Abtak Media Google News

કોંગ્રેસ અને ડાબેરીઓએ જનતાને (દેશને) લૂંટયા છે. એકે સોનું લૂંટયું તો બીજાએ ચાંદી લૂંટી છે. ચૂંટણી આવે એટલે દેખાડા પૂરતા એકબીજા પર હુમલા કરે છે. પણ બંનેનો ઈરાદો પ્રજાને લૂંટવાનો છે તેમ કેરળના પલ્લકડ ખાતે જાહેયસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના પલકકડ ખાતે જાહેરસભાને સંબોધી હતી આ સભામાં મંચ ઉપર વડાપ્રધાન મોદી સાથે મંચપર મેટ્રોમેન ઈ-શ્રીધરન જોવા મળ્યા હતા.

રેલીને સંબોધતા વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચેમેચ ફિકસીંગ છે. ચૂંટણી આવે એટલે બંને શાબ્દીક દેખાવ પૂરતા એક બીજા પર હુમલા કરતા રહે છે.

તેમણે જણાવ્યું કે પલ્લકકડ સાથે ભાજપનો જૂનો સંબંધ છે હુ આજે અહી ભાજપનું ‘વિઝન’ તમારી સમક્ષ મૂકવા આવ્યો છું અત્યારે રાજકારણમાં પરિવર્તન આવી ગયું છે. કારણ કે પહેલી વખત મતદાન કરનારા યુવાનો એલડીએફ યુડીએફના રાજકારણથી વાજ આવી ગયા છે.એલડીએફ અને યુડીએફ બંને વચ્ચે મેચ ફીકસીંગની જેમ છે. પાંચ વર્ષ એક લૂંટે પછી બીજા પાંચ વર્ષ બીજો લૂંટે છે.

કોંગ્રેસ અને ડાબેરીઓ બંને એકજ છે. યુપીએમાં બંને એક સાથે હતા અને હવે ચૂંટણી આવતા બંને અલગ અલગ થઈ ગયા છે.દેશના રાજકારણને ભ્રષ્ટાચાર, જાતિગત રાજકારણ, ગુનાખોરી, અને વંશવાદે ખરાબ કર્યું છે. કેરળમાં યુડીએફ અને એલડીએફ બંને આ દોષોને આગળ વધારાને મતબેંકનું રાજકારણ રમે છે.

ભાજપમાં વિકાસને આગળ વધારવાની તક મળશે: મોદી

વડાપ્રધાને જણાવ્યું કે ભાજપ કેરળમાં વિકાસનું વિઝન આગળ ધરે છે. જે કામ અને વિકાસમાં વિશ્ર્વાસ આપે છે. એ ભાજપને સાથ આપે છે.રાજકારણમાં કેટલાક લોકો કંઈક મેળવવા આવે છે. પણ મેટ્રોમેન ઈ શ્રીધરને આપી જીંદગી દેશમાટે કામ કર્યું છે. અને હવે જીવનનાં ઉતરાર્ધમાં તેઓ કેરળની સેવા માટે આવ્યાછે. તેઓએ લોકોને પ્રેરણા આપી છે અને આપી રહ્યા છે.ભાજપમાં તમને એવી તક મળશે જે વિકાસને આગળ વધારશે તેમણે જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.