Abtak Media Google News

ચૈત્ર શુદ નોમને બુધવાર 21મી એપ્રીલના દિવસે રામનવમી છે. આ પવિત્ર દિવસે ઉપવાસ અથવાતો એકટાણુ કરવું અને રામનામનું લેખન કરવું શુભ મનાય છે. ખાસ તો રામનવમીની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવે છે. જેમાં શોભાયાત્રા અને મહાઆરતીરી શ્રીરામ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. વર્તમાન પરિસ્થિતિનિ ધ્યાને લેતા હાલમાં રામનવમીની ઉજવણી મોકુફ રાખવામાં આવી છે. દરેક રામ ભકતો પોતાના ઘરમાં જ રહી દિપમાળા પ્રગટાવે તથા રંગોળી કરી રામનવમીની ઉજવણી કરે જેથી કોરોના રૂપી રાક્ષસથી બચી શકાય સહૃદય ભગવાન શ્રી રામને એટલી જ પ્રાર્થનાકે આ મહામારીમાંથી આપણને જલદીથી બહાર લાવે તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.

રામનવમીના પર્વે પ્રભુનું પૂજન આ રીતે કરો

બપોરે 12 વાગ્યે શ્રી રામચંદ્ર ભગવાનનું પૂજન કરવું ઉતમ છે. એક બાજોઠ કે પાટલા ઉપર સફેદ વસ્ત્ર પાછરી તેના પર મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામની છબી પધરાવવી છબીની બાજુમાં દિવો કરો ભગવાનને ચાંદલો કરી ફુલ અર્પણરવા ચોખા તથા અબીલ ગુલાલ અર્પણ કરવા નૈવેધમાં પંજરી ધરાવી ફળ ધરાવવા આ પૂજા વિધી દરમિયાન ઘરના તમામ સભ્યોએ શ્રી રામ નામના જાપ કરવા ત્યારબાદ રાજ ભગવાનની આરતી ઉતારી ક્ષમાયાચના કરવી રામભગવાનની સાથોસાથ સિતાજી તથા લક્ષ્મણજીનું પૂજન કરવું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.