Abtak Media Google News

અંજાર નજીક રોડ ક્રોસ કરતી વેળાએ કાર ચાલકે હડફેટે લેતા મહિલાને કાળ ભેટ્યો

ભચાઉ પાસે બાઇક પર જતાં માતા-પુત્ર બાઇક પર જતાં હતાં તે દરમિયાન બાઇક સ્લીપ થતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજતા પરિવારમાં માતમ છવાયો છે. તો અન્ય બનાવમાં અંજાર નજીક રોડ ક્રોસ કરતી વેળાએ કારની ઠોકરે ગંભીર રીતે ઘવાયેલા મહિલાએ સારવાર પહેલા દમ તોડયાની ઘટના પ્રકાશમાં આવી છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અંજારમાં રહેતા હુસૈન ઉમકરભાઈ બુચડ પોતાની માતા જલુબેન હુશેનને ગત તા.15નીના રોજ બાઇક પર બેસાડી લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભચાઉ વોંન્ધ પાસે બાઇક સ્લીપ થતા માતા-પુત્ર બંનેને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ સારવારમાં માતા જલુબેને દમ તોડતા પરિવારમાં માતમ છવાયો છે.

અન્ય એક બનાવમાં અંજારના મેઘપર ગામે રહેતા પાર્વતીબેન નિતેશભાઈ જાગરિયા નામના 30 વર્ષના મહિલા હ્યુન્ડાઇના શો-રૂમ પાસે બસમાં ઉરતીને રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન જીજે-12-બીએસ-0836 નંબરની કારના ચાલક ભાવેશગીરી ગોસ્વામીએ ઠોકરે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યાર બાદ કાર ચાલકે મહિલાને હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા પાર્વતીબેનનું મોત થયું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.