતુ આવકની અસમાન વહેચણીને કારણે ધનવાન વધુને ધનવાન, તો ગરીબ વધુને વધુ ગરીબ બનતો જઈ રહ્યો છે. સૌ કોઈને એ જાણવા માટે આતુરતા હોય છે કે આખરે ભારતમાં ધનકુબેરો છે તો ક્યાં રાજ્યમાં સૌથી વધુ છે, જીડીપીમાં તેમનો કેટલો ફાળો છે ?? કરોડપતિઓની પસંદગીની બ્રાન્ડ્સ કઈ હોય છે ?? તો આજે અમે તમને તમારા આ પ્રશ્નોનોનો જવાબ આપીશું.

તાજેતરમાં જારી થયેલા હુરન ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ 2020માં એ ખુલાસો થયો છે કે ભારતમાં 4.12 લાખ કરોડપતિ પરિવારો છે, જેમની એક પરિવારની સંપત્તિ ઓછામાં ઓછી 7 કરોડ છે. મંગળવારે જાહેર થયેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કરોડપતિ પરિવારોની મહત્તમ સંખ્યા મુંબઇમાં છે, ત્યારબાદ બીજા ક્રમે દિલ્હી આવે છે. ગુજરાત પાંચમા ક્રમે છે.

રિપોર્ટ અનુસાર, ટોચના 10 રાજ્યોમાં દેશના કરોડપતિ પરિવારો રહે છે. સૌથી વધુ કરોડપતિ પરિવાર સાથે મહારાષ્ટ્ર ( 56,૦૦૦) પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ( 36,૦૦૦), તામિલનાડુ ( 35,૦૦૦), કર્ણાટક ( 33,૦૦૦) અને ત્યારબાદ ગુજરાત (૨૯,૦૦૦) આવે છે.

મુંબઇમાં 16933 કરોડપતિ પરિવારો છે, જે દેશના જીડીપીમાં લગભગ 6.16 ટકા ફાળો આપે છે. દિલ્હીમાં 16000 કરોડપતિ પરિવારો છે, જેનો જીડીપીમાં ફાળો 9 ટકા છે. તે પછી કોલકાતા ત્રીજા ક્રમે આવે છે, જ્યાં 10,000 કરોડપતિ પરિવારો વસે છે. આ લીસ્ટમાં કોલકાતા બાદ બેંગાલુરુ (7582) અને ત્યારબાદ ચેન્નઈ (4685) આવે છે.

કરોડપતિઓની મનપસંદ લક્ઝરી બ્રાન્ડસ શું છે ??
ભારતીય કરોડપતિઓ મોટે ભાગે લક્ઝરી કાર બ્રાન્ડમાં મર્સિડીઝને વધુ પસંદ કરે છે. ત્યારબાદ બીએમડબ્લ્યુ અને જેગુઆર કારની પસંદગી કરે છે. લક્ઝરી સ્પોર્ટ્સ કાર વિશે વાત કરીએ તો લેમ્બોર્ગિનીને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે, ત્યારબાદ પોર્શ અને એસ્ટન માર્ટિનને પસંદ કરવામાં આવે છે. જ્યારે સૌથી વધુ પસંદ કરવામાં આવતી ઘડિયાળોમાં, રોલેક્સ ટોચ પર છે. જ્વેલેરી બ્રાન્ડ્સમાં તનિષ્ક અને હોસ્પિટાલિટી બ્રાન્ડમાં તાજ હોટલ ટોચ પર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.