Abtak Media Google News

આઈપીએલ-14: નવા કેટલા “સીતારા” આપશે!!! 

ડી વિલીયર્સની તોફાની ઈનીંગ અને હર્ષલ પટેલની બોલીંગે આરસીબીને પ્રથમ મેચમાં જ જીત અપાવી 

આઈપીએલ 2021ના પ્રથમ મેચમાં જ રસાકસી ભર્યો જંગ જામ્યો હતો. રોયલ ચેલેન્જ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ મેચમાં બે વિકેટે જીત મેળવી લીધી છે. મુંબઈએ આપેલા 160 રનના લક્ષ્યાંકને બેંગ્લોરે 8 વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ખાસ તો હવે આઈપીએલ-14 નવા બેટ્સમેન અને બોલરો સહિતના કેટલા સીતારા આપશે તે જોવાનું રહેશે. કેમ કે પ્રથમ મેચમાં જ ગુજરાતના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે મુંબઈ ઈન્ડિયન્સની 5 વિકેટ ઝડપી હતી અને હર્ષલ પટેલે ઈનીંગની છેલ્લી ઓવરમાં જ મુંબઈના 3 બેટ્સમેનોને આઉટ કરી પેવેલીયન ભેગા કર્યા હતા તો શું હવે હર્ષલ પટેલ ટી-20 ડેથ ઓવરનો બોલર બની ગયો છે !

પહેલી બેટીંગ કરતા મુંબઈની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 159 રન કર્યા હતા. મુંબઈના ઓપનર કિશલીન 1 રને અડધી સદી ચૂક્યો હતો તો સૂર્યકુમાર યાદવે 31 અને ઈશાન કિશને 28 રન કર્યા હતા. બેંગ્લોર માટે હર્ષલ પટેલે 5 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો તો એક સમયે એક તરફી દેખાતી મેચે મુંબઈ ફરી મેચમાં આવ્યું હતું પરંતુ એબીડી વિલીયર્સે તોફાની ઈનીંગ રમતા મેચ ફરી બેંગ્લોર તરફ લાવી દીધો હતો અને બેંગ્લોરને જીત અપાવી હતી. ડી વીલીયર્સે બોલ્ટની 18મી ઓવરમાં આક્રમક 15 રન તો ત્યારબાદ બુમરાહની 19મી ઓવરમાં 12 રન કરી મેચ બેંગ્લોરના પક્ષમાં લાવી દીધી હતી. જો કે તે અંતિમ ઓવરમાં 48 રનના સ્કોરમાં રન આઉટ થયો હતો. ડી વીલીયર્સે 27 બોલમાં આક્રમક 48 રનની ઈનીંગ રમી મેન ઓફ ધ મેચ બની ગયો હતો. બેંગ્લોરની ટીમે થ્રીલર મેચમાં અંતિમ બોલે ટાર્ગેટ ચેસ કર્યો હતો.

કોહલીએ મેચ બાદ જણાવ્યું હતું કે, હર્ષલને દિલ્હી કેપીટલ પાસેથી ટ્રેડમાં લીધો તેની પોતાની જવાબદારી ખબર છે અને પોતાના પ્લાન્સ જાણે છે. ગઈકાલે તે બન્ને ટીમનું અંતર હતો તે આ સીઝનમાં અમારા માટે ડેથ બોલર તરીકે ફરજ નિભાવશે. જ્યારે પ્લેયરને પોતાના રોલ ખબર હોય ત્યારે કેપ્ટનનું કામ સરળ થઈ જાય છે. હર્ષલે આજે એ ક્લિયારીટી સાથે મેદાનમાં ઉતર્યો હતો.

હર્ષલ પટેલ મુંબઈ વિરુધ્ધ અગાઉ શ્રેષ્ઠ દેખાવ રોહિત શર્માનો હતો. રોહિતે 2009માં ડેકન ચાર્જસ વતી રમતા મુંબઈ સામે 6 રન આપી 4 વિકેટ લીધી હતી. હર્ષલે ત્રીજો શ્રેષ્ઠ બોલીંગ દેખાવ કર્યો છે. તેણે 27 રન આપી 5 વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.