Abtak Media Google News

હાલ, આજના સિનેમા જગતમાં ગુજરાતી ફિલ્મો, નાટકો અને વેબસિરિઝની લોકપ્રિયતા ખૂબ વધતી જઈ રહી છે. ગુજરાતી ફિલ્મો પણ હિન્દી ફિલ્મો સમોવડી બની છે. જેની લોકપ્રિયતામાં હજુ વધારો કરવા તેમજ ગુજરાતી ભાષાનું વૈવિધ્ય પીરસી જ્ઞાન વધારવાની સાથે ગુજરાતીઓને મનોરંજનની થાળી પીરસવા શેમારુમી એપ્લિકેશન લોન્ચ થઈ છે. મનોરંજનનું એકમાત્ર સરનામૂ એટલે શેમારૂમી એમ સાબિત કરવા હવે દર અઠવાડિયે એક નવા મનોરંજનના ખજાના સાથે પ્રસ્તુત થવા સજ્જ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર તેમજ શેમારુમી એન્ટરટેઈનમેન્ટ લિમિટેડના સીઈઓ હિરેન ગડા દ્વારા એપને લોન્ચ કરવામાં આવી છે.

55Dd3F18 5A2C 44C7 948F 6E4872734945

વાત કરીએ ShemarooMe વિશે તો સીઈઓ હિરેન ગડાના જણાવ્યા મુજબ, તે વિડિઓ સ્ટ્રીમિંગ એપ, ઈન્ડિયાના OTT માર્કેટનો એક મહત્વનો ભાગ છે. જે ભારતની સૌથી વધારે જોવાતી અને વિક્સતી એપ માંથી એક ગુજરાતી વિડિઓ સ્ટ્રીમિંગ એપ છે. શેમારૂ એન્ટરટેઈનમેન્ટ છેલ્લા 15 વર્ષથી દરેક ગુજરાતીઓના ઘરનો એક ભાગ બની ચૂક્યું છે અને ઘણા લાંબા સમયથી તે ગુજરાતીઓને મનોરંજન પીરસી રહ્યું છે. શેમારૂમી એપ્લિકેશન લોન્ચ કરવાના હેતુને જણાવતાં હિરેન ગડાએ કહ્યું કે ગુજરાતી પરિવારના સભ્યોને એકસાથે લાવીને તમામને પસંદ પડે તેવું મનોરંજન પ્રદાન કરવાનો ઉદેશ્ય છે. શેમારૂમી દર અઠવાડિયે નાટક, વેબસિરીઝ અને ફિલ્મો સહિતના એક નવા મનોરંજનના ખજાના સાથે આવી રહ્યું છે. અને શેમારૂમી તેની પહેલી ડિજિટલ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ રજુ કરશે. જે સિનેમા થીયેટર પેહલા, શેમારૂમીની એપ પર રીલિઝ થશે. આ ફિલ્મ સ્વાગતમ્માં ગુજરાતી કલાકાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી કથા પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તથા આવનારા સમયમાં ગુજરાતી ફિલ્મ “ચાસણી” સહિતની બીજી ઘણી ફિલ્મો ટૂંક સમયમાં શેમારુમી પ્લેટફોર્મ ઉપર રજૂ થશે.

આ ઉપરાંત શેમારૂમી તેની ઓરિજિનલ ગુજરાતી વેબ સિરીઝ ‘રમત પ્રતિ રમતનો ખેલ – ષડયંત્ર’ રજુ કરશે. જેમાં અપરા મેહતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રેનૂ પરીખ, દીપક ઘીવાલા, વિશાલ શાહ, અનુરાગ પ્રપ્પન સહિતના બીજા સુપરસ્ટાર્સ જોવા મળશે. ષડયંત્ર વેબસિરિઝ પોલિટિકલ થ્રિલર દર્શકો માટે ખરેખર એક અનોખો અનુભવ બની રહેશે. રોમકોમ કોમેડી વેબ સિરીઝ ‘પૂરી પાણી’ પણ રજુ થશે જેમાં જિનલ બેલાની અને ભૌમિક સંપત મુખ્ય ભૂમિકામાં છે. “વાત વાતમાં” વેબ સિરીઝ જેમા મુખ્ય ભૂમિકામા મલ્હાર ઠાકર અને પૂજા જોશી છે તે પણ ટૂંક સમયમાં રિલીઝ થશે.

શેમારૂમી દર અઠવાડિયે એક નવું ગુજરાતી કન્ટેન્ટ પ્રદાન કરવા જઈ રહ્યું છે. જેમાં આગામી સમયમાં “વહુ વટનો કટકો”, “બૈરાંઓનો બાહુબલી”, “જૉક સમ્રાટ”, “સુંદર બે બાયડીવાળો” જેવા નવા નાટકોનો સમાવેશ થશે. આ નાટકોમાં સંજય ગોરડિયા, રાજીવ મેહતા, પ્રતિમા ટી, અનુરાગ પ્રપ્પન, દિલીપ દરબાર, અરવિંદ વેકરીયા સહિતના કલાકારો જોવા મળશે. આ સાથે 500થી વધુ મનોરંજનના ટાઈટલમા દર્શકોને ગુજરાતી રંગમંચના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયા, સરિતા જોશી, સંજય ગોરાડિયા, અપ્રા મહેતા, રૂપા દિવેટીયા, મલ્હાર ઠાકર, દિવ્યાંગ ઠક્કર, યશ સોની, દીક્ષા જોશી ઉપરાંત બીજા ઘણા બધા સિતારાઓ એક સાથે એક મંચ પર જોવા મળશે જે વિશ્વભરના ગુજરાતી પ્રેક્ષકોને માટે એક રોમાંચિતરૂપ રહેશે.

શેમારુમી માત્ર મનોરંજન નહીં પણ આ સાથે ગુજરાતી ભાષાનું વૈવિધ્ય પણ રજૂ કરશે-મલ્હાર ઠાકર

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે કહ્યું કે “મને ખુશી છે કે હું શેમારૂ ફેમિલી સાથે જોડાયો છું. શેમારૂમી ગુજરાતી સ્ટ્રીમિંગ એપએ ગુજરાતી મનોરંજનનું એક માત્ર સરનામું છે. જે દરેક ગુજરાતીને જોઈએ એ તમામ કોન્ટેન્ટની થાળી પીરસશે. આ સાથે જ શેમારુમી માત્ર મનોરંજન નહિ પણ આ સાથે ગુજરાતી ભાષાનું વૈવિધ્ય પીરસશે. જો ગુજરાતી ભાષા અને તેના વિશેનું જ્ઞાન વધારવું હોય તો શેમારુમી પર દરેક શો જરૂરથી જોવા જ જોઈએ. આ ઉપરાંત, ગુજરાતના જે દુર્લભ ગણાતા વિવિધ ઉત્સવ,મેળા છે જે ગુજરાતી સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવાનું એક અનોખું પ્લેટફોર્મ શેમારુમી બની રહેશે.

94804F04 Df95 4F62 8Bc3 44E70C4Cbbb1

મારી આવનારી ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ્’ શેમારૂમીના આટલા મોટા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર રજૂ થવા જઈ રહી છે. જે રીતે આજે દુનિયા માં લોકો ઈન્ટરનેટ અને એપ ઉપર ફિલ્મો જોવાનું પસંદ કરે છે એજ બતાવે છે કે શેમારૂમીનું યોગદાન ગુજરાતી લોકો માટે વરદાનરૂપ સાબિત થશે. હું શેમારૂની આખી ટીમને અભિનંદન આપીશ કે ગુજરાતી મનોરંજન માટે આટલું ઉમદા કામ તમે કર્યું છે તથા હંમેશા અગ્રેસર રહ્યું છે.“ શેમારૂમી મર્યાદિત સમય માટેનો એક વર્ષનો પ્લાન જે 499માં ઉપલબ્ધ હતો તે અત્યારે વેહલા તે પેહલાના ધોરણેખાસ ડિસ્કાઉન્ટ માં ઓફર કરે છે. બસ ફક્ત તમારે શેમારૂમી એપ ડાઉનલોડ કરવાની છે અને તમે એનો આનંદ લઇ શકો છો.

શેમારૂમી ગુજરાતીઓ સાથે જ છે અને ગુજરાતીઓ માટે જ બન્યું છે- CEO હિરેન ગડા

શેમારૂ એન્ટરટેઈન્મેન્ટના CEO, હિરેન ગડાએ કહ્યું કે, “એક ગુજરાતી તરીકે મેં અને મારી ટીમે ગુજરાતી મનોરંજન માટે હંમેશા અવિરતપણે કામ કર્યુ છે તથા આવનારા સમય દરમ્યાન ગુજરાતી મનોરંજનના ક્ષેત્રમાં અમે કશુંક એવું કરવા જઈ રહ્યા છીએ જેમા દર અઠવાડિયે એક નવું જ મનોરંજન મળશે. આ એક ઉત્સવ થી ઓછું નથી, શેમારૂમી ગુજરાતીઓ સાથે જ છે અને ગુજરાતીઓ માટે જ બન્યું છે. ટૂંક સમયમાં થિયેટર માં રજૂ થતા પેહલા, મલ્હાર ઠાકરની ડિજિટલ ફર્સ્ટ ફિલ્મ “સ્વાગતમ” શેમારુમી પર જોવા મળશે. આ બાદ બીજી અનેક વેબસિરિઝ અને ફિલ્મો રજૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.