Abtak Media Google News

એવુ કહેવામાં આવે છે કે જો તમને હેડકી આવે તો સમજો કોઇ તમને યાદ કરી રહ્યું છે. પણ વાસ્તવમાં આમ નથી હોતું  એકાએક વાતાવરણ બદલાય, કંઇક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, કંઇક ગરમ ખાધા પછી ઠંડુ ખાવામાં આવે, સિગરેટ ખાવાની આદત હોય અથવા તો વધારે પડતુ ટેન્શન લેવાથી પણ હેડકી આવે છે. હેડકી આવે તો આ ઉ૫ાય અજમાવો. સેક્ધડોમાં બંધ થઇ જશે.

મધ :

એક થિયરી પ્રમાણે હેડકી આવે ત્યારે એક ચમચી મધ અસકારક સાબિત થાય છે. એકાએક મળનારી મધથી મિઠાસથી શરીરની નર્વ્સ બેલેન્સ થઇ જાય છે.

ઠંડુ પાણી :

હેડકી આવે તો એક ગ્લાસ ભરીને ઠંડુ પાણી પી જાઓ. અમુક લોકો તો એમ પણ કહે છે કે પાણી પીતી વખતે નાક પણ બંધ કરવુ જોઇએ.

પીનટ બટર :

પીનટ બટર ખાવાથી પણ હેડકી દૂર થાય છે. જ્યારે પીનટ બટર તમારા દાંત અને જીભથી અન્નનળીમાં જાય છે. તો તેનાથી શ્ર્વાસ લેવાની પ્રક્રિયા પણ પ્રભાવિત થાય છે. જેનાથી હેડકી રોકાઇ જાય છે.

શ્ર્વાસ રોકો :

જ્યારે હેડકી આવે ત્યારે થોડા સમય (સેક્ધડોમાં) માટે શ્ર્વાસ રોકી લેવા જોઇએ. આ ઘણા જુનો નુસ્ખો છે. એનાથી હેડકી રોકવામાં મદદ‚પ બને છે.

આઇસ બેગ :

હેડકી આવે ત્યારે ગળા પર આઇસબેગ અથવા ઠંડા પાણીમાં પલાળેલું કપડું રાખો તો ફાયદો થાય છે.

મોઢામાં આંગળી :

બની શકે છે.. આ રીત ગમે નહી પણ આંગળી મોઢામાં મુકવાથી પણ હેડકી બંધ થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.