Abtak Media Google News

શહેર જિલ્લામાં કુલ 179ર બેડની વ્યવસ્થા ગોઠવાઈ : હાલ 735 બેડમાં દર્દી સારવાર હેઠળ, 1050 બેડ ખાલી

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવ્યો છે. જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્સર હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કર્યા બાદ હવે આજથી સમરસ હોસ્ટેલમાં કોવિડ સેન્ટર શરૂ કરી દીધું છે. જેથી હવે ર50 બેડ વધીને શહેર અને જિલ્લામાં કુલ 179ર બેડની વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. સામે 1050 બેડ હાલ ખાલી હાલતમાં છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતા જિલ્લા કલેકટર તંત્ર ફરી એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં બેડની સંખ્યા વધારવા માટે તંત્ર દ્વારા પુરજોશમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ કેસો ઘટતા કેન્સર હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ સમરસ હોસ્ટેલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાંથી થોડા દિવસો પૂર્વે જ કેન્સર હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરને પુન:શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં આજથી સમરસ હોસ્ટેલમાં કાર્યરત કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે.હાલની બેડની સ્થિતિ જોઈએ તો પીડિયું હોસ્પિટલમાં 590 બેડ અને ર01 વેન્ટિલેટર છે. જ્યાં હાલ ર10 દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી 380 બેડ ખાલી છે.  ઇએસઆઇએસમાં 41 બેડની વ્યવસ્થા છે. જ્યાં તમામ 41 બેડ ખાલી હાલતમાં છે. કેન્સર હોસ્પિટલમાં 19ર બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. જેમાંથી 50 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. બાકીના 14ર બેડ ખાલી છે. ગોંડલમાં 54 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી 3 બેડ ઉપર દર્દી સારવાર હેઠળ છે. બાકીના 51 બેડ ખાલી છે. જસદણમાં ર4 બેડ ઉપલબ્ધ છે. જેમાંથી 13 બેડ ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 11 બેડ ખાલી હાલતમાં છે. ધોરાજીમાં 35 બેડ છે. 17 બેડ ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે બાકીમાં 18 બેડ ખાલી હાલતમાં છે.

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમા 606 બેડ અને 69 વેન્ટિલેટર છે. જેમાં હાલ 4રર બેડ ઉપર દર્દીઓ સારવાર હેઠળ છે જેથી 184 બેડ ખાલી છે.

વધુમાં આજથી સમરસ હોસ્ટેલ પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં ર50 જેટલા બેડની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત પ્રથમ દિવસથી જ અહીં ર0 જેટલા દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે. આમ જિલ્લામાં 179ર બેડ ઉપલબ્ધ છે. ર70 વેન્ટિલેટર છે. હાલ જિલ્લામાં 735 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમા સારવાર હેઠળ છે. જિલ્લામાં ખાલી બેડની સંખ્યા કુલ 1050 છે.

ગુરૂવારથી એરપોર્ટમાં તમામ મુસાફરોના RT-PCRટેસ્ટ શરૂ

આગામી ગુરૂવારથી રાજકોટ એરપોર્ટમાં તમામ મુસાફરોના RT-PCRટેસ્ટ શરૂ થનાર છે. ગત તા. ર3થી રાજકોટ એરપોર્ટમાં મહારાષ્ટ્રથી આવતી ફ્લાઇટના મુસાફરોના જ RT-PCR ટેસ્ટ કરવામાં આવતા હતા. પણ હવે આગામી તા.1 એપ્રિલને ગુરુવારથી રાજકોટ એરપોર્ટ ઉપર લેન્ડ થતી તમામ ફ્લાઈટના મુસાફરોના RT-PCR ટેસ્ટ શરૂ કરવાની સૂચના મળી છે.

જમીન સંપાદન શાખાના નાયબ મામલતદાર કોરોનાથી સંક્રમિત

જિલ્લા કલેકટર કચેરીની જમીન સંપાદન શાખાના નાયબ મામલતદાર હિમાંશુભાઈ રાવલ કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત ધોરાજીના નાયબ મામલતદાર વત્સલ સાવજ પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લા કલેકટર કચેરીમાં 40 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓને કોરોનાનું સંક્રમણ લાગી ચૂક્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.