Abtak Media Google News

લોકડાઉન કોરોનાનો ઈલાજ નથી રાજ્યમાં લોકડાઉનની કોઈ જરૂર ન હોવાનો મુખ્યમંત્રીનો એકરાર 

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોના ની નવી લહેર મ નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા માં વિસ્ફોટ વધારો થઈ રહ્યો છે તેવી પરિસ્થિતિ રાજ્યમાં સરકારની કાર્યવાહી અને વ્યવસ્થાપન ની સાથે સાથે આગામી દિવસોમાં  લોક ડાઉન આવી પડશે કે કેમ તેના સંદેહ ભર્યા વાતાવરણ વચ્ચે આજેમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સરકારની કોરોના અંગેની નીતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોરોના નો સંપૂર્ણ ઈલાજ લોક ડાઉનગણી શકાય નહીં ગુજરાતમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શક્ય તમામ પગલાં લેવાઈ રહ્યા છે અને ગુજરાતમાં લોક ડાઉન ની કોઈ જરૂરિયાત ન હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

રાજ્યમાં અગાઉની જેમ જ હવે ફરીથી લોક ડાઉન ની જરૂરિયાત છે કે કેમ? તેવા પ્રશ્નોમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે અગાઉ કરતા અત્યારે વાત અને પરિસ્થિતિ અલગ છે પ્રથમ વાયરામાં આ બીમારીની ઓળખ અને ઈલાજ અંગેની કોઈ માહિતી હતી નહીં હવે તો દવાની સાથે સાથે આપણી પાસે એક વર્ષનો અનુભવ છે હવે આપણે સંક્રમણની તીવ્રતા અને ભવિષ્યમાં આ રોગ ચાલુ રહેવા સ્તરે પહોંચે તેની હનુમાન અને અંદાજ લગાવીને આયોજન કરી શકીએ છીએ આ બીમારીનો ઈલાજ પણ એ લો ડાઉન નથી ગુજરાતમાં અત્યારની પરિસ્થિતિ કે લોક ડાઉન ની જરૂર નથી રાતના કરફ્યુ અને કચેરીઓમાં 50% નામેકઅપ સહિતની વ્યવસ્થાના કારણે રાજ્યમાં હવે લોક ડાઉન ની જરૂર નથી.

ચૂંટણીના કારણે આ બીમારી માંવધુ ઉથલોઆવ્યુ હોવાના પ્રકરણમાં વિજયભાઇએ જણાવ્યું હતું કે ચૂંટણી થી બીમારી ફેલાઈ હોવાના વાતમાં તથ્ય નથી અત્યારે તો જ્યાં ચૂંટણી નથી તેવા રાજ્યોમાં પણ આ બીમારી નું સંક્રમણ વધ્યું છે એટલે ચૂંટણીના કારણે રોગ ફેલાયો એવું માનવાને કોઈ કારણ નથી. ઇન્જેક્શન ના કાળા બજાર અને પરિસ્થિતિ અંગે સરકાર શું કરી રહી છે તેના જવાબમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ હોય એટલે ઇન્જેક્શન લેવું ,શહીદની માન્યતાઓ સામે તેમણે જણાવ્યું હતું કે તબીબો ની સુચના મુજબ ગંભીર દર્દીઓ અને દાખલ દર્દીઓને ઇન્જેક્શન પૂરતી પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકારી ની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ જરૂરીયાત મંદ દર્દીઓ ને ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા માં સરકારે કોઈપણ જાતની કચાશ રાખી નથી સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ઇન્જેક્શન ના વિ ત્રણ અંગે ના પ્રશ્નો માં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ હે સેવા ના ધોરણે જે સ્ત્રોતમાંથી ઇન્જેક્શનો મળ્યા ત્યાંથી એકઠા કરીને વિનામૂલ્યે ચેરિટીના ધોરણેગરીબ જરૂરિયાત મંદોને મળે તેવો પ્રયાસ કર્યો હતો સરકાર અત્યારે ટેસ્ટિંગ ડ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ત્રીપલ રણનીતિ મુજબ આગળ વધી રહી છે અને રાજ્યમાં સ્થિતિને કાબુમાં લેવા માટે નિયમો ને કડક કર્યા છે આગામી દિવસોમાં કોરોના નો કેસ વધે તો તેને કેવી રીતે કાબૂમાં લેવા તેની રણનીતિ પર સરકાર આગળ વધી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં દરેક પોઝિટિવ દર્દીઓ માટે ઇન્જેક્શનની જરૂરિયાત નથી જરૂરિયાત મંદ દર્દીઓ માટે ઈન્જેકશન નો વપરાશ થવો જોઈએ.

લોકડાઉન એ કોરોના નું સમાધાન નથી ગુજરાતમાં લોકડાઉન નહીં થાય ઓફિસોમાં 50 ટકા સ્ટાફ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે જાન હે જહાં ભી એ, કોરોનાના ટેસ્ટિંગ માં અગાઉ વાર લાગતી હતી સેમ્પલ મોકલવામાં આવતા હતા હવે ઘરઆંગણે વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે દરરોજ દોઢ લાખ થાય છે જિલ્લાઓમાં લેબની સંખ્યા વધારી દેવામાં આવી છે ખાનગી લેબ ને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એક સાથે 20 એમબી લેશો અને દર્દીઓ માટે બેડની કોઈ કમી નહીં રહે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં રાજકીય વાતચીત કરવી ઉચિત નથી આવનાર અમુક દિવસોમાં કેસ વધે તેવી સંભાવના ને પગલે સરકાર કોઈના ઇલાજમાં કમી નહીં રાખે દોઢ લાખથી વધુ ડોક્ટર ઓર નર્સ સેવામાં જોડાઇ ચૂક્યા છે કોરોના થી ડરવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે લોકો રસી અવશ્ય લે ગયા વર્ષે તો આપણી પાસે રસી પણ ન હતી અત્યારે ભારત ની રસી સમગ્ર વિશ્વ માટે સંજીવની બની રહી છે ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતના લોકોને કોરોના થી ડરવાની જરૂર નથી ગુજરાત સરકાર દરેક દર્દીની સારવાર કરવા માટે સક્ષમ છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના સંક્રમણના આકારમાં દરેક વ્યક્તિ પરિવારે સાવચેતી રાખવી અને રસી લેવા માં સુખ ન રાખવાની અપીલ કરી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના ની સારવાર ની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે હું ભરોસો આપું છું કે કોઈ ની સારવાર માં કચાસ નહીં રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.