Abtak Media Google News

જિલ્લામાં કુલ 704 કિ.મી. જર્જરિત વીજવાયર અને 999 વીજ થાંભલા બદલાવાયાં

ઉર્જામંત્રીનો ધારાસભ્ય ગોવિંદ પટેલને જવાબ

જામનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાવન નવા ફીડર ઉભા કરાયાં છે. આ ઉપરાંત જિલ્લામાં કુલ 704 કી.મી. જર્જરિત વીજવાયર અને 999 વીજ થાંભલા બદલાવાયાં છે. તેમ ઉર્જામંત્રીએ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે પુછેલા પ્રશ્ર્નોના ઉતરમાં જણાવ્યું છે.

તારાકીત પ્રશ્ર્નોતરીના સમય દરમ્યાન ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે ઉજામંત્રીને પુછેલા પ્રશ્ર્ન કે તા. 31-1ર-2020 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં હયાત ફીડરોનું વિભાજન કરીને કેટલા નવા ફીડર કરવામાં આવેલ છે? અને તે માટે ઉકત સ્થિતિએ કેટલો ખર્ચ થયો? તેના જવાબમાં  મંત્રીએ જણાવેલ કે પર નવા ફીડર ઉભા કરવામાં આવેલ છે. જેની પાછળ કુલ 576.66 લાખનો ખર્ચ થયેલ છે. બીજા એક પ્રશ્ર્ન તા. 31-12-2020 ની સ્થીતીએ છેલ્લા બે વર્ષમાં સાગરખેડુ વિકાસ યોજના હેઠળ જામનગર જિલ્લાના કુલ કેટલા કી.મી. જર્જરીત વીજવાયર અને વીજ થાંભલા બદલવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો. તેના પ્રશ્ર્નના જવાબમાં મંત્રીએ જણાવેલ કે કુલ 704 કી.મી. જર્જરીત વીજવાયર બદલવામાં આવેલ છે. તેમજ 999 વીજ થાંભલા બદલવામાં આવ્યા છે. જેની પાછળ કુલ 31.87 લાખનો ખર્ચ થયેલ છે. તેમજ સામાજીક ન્યાય અને અધિકારીતાના મંત્રીને તા. 31/12/2020 ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોતર સહાય યોજના હેઠળ કેટલી અરજીઓ મળી અને તે પૈકી કેટલી મંજુર અને કેટલી સહાય કરવામાં આવી તેવા પ્રશ્ર્નના જવાબમાં મંત્રીએ જણાવેલ કે કુલ 184 અરજી મળેલ જે પૈકી 177 અરજી મંજુર કરવામાં આવેલ છે જેનું ચુકવણું રૂ. 8,85,000 ચુકવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.