Abtak Media Google News

જામ-જોધપુર માર્કેટીંગ યાર્ડ મુકામે સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22 નું 11 કરોડ 7 લાખ 30 હજારનું બજેટ સર્વાનુમતે મંજુર થયેલ જેમાં વાર્ષિક 1ર લાખ 50 હજારનો આવકની વધારો થયો છે. ઉપરાંત આ સભામાં અકસ્માતે માર્યા ગયેલ ખેડુત ભાણજીભાઇ રતનશીભાઇ શીરજામ, જોધપુર ટપુભાઇ કાનાભાઇ કારેણા, જીણાવાળી રતિભાઇ ગોરધનભાઇ અધેરા જામવાળી કદાવલા રસીકભાઇ ભીમાભાઇ જામવાળી પરિવારને અકસ્માત વિમા સહાયની રકમના ચેક અર્પણ કરવામાં આવેલ.આ ઉપરાંત આ સાધારણ સભામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી માકેટીંગ યાર્ડના હોદેદારો ચુંટાયા હતા.

20210319 110402

માકેટીંગ યાર્ડ પ્રમુખ કે જેઓ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે ચુંટાયા તેમજ માર્કેટીંગ યાર્ડના લાયન્સ હોલ્ડર હર્ષદીપ સુતરીયા (લાલજી) કે જેઓ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાયાનું સન્માન કરવામાં આવેલ આ સાધારણ સભામાં માકેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર યાર્ડના ડિરેકટર તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયા, નરેન્દ્રભાઇ કડીવા, જયસુખભાઇ વડાલીયા, ચમનભા અશાણી, કરશનભાઇ કરંગીયા કિશોરસિંહ જાડેજા વગેરે ઉ5સ્થિત રહેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.