Abtak Media Google News

રાજકોટ શહેર અને જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે અલગ-અલગ વેપારી એસોસીએશન દ્વારા સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે ત્યારે વધતા જતા કોરોનાના કેસને ધ્યાને લઈ રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘ દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21 થી 30 એપ્રિલ સુધી રાજકોટ-લોધીકા સંઘ બંધ રહેશે. આ સંઘનું ત્રંબા ખાતે આવેલું યુનિટ પણ બંધ રહેશે. સંઘના કર્મચારીઓ અને મજુરોને કોરોના આવતા ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

તાજેતરમાં કોરોના સંક્રમણને લીધે રાજકોટ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણનો દર ઉતરોતર વધી રહેલ છે. રાજકોટ તાલુકાના કસ્તુરબાધામ (ત્રંબા) ગામમાં તેમજ આસપાસમાં પણ સંક્રમણ વધી રહેલ છે. રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ના કસ્તુરબાધામ (ત્રંબા) યુનિટ ખાતે પણ સ્ટાફ અને લેબર વિગેરેમાં પણ સંક્રમણ વધી રહેલ હોઈ તમામની સલામતી અને સાવચેતીના પગલારૂપે સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ સંઘની વ્યવસ્થાપક સમિતિના સભ્યો સાથે પરામર્શ કરીને સંઘના યુનિટ ખાતેની તમામ કામગીરી તા.21/4/2021 થી તા.30/4/2021 સુધી બંધ રાખવા નિર્ણય કરેલ છે. ઉપરોકત બાબતે લાગતા વળગતા સંબંધિત લોકોએ નોંધ લેવી. પરિસ્થિતિ અંગે પુન: તા.29/4/2021ના રોજ પરામર્શ કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.