Abtak Media Google News

રાજકોટને રૂ. ર7.89 કરોડ, જામનગરને રૂ. 12.34 કરોડ, જૂનાગઢને રૂ. 6.47 કરોડ અને ભાવનગરને રૂ. 13 કરોડની ફાળવણી

ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપ સરકાર દ્વારા સર્વાગિ વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટ સીટી બની રહ્યા છે. ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની આઠ મહાનગરપાલિકા માટે સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજનાના કામો માટે રૂ. 311 કરોડની ફાળવણી કરવામાં આવેલ.

આ અંતર્ગત વધુ માહીતી આપતા ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા રાજયમાં સૌનો સાથ, સૌના વિકાસની સાથે સર્વાગી વિકાસ થાય છે તે માટે અનેકવિધ યોજનાઓની સાથો સાથ સુવિધાઓના કાર્યો વેગવંતા બનાવવામાં આવેલ છે. અને રાજય સરકારની અનેક વિધ જનહીતકારી અને જનકલ્યાણકારી યોજનાઓ નો જન-જન ને સાક્ષાત્મક થયો છે અને સંકલ્પીત કાર્યોને ઝડપથી પૂર્ણ કરીને રાજય સરકારે લક્ષ્યસિઘ્ધિ હાંસલ કરી છે અને રાજયના નાગરીકોની સુખાકારી વધી છે. ત્યારે વિજયભાઇ રૂપાણીના કુશળ અને દિર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ હેઠળ પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના ચાર આધાર સ્તંભના આધાર પર ગુજરાતે જન-જન ના વિકાસની ઇમારત ચણી છે. ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને સમયાંતરે ગ્રાન્ટની ફાળવણી કરી લધુતમ સાધનોનો મહતમ ઉપયોગ થાય અને નાગરીકોના આરોગ્ય, પરિવહન, જાહેર સફાઇ, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા જેવી બાબતોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા લોકોને પ્રાથમિક સુવિધાઓથી લઇ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ પ્રાપ્ત થાય અને શહેરોમાં નવા માર્ગોનું નિર્માણ, ટ્રાફીક સમસ્યાને પહોચી વળવા રસ્તાઓ પહોળા કરવા, ફુટપાથ સહીત નવા માર્ગો  બનાવવા અને સડકો નમુનારુપ બને તેમજ આંતર માળખાકીય સુવિધાઓને વધુ વેગ આપવા માટે રાજયની 8 મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત રૂ. 311 કરોડની ગ્રાન્ટની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં 8 મહાનગરપાલિકાઓ જેમાં અમદાવાદ  મહાનગરપાલિકાને રૂ. 11પ.2580 કરોડ સુરત મહાનગરપાલિકાને રૂ. 94.0811 કરોડ,  વડોદરા મહાનગરપાલિકા ને રૂ. 3પ.2660 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. 27.8985 કરોડ, ભાવનગર મહાનગરપાલિકાને રૂ. 13.0281 કરોડ, જામનગર મહાનગરપાલિકાને રૂ. 12.3475 કરોડ, જુનાગઢ મહાનગરપાલિકાને રૂ. 06.4708 કરોડ, ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 06.6540 કરોડ સહીત કુલ રૂ. 311 કરોડની ચુકવણી કરવામાં આવી હતી.

ત્યારે અંતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના માઘ્યમથી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિકાસ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના ગ્રાન્ટ ફાળવી રાજય સરકારે સ્વર્ણીય સિઘ્ધીઓ હાંસલ કરવાનો પ્રયાસ કરેલ છે.

ત્યારે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તેની જવાબદારી જનપ્રતિનિધિ તરીકે આપણી સૌની બને છે. ત્યારે ગુજરાતની નગરપાલિકાઓને સમૃઘ્ધ બનાવી ગુજરાતની વિકાસ યાત્રા આગળ ધપાવવાની ભાજપ સરકારની નેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.