Abtak Media Google News

30 કરોડની પડાવવા ખંડણીખોરોએ બિલ્ડરને મહારાષ્ટ્રમાં ગોંધી રાખ્યા’ તા

વલસાડ એસ.પી. રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી વી.એમ. જાડેજા કામગીરીને ગૃહ વિભાગે બિરદાવી

વલસાડના ઉમરગામમાંથી થોડા દિવસો પહેલા બિલ્ડર જીતુ પટેલનું અપહરણ કરી નાસી જનાર સાત આરોપીઓને વલસાડ પોલીસની જાંબાઝ ટીમે મહારાષ્ટ્રમાંથી ઝડપી લિીધા છે. આરોપીઓએ 30 કરોડની માંગણી કરી હતી જોકે ખંડણીની એક પણ રૂપિયાની રકમ આપ્યા વગર અપહૃત બિલ્ડર જીતુ પટેલને મહારાષ્ટ્રથી હેમખેમ લાવવામાં આવ્યા છે. પોલીસની કાબિલ  એ  દાદ કાર્યવાહીથી ખુશ થયેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કામગીરીને બિરદાવી છે. તેમણે પોલીસની પ્રશંસ કરતા એક ટ્વીટ પણ કર્યું છે. વલસાડ એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ ’સાંજ સમાચારને બનાવી અને તપાસની તલ સ્પર્શી વિગત આપી હતી.

વિસ્તૃત વિગત મુજબ ગત તા.22 માર્ચના રોજ વલસાડના ઉમરગામ ખાતે જીતુ પટેલ નામના બિલ્ડરનું અજાણ્યા ઈસમોએ બે હિાઈપીડે કારમાં આવી બંદુકની અણીએ ફીલ્મી ઢબે અપહરણ કર્યું હતું. ઘટના બાદ ગુનેગારોની ઓળખ થઈ શકે તેવા કોઈ નિશાન ગુનેગારો દ્વારા સ્થળ ઉપર છોડવામાં આવ્યા ન હતા.છે તાત્કાલીક જિલ્લા પોલીસ વડા 1 ડો.રાજદિપસિંહ ઝાલા દ્વારા સમગ્ર 1 જિલ્લામાં નાકાબંધી કરવા આદેશ આપયા તે હતા, તેમજ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી તમામ ટીમોને અલગ અલગ દિશામાં તપાસ સોંપવામાં આવી હતી. આ તરફ સુરત રેન્જના વડા 1 ડો.એસ.પી.રાજકુમાર દ્વારા આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ

તા.24માર્ચથી જીતુ પટેલના મોબાઈલ સીમકાર્ડનો ઉપયોગ કરી અપહૃતના પત્નિને વારંવાર ફોન કરી રૂ.30 કરોડની ખંડણી માંગવામાં આવી હતી, તેમજ ખંડણી આપવામાં ન આવેતો અપહતને જાનથી મારી નાંખવાની ધમકી આપેલી. ભોગબનનારના પત્નિ દ્વારા ખંડણીની રકમ ઓછી કરવા વારંવાર વિનંતી કરવા છતાં એક પણ રૂપિયો ઓછો કરવા આરોપીઓ તૈયાર થયા નહતા. ત્યારબાદ આરોપીઓનું પગેરૂ મેળવવા અલગ અલગ રાજ્યોના વિવિધ શહેરોમાં ખાનગી બાતમીદારો તથા  સી.સી.ટી.વી. ફૂટેજનું એનાલીસીસ સહિત ટેકનીકલ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી. આ બનાવના અનુસંધાને સુરત રેન્જના વડા ડો. એસ.પી.રાજકુમાર તથા વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદિપસિંહ ઝાલાએ મુંબઈ ખાતે સતત પોતાનો કેમ્પ કરી દરમિયાન ચોક્કસ બાતમી મળતા તા.29 – 30 માર્ચની મોડી રાત્રી દરમિયાન ભોગબનનાર જીતુ પટેલને મહારાષ્ટ્રના રત્નાગીરી ખાતેથી

ગુનામાં આરોપીઓ દ્વારા ત્રીસ કરોડની માંગણી કરવામાં આવેલ હતી જે પૈકી એક પણ રૂપિયો યુકવ્યા વગર અપહૃત વ્યક્તિને પોલીસ દ્વારા હેમખેમ છોડાવવામાં આવ્યા છે. આ ગુનાહિત કૃત્ય હાલ જેલમાં રહેલા કુખ્યાત અપહરણકર્તા ચંદન સોનાર તથા તેના સાગરીતો જેવા કે, પપ્પુ ચૌધરી ડાઉનલોડ માટે, દિપક ઉર્ફ અરવિંદયાદવ, અજમલ હુસેન અંસારી, અયાઝ, મોબીન ટકલ્યા, ઈરાક મુંઝાવર, તથા જીતનેશ કુમાર ઉર્ફે બબલુકુમાર યાદવ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં બિલ્ડરની વારંવાર રેકી કરી સંપૂર્ણ આયોજનબધ્ધ રીતે ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું.

આ ગેંગ દેશમાં અપહરણનું નેટવર્ક ચલાવે છે. ચંદન સોનાર તથા પપ્પ ચૌધરીએ વર્ષ 2013ના અંત ભાગમાં ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટના બિઝનેસમેન અનેધોરાજી મેમણ સમાજના અગ્રણી હનીફભાઈ હિંગોરાના પુત્ર સોહેલનું દમણથી અપહરણ થયું હતું. તે ઉપરાંત રાયપુર (છત્તીસગઢ) ખાતે પ્રવિણ સોમાણી અપહરણ કેસમાં પણ પપ્પ ચૌધરી તથા અરવિંદ નાસતા ફરતા આરોપી છે, હિંગોરા કેસમાં પપુચૌધરી બે વર્ષ લાજપોર જેલમાં રહ્યો હતો, જેલમાંથી છુટયા બાદ ફરીથી અપહરણના ગુનાઓ કરવાનું ચાલુ કર્યું હતું. ઝડપાયેલા આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, બે મેગઝીન, 8 મોબાઈલ ફોન, સીમકાર્ડ, રોકડ રકમ, ગુનામાં ઉપયોગ લેવાયેલી બે કાર, 6 બનાવટી નંબર પ્લેટ, બોગસ આધાર કાર્ડ જેવા પુરાવા કજે કરાયા હતા, આકરી પૂછપરછમાં રીઢા ગુનેગારોએ જણાવ્યું હતું કે, અપહરણમાં ઉપયોગ લેવાયેલી હોન્ડા સીટી તથા ફોર્ચ્યુનર કાર દિલ્હીથી ચોરી કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.