Abtak Media Google News

ગોંડલ શહેરથી 36 કિમિ દૂર આવેલ તાલુકા કક્ષાના 12000 ની વસ્તી ધરાવતા દેરડી કુંભાજી ગામ માં છેલ્લા પંદર દિવસમાં કોરોના ના 400 થી વધુ કેસ નોંધાઈ જવા પામ્યા છે અને કોરોના એ 15 થી વધુ લોકોનો ભોગ લીધો હોય સ્વૈચ્છીક લોકડાઉન અને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવું જરૂરી થઈ ગયું છે.

તાલુકા પંચાયતના સદસ્ય ચિરાગભાઈ ગોલ એ જણાવ્યું હતું કે કોરોના ના કારણે છેલ્લા પંદર દિવસ માં દેરડી કુંભાજી ગામની હાલત અતિ બદતર થઈ જવા પામી છે ગામના સ્વજન નટવરલાલ વંડરા ઉ.વ. 80, ગાંડુંભાઇ ટાઢાણી, રસિકભાઈ ડોંગા ઉ.વ. 72, ભીખાભાઇ ગોલ, શોભનાબેન વરણાગર ઉ.વ. 58 તેમજ શિવલાલભાઈ ડોંગા ઉ.વ. 80 સહિતના લોકો કોરોના ના કારણે આપણી વચ્ચે રહ્યા નથી, 400 થી વધુ કોરોના ના કેસ નોંધાયા છે દર્દીઓ ગામ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિતના ગામોમાં સારવાર લઈ રહ્યા છે દર્દી અને તેમના પરિવાર ની હાલત કફોડી બની છે તો ચિરાગભાઈ ગોલ, સરપંચ શૈલેષભાઇ ખાતરા ગામના આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે લોકો સ્વૈચ્છીક લોકડાઉન નું પાલન કરે, માસ્ક પહેરે, સરકારી ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે જેના થાકીજ કોરોના ને માત આપી શકાશે તેવું અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.