Abtak Media Google News

ઓકિસજનની જરૂરીયાત 16000 લીટરથી વધી 50,000 લીટર પહોંચી: દર્દીઓની વધતી સંખ્યાથી તંત્ર ઉપર ભારણ

કોરોનાના દર્દીઓ માટે અક્સિર ગણાતા ઓક્સિજન માટે જી.જી. હોસ્પિટલનો સ્ટાફ તેમજ કલેકટર તંત્ર યુદ્ધના ધોરણે દરરોજ કામ કરી રહ્યું છે. માત્ર 12 દિવસ પહેલા જી.જી. હોસ્પિટલમાં જે ઓક્સિજનની જરૂરિયાત 16,000 લીટર પ્રતિદિન હતી તે વધીને હવે 50,000 લીટર પર પહોંચી ગઈ છે.જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાના પ્રકોપથી સૌરાષ્ટ્રભરના દર્દીઓએ જામનગર તરફ દોટ મૂકતા જી.જી. હોસ્પિટલની હાલત કફોડી બની છે. 1235ની ક્ષમતાવાળી હોસ્પિટલમાં 2000 જેટલા દર્દીઓ દાખલ થઈ ગયા છે જેમાં 40 ટકા જેટલા જામનગર સિવાયના જિલ્લાઓના છે. હજુ ગત 8-4ના રોજ જી.જી. હોસ્પિટલને ઓક્સિજનની ફક્ત 16000 લીટરની જરૂરત દૈનિક રહેતી હતી, દર્દીઓના ધસારાથી હવે આ જરૂરિયાત 50000 લીટર દૈનિક પર પહોંચી છે.

હોસ્પિટલ સ્ટાફના 20 લોકો સતત 24 કલાક ઓક્સિજન પૂરું પાડવાની કપરી કામગીરી બજાવી રહ્યા છે. ઓક્સિજનની વ્યવસ્થા કલેકટર તંત્ર દ્વારા કરવામાં આવે છે. તંત્ર હજુ પણ ઓક્સિજનની માત્રા વધારવામાં લાગ્યું છે જેના માટે હજુ થોડા દિવસનો સમય લાગશે. ઓક્સિજનની જરૂરિ યાત પુરી કરવા જી.જી.માં 10 અને ડેન્ટલ હોસ્પિટલમાં નવી 6 કિલો લીટરની ટેન્કો ઉભી થશે જી.જી. હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધતા તેમજ ઓક્સિજ નની માંગ પણ વધતા તંત્ર દ્વારા તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં નવી ટેન્ક ઉભી કરવામાં આવી રહી છે જેની ક્ષમતા 10 કિલો લીટરની છે. આ ઉપરાંત ડેન્ટલ હોસ્પિટલમાં પણ 6 કિલો લીટરની ટેન્ક બનાવવામાં આવી રહી છે. તેમજ આયુર્વેદ હોસ્પિટલ માં પણ ટેન્કનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.