Abtak Media Google News

હિન્દી સિનેમામાં કેટલી ફિલ્મો એવી છે જે લોકોને ખુબ પસંદ આવી છે. રોજિંદી જિંદગીમાં લોકો તે ફિલ્મોના ડાઇલોગ, કેરેક્ટર યાદ કરે છે. જેમ કે હેરાફેરી, ફિરહેરાફેરી, હાઉસફૂલ, ધમાલ, ગોલમાલ સિરીઝ અને બીજી અન્ય ફિલ્મો. આ બધી ફિલ્મોમાં નિભાવેલ યાદદાર કિરદારો, જે લોકોને પેટ પકડી હસાવે, રડાવે, મજા કરાવે અને વ્યસ્ત ઝીંદગીમાં થોડી પળો યાદગાર બનાવે. આજે આપણે વાત કરીશુ એવાજ એક કોમેડી કિંગ ગણાતા અભિનેતા જોની લીવરની.

Jony Vache
13 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો

જોની લીવર તરીકે દુનિયા આજે જે કલાકારને ઓળખે છે, તેનું સાચું નામ જોની રાવ છે. જોની રાવનો જન્મ 14 ઓગસ્ટ 1957માં મુંબઈમાં થયો હતો. એક સમયે જોનીના પરિવારની આર્થિક હાલત એટલી ખરાબ હતી કે એ લોકોને મુંબઈની ઝૂંપડપટ્ટી “ધારાવીમાં” રેવા જવું પડ્યું. પરિવારની આર્થિક હાલત ખરાબ હોવાના કારણે જોની સ્કૂલ અભ્યાસ સાથે નાના-મોટા કામો કરી રૂપિયા કમાતા હતા. એક સમય એવો આવીયો કે રાવના પિતા કમાણીના બધા રૂપિયાનો દારૂ પી જતા અને પછી બધા સાથે લડાઈ-ઝઘડા કરતા. આ વાત એ લેવલ પર આવી ગઈ કે જોની ઝીંદગીથી કંટાળી ગયા, રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા પોહચી ગયા. સામેથી ટ્રેન આવતી હતી, જોનીની ઝીંદગી અને મોત વચ્ચે થોડું જ અંતર હતું એટલામાં જોનીને પરિવારનો વિચાર આવ્યો અને ઝીંદગીના પ્લેટફોર્મ પર પાછા ફર્યા. તે સમયે જોનીની ઉંમર ફક્ત 13 વર્ષની હતી.

Screenshot 1 7
રસ્તા પર પેન વહેચતા પોતાની કૉમેડી કળા નિખારી

નાની ઉંમરમાં રાવએ દુનિયાની હક્કીકત જાણી લીધી હતી. સાત ધોરણ અભ્યાસ કર્યા પછી ભણતરને અલવિદા કહી રૂપિયા કમાવા લાગ્યા. શરૂઆતમાં કોઈના ઘરે ફંક્શન હોય ત્યારે એન્ટરટેન્મેન્ટ માટે ડાન્સ-કોમેડી અથવા ફિલ્મી સ્ટારની મિમિક્રી કરતા. આ બધું કર્યા પછી રોજના એક-બે રૂપિયા મળતા. જોનીની કોમેડી અને મિમિક્રી વારી સફરમાં એમના પહેલા ગુરુ બનીયાં પ્રતાપ જાની અને રામ કુમાર, પણ આ ગુરુ-ચેલાની જોડી બહુ લાંબો સમય ના ચાલી. એક દિવસ જોનીને એક ભાઈએ પેન વેચવાનું કામ આપીયું, જેમાં રોડ પર ઉભી પેન વેચવાની. એના પછી સતત ત્રણ મહિના સુધી જોની રોડ પર ઉભી પેન વેંચતા હતા. આ કામથી એની કૉમેડી અને મિમિક્રી કળાને ખુબ નિખાર મળ્યો. જે લોકો પેન ખરીદવા આવતા, જોની એની સામે કોઈ સુપર સ્ટારની મિમિક્રી કરતા અને પેટ પકડીએ લોકોને હસાવતા. રાવનો પેન વેચવાનો ધંધો એટલો સફળ રહ્યો કે જે માણસે જોનીને આ ધંધામાં ઉતારિયો હતો તેનો ધંધો બંધ થઈ ગયો. હવે બધા લોકો જોની પાસેથી પેન ખરીદતા.

જોની રાવ માંથી જોની લીવર બન્યા

ધીરે ધીરે જોની સ્ટેજ શો કરતા થયા, પણ તેના પરિવારની ઈચ્છા હતી કે તે કોઈ નોકરી કરે. 18 વર્ષની ઉંમરમાં પિતા પ્રકાશ રાવએ જોનીને પોતાની સાથે હિન્દુસ્તાન લીવરમાં નોકરી પર લગાડ્યો. આ નોકરી વાઇટ કોલોર જોબ નહીં પણ મજૂરીકામ વારી હતી. જેમાં જોની સાબુની પેટીઓ એક જગ્યા એથી બીજી જગ્યા પર લઈ જવાનું કામ કરતો. આ નોકરીમાં જોનીનું દિલ ના લાગ્યું, તે નોકરીમાંથી સમય કાઢી સ્ટેજ શૉ કરવા નીકળી પડતો. નોકરીમાં ફક્ત તેને થોડા રૂપિયા મળતા જયારે શૉમાં રૂપિયા સાથે લોકો તેની કૉમેડી અને મિમિક્રીના વખાણ કરતા. ધીરે ધીરે સ્ટેજ શૉથી જોનીની ઈજ્જત વધવા લાગી. એક સમયે જોનીએ નોકરી છોડી કૉમેડી પર ફોકસ કરવાનું વિચારીયું, પણ પરિવારના દબાણને કારણે જોની નોકરી મૂકી ના શક્યા.

Jony 222
એક દિવસ જોની નોકરી બંક કરી શન્મુખાનંદ ઓડિટોરિયમમાં સ્ટેજ શૉ કરવા ગયા. આ વાતની જાણ પિતા પ્રકાશ રાવને થતા એ ગુસ્સામાં રબરનો પાઇપ ઉપાડી ઓડિટોરિયમમાં ગયા. જોની ત્યારે સ્ટેજ પર કૉમેડી કરતા હતા અને આખું ઓડિટોરિયમ પેટ પકડી હસતું હતું. આ માહોલ જોઈ રાવના પિતાનો ગુસ્સો ઠંડો થઈ ગયો. એના પછી જોનીના સ્ટેજ શૉ પર પિતા પ્રકાશ રાવએ પાબંદી ઓછી કરી દીધી. એક દિવસ હિન્દુસ્તાન લીવરમાં એક ફંક્શન ચાલી રહ્યું હતું.જેમાં જોનીને પરફોર્મ કરવાનો મોકો મળ્યો. કોઈનું પણ નામ લીધા વગર રાવએ બધા સ્ટાફ મેમ્બરની મિમિક્રી કરી. ત્યારે જોનીના ખુબ વખાણ થયા. તેમના શૉ પછી, યુનિયન લીડર સુરેશ ભોંસલે તેમની પાસે આવ્યા અને કહ્યું, “આજ તુને પુરે લીવરકી બઝા ડાલી, આજસે તેરા નામ જોની લીવર.” અને આ કિસ્સા પછી કંપનીમાં બધા એને જોની લીવર તરીકે બોલવતા.

સ્ટેજ શોથી લઈ ફિલ્મી દુનિયા સુધીની સફર

હિન્દુસ્તાન લીવરમાં 6 વર્ષ કામ કર્યા પછી તેણે કંપની છોડી દીધી. તે ફુલ ટાઈમ સ્ટેન્ડ અપ કોમેડિયન બની ગયા. થોડા જ સમયમાં જોની સોનુ નિગમના પિતા આગમકુમાર નિગમના શૉમાં પરફોર્મ કરવા લાગ્યા. ધીરે ધીરે જોની લીવરના નામની ચર્ચા વધવા લાગી. એ સમયની પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટરની જોડી કલ્યાણજી-આનંદજીએ જોનીને પોતાની સાથે કામ કરવા બોલાવ્યા. કલ્યાણજી-આનંદજી સાથે જોનીવિશ્વના ઘણા બધા દેશમાં સ્ટેજ શૉ કર્યા. જેના માટે જોનીને એક શૉના 30 રૂપિયા મળતા. પોતાના એક ઇન્ટરવ્યુમાં જોનીએ કહ્યું છે કે તેણે સ્ટેજ પર સૌપ્રથમ અશોક કુમારની મિમિક્રી કરી હતી. પરંતુ લોકો જોનીની શત્રુઘ્ન સિંહાની નકલ ખૂબ પસંદ કરતા.

હવે છુપાવવા માટે કંઈ જ નહોતું, તેથી જોની લિવરે સ્ટેજ પરફોર્મન્સની શરૂઆત કરી. હિન્દુસ્તાન લીવરમાં 6 વર્ષ કામ કર્યા પછી તેણે કંપની છોડી દીધી. હવે તે ફુલ ટાઇમ સ્ટેન્ડ અપ કોમિક બની ગયો. શરૂઆતમાં, તે નાના ગાયકોના શોમાં ક comeમેડી કરતો હતો. આ પછી, જોની સોનુ નિગમના પિતા આગમકુમાર નિગમના શોમાં પરફોર્મ કરવા લાગ્યા. ધીરે ધીરે, જોની લિવરના નામની ચર્ચા વધતી ગઈ. કલ્યાણ જી જેવી પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટરની જોડી – આનંદજીએ તેમની સાથે જોની ઉમેર્યા. હવે જોની ઇન્ડિયા સહિત વિશ્વના ઘણા ભાગોમાં સંગીત દિગ્દર્શક જોડીએ સાથે પર્ફોમન્સ આપ્યું. ત્યારે જોનીને સ્ટેજ શો માટે 30 રૂપિયા મળતા હતા. જોની મોટાભાગના કિસ્સાઓમાં તારાઓની નકલ કરતી.


એકવાર કલ્યાણજી-આનંદજીનો શો શરૂ થવાનો હતો. તે જ સમયે, શત્રુઘ્ન સિંહા ત્યાં પહોંચ્યા. તેણે કહ્યું કે તે અહીં ફક્ત જોની લિવરને જોવા આવ્યા છે. જોનીએ આ વાત સાંભળી ત્યારે તે ડરી ગયા અને થયું કે શત્રુઘ્ન સિંહા એની મિમિક્રીથી નારાઝ ના થઈ જાય. શત્રુઘ્ન સિંહાએ તેમને પોતાને નકલ કરવા કહ્યું. જોની ઉભો થયો અને ત્યાંથી ચાલવા લાગ્યો. થોડે દૂર ગયા પછી, તે શત્રુઘ્ન સિંહાની સ્ટાઇલમાં પાછો ફર્યો. તેના અવાજમાં સંવાદ બોલો, તેને જેવી એકટિંગ કરે. શત્રુઘ્ન સિંહા તેમનાથી પ્રભાવિત થયા અને જોનીના ખુબ વખાણ કર્યા. આ પછી સુનીલ દત્તે જોનીને સ્ટેજ પર પરફોર્મ કરતા જોયો. તેઓ તેમનાથી ખુબ પ્રભાવિત થયા. તે દિવસોમાં સુનીલ દત્ત ‘દર્દ કા રિશ્તા’ નામની ફિલ્મ બનાવતા હતા. તેમાં તેણે જોની લિવરને કાસ્ટ કર્યા. 1982 માં આવેલી ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’થી જોનીએ ફિલ્મી કરિયરની શરૂઆત કરી.

હિન્દી સિનેમામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી

જોનીની ફિલ્મી કરિયરની શરૂઆત ‘દર્દ કા રિશ્તા’ થી થઈ હતી, પરંતુ તેના ફિલ્મી કરિયરને સફળ ના બનાવી શકી. 1986 માં આવેલી ફિલ્મ, ‘લવ 86’ માં જોનીનું કામ નોટિસ થયું. પરંતુ હજી પણ કંઇ મોટો રોલ ના મળ્યો. આ સમય દરમિયાન, જોની ‘જલવા’, ‘તેઝાબ’, ‘જાદુગર’, ‘ચલબાઝ’, ‘નરસિંહ’ અને ‘ખિલાડી’ જેવી ફિલ્મોમાં કૉમેડી કરી. પરંતુ 1993 માં શાહરૂખ ખાનની ફિલ્મ બાઝીગર પછી એની કિસ્મત ચમકી. આ ફિલ્મમાં જોનીને એક ભુલક્કડ માણસની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં દિનેશ હિંગુ સાથેનો ચા પીધા વિનાનો તેમનો સીન ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ રસપ્રદ વાત એ છે કે જોનીને આ પાત્ર વિશે કોઈ કહાની કે ડાઇલોગ મળ્યા ના હતા. ‘બાઝીગર’ના ડિરેક્ટર અબ્બાસ-મસ્તાને જોનીને ફિલ્મમાં પોતાના કેરેક્ટર વિશે પૂછ્યું હતું કે,

“એક ભુલક્કડ અને બીજો બહેરો આ બંને રોલ છે એમાં થી તમે શું કરવાનું પસંદ કરશો.”

જવાબમાં જોનીએ કહ્યું-

‘ભુલક્કડ બનવું મારા માટે અઘરું છે, તેથી હું ભુલક્કડનો રોલ કરીશ’

‘બાઝીગર’માં ફક્ત જોનીના ભુલક્કડ વારા પાત્રને લગતી આટલી જ વાતચીત છે. આ ફિલ્મમાં તમે જે બધું જુઓ છો તે જોનીએ પોતાની રીતે ઉભું કરેલું છે, તેને કોઈ સીન કે ડાઈલોગ આપવામાં આવ્યો ના હતો. ‘અનારકલીનો ફોન આવ્યો. ‘આઈસ્ક્રીમ ફૂડ આવશ્યક છે’ નો આ આખો સિક્વન્સ શૂટિંગ દરમિયાન જોનીએ જાતે બનાવ્યો હતો. ફિલ્મનું શૂટિંગતો પૂરું થઈ ગયું પણ પ્રોબ્લેમ ડબિંગમાં આવ્યો . ‘બાઝીગર’ નાં ડબિંગ દરમિયાન, જોનીના એક પણ ડાઈલોગ ક્યાંય પણ લખાયા ના હતા અને તે જોનીને યાદ પણ ના હતા. તેથી તેઓએ શૂટિંગના ફૂટેજ જોઈ તેનો અવાજ સાંભળી ડબ કર્યું.

6432A531Ad371D526A95514C314B35D5
ફિલ્મ ‘અનારી નંબર 1’માં, જોનીએ દલેર મહેંદીથી પ્રેરિત એક પાત્ર ભજવ્યું હતું. તે વિચાર જોનીનો હતો. તેમણે રોલ નિભાવ માટે એક ટેપ રેકોર્ડરની માંગણી કરી હતી, જેમાં ‘તુનાક તુનક’ ગીત ચાલતું હોય. જોની આવી રીતે કામ કરતા અને બધાને તેનું કામ પસંદ પડતું. થોડા સમયમાં, ફિલ્મ નિર્માતાઓએ જોની લિવર માટે સીન, ડાઈલોગ લખતા નહીં. તેઓએ વિચાર્યું કે જોની પોતાના માટે કંઈક નવું ગોતી લેશે. ઘણી વખત ડિરેક્ટરને પણ ખબર નહોતી કે જોની શું કરવાનો છે. આ પ્રક્રિયા દ્વારા જોની એક દિવસમાં પાંચ ફિલ્મોનું શૂટિંગ કરતો હતો. કારણ કે તેના પાત્રને ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવા-દેવા નહોતા. જોનીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે આખી ફિલ્મની સ્ક્રીપ્ટ ક્યારેય સાંભળી નથી. તે ફક્ત તેનો ભાગ શૂટ કરે, અને પછી ફિલ્મ નિર્માતાઓ વાર્તા સાથે તેને જોડી દે. જયારે તે ફિલ્મ લોકો સુધી પોહ્ચેતો બધાને જોની લીવરનું કામ પસંદ આવે છે. આવી રીતે જોન રાવએ હિન્દી સિનેમામાં જોની લીવર બની એક આગવી ઓળખ ઉભી કરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.