Abtak Media Google News

બંગાળમાં ચૂંટણી માહોલ વચ્ચે હિંસાના બનાવો વધી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અર્જુન સિંહના નિવાસસ્થાન નજીક બોમ્બ ફેકવામાં આવ્યા હતાં. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ઉત્તર 24 પરગના ભાટપારાના જગદલ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને ભાજપ હવે ચૂંટણી પંચમાં જવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુર રોયે કહ્યું કે ભાજપ આ મામલે ચૂંટણીપંચ પાસે જશે.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ હુમલાને લઈને ભાજપના સાંસદ અર્જુનસિંહે દાવો કર્યો હતો કે, લગભગ 15 સ્થળોએ બોમ્બ ફેકવામાં આવ્યા અને પોલીસે દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ત્રણ લોકો અને તેમના સાથીઓએ તોડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે તેમના નિવાસસ્થાન મઝદુર ભવન નજીક ડઝનેક બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ અંગે ટીએમસી પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, અમે આ મામલે ચૂંટણી પંચ સમક્ષ જઈશું.

ઉત્તર 24 પરગના ભાટપરાના જગદલ વિસ્તારમાં બોમ્બ ધડાકાની ઘટના અંગે પોલીસ અધિકારી એસીપી ચૌધરીએ જણાવ્યું હતું કે, સાંસદના નિવાસસ્થાન નજીક બોમ્બ હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે આ હુમલા અને ભાજપ સાંસદના આરોપોની તપાસ કરી છે.

ભાજપ નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે, ટીએમસી હિંસાની રાજનીતિનું પર્યાય બની ગયો છે. આચાર સંહિતા લાગુ થયા બાદ પણ ગુંડાઓ બોમ્બમારો કરી રહ્યા છે અને ગોળીઓ ચલાવી રહ્યા છે. ચૂંટણી પંચે આ ચેતવણી તરીકે લેવું જોઈએ, નહીં તો અમને નથી લાગતું કે શાંતિપૂર્ણ રીતે મતદાન થશે.

બોમ્બમારાની ઘટના અંગે ભાજપના નેતા રાજીબ બેનર્જીએ કહ્યું હતું કે, આ યોગ્ય નથી. બંગાળની સંસ્કૃતિ આની વિરુદ્ધ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની મુદત 30 મેના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. 17મી વિધાનસભાની ચૂંટણી માટે 27 માર્ચથી 7,34,07,832 મતદારો ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય લેશે. પશ્ચિમ બંગાળની ચૂંટણી કુલ આઠ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 27 માર્ચે 30 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 1 એપ્રિલે 30 બેઠકો પર, ત્રીજા તબક્કામાં 31 એપ્રિલે 31 બેઠકો, 10 એપ્રિલના રોજ ચોથા તબક્કાની 44 બેઠકો, 17 એપ્રિલના રોજ પાંચમા તબક્કાની 45 બેઠકો, છઠ્ઠા તબક્કા 22 એપ્રિલના રોજ 43 બેઠકો. 26 એપ્રિલના રોજ સાતમા તબક્કાની 36 બેઠકો પર અને 29 મી એપ્રિલે આઠમા અને અંતિમ તબક્કાની 35 બેઠકો પર મતદાન થશે. આ સાથે જ પાંચ રાજ્યોમાં એક સાથે 2 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.