Abtak Media Google News

કચ્છમાં 4થી 5 આતંકવાદી ઘૂસ્યા હોવાની માહિતી મળતાં સમગ્ર વિસ્તારમાં અલર્ટ કરી દેવામાં આવ્યું છે. પાકિસ્તાની આતંકવાદીઓ ગુજરાત બોર્ડર થઈને અંદર આવ્યા હોવાના ઈનપુટ મળ્યાં છે, જેને પગલે કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે. SOGની પાંચ ટૂકડી સહિત સ્થાનિક પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે તાત્કાલિક અસરથી વાહન ચેકિંગ અને શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

નેવી અને કોસ્ટગાર્ડને પણ અલર્ટ કરાયા
ગણેશોત્સવ પર્વના શુભારંભ આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગુજરાતમાં ચારથી પાંચ આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના ઈનપુટ મળતાં સમગ્ર ગુજરાતના પોલીસ તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય એજન્સીમાંથી મળેલા ઈન્ટેલિજન્સના પગલે કચ્છ સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડના જવાનોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કચ્છ પોલીસ દ્વારા સરહદી ગામો અને વિસ્તારોમાં ગત રાત્રિથી ઠેર ઠેર નાકાબંધી કરી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.