Abtak Media Google News

કૃત્રિમ ‘પ્રાણવાયુ’ દર્દીઓનાં બેડ સુધી સમયસર ન પહોચતા ‘પ્રાણ’ હરવામાં વાયરસ વધુ તાકાતવાન બન્યો !! 

કોરોના વાયરસે ‘માનવજીવન’ પર મહાસંકટ ઉભુ કર્યું છે. ચોતરફ કોવિડ 19ની મહામારીએ કાળો કહેર વરસાવ્યો છે. એમાં પણ આ મહામારીના આ યુધ્ધમાં અસ્ત્ર સમાન ગણાતા રેમડેસિવિર ઈન્જેકશન અને ‘પ્રાણવાયુ’ની અછત વર્તાતા સ્થિતિ વધુ ગંભીર બની છે. પ્રાણવાયુ ઘટતા દેશમાં ‘મોતનું તાંડવ’ સર્જાયું છે. દરરોજ મૃત્પામતા દર્દીઓની સંખ્યા નવો આંકડો સર કરી રહી છે. જરૂરિયાતના સમયે ‘પ્રાણવાયુ’ ન મળતા સેંકડો દર્દીઓનાં પ્રાણ હરવા ટચૂકડો એવો વાયરસ વધુ તાકાતવાન બન્યો છે. જાણે ‘ભારત’ના જ ‘પ્રાણ’ હરાઈ રહ્યા હોય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ટોચના ગંભીર સ્થિતિ ધરાવતા દેશ અમેરિકા, બ્રિટનને પણ ભારતે પાછળ છોડી દીધા છે. 24 કલાકના સમયમાં દરરોજ 2100 કરતા વધુ લોકોના ‘પ્રાણ’ કોરોના લઈ જઈ રહ્યો છે. પરંતુ ભારતમાં શા માટે આટલી ગંભીર, ખતરનાક સ્થિતિ ઉભી થઈ છે. ?? શા માટે ‘પ્રાણવાયુ’ એ ભારતના પ્રાણ હર્યા છે?? આ પ્રશ્ર્નો પાછળ ઘણા પરિબળો જવાબદાર ગણી શકાય. ઘણા નિષ્ણાંતોનું માનવું છે કે, કૃત્રિમ પ્રાણવાયુંની કટોકટી એટલે જ સર્જાઈ છે. કે પૂરતી સુવિધ નથી. યોગ્ય આંતરમાળખાકીય સુવિધાનો અભાવ છે. જરૂરીયાતના સમયે હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરોને ‘પ્રાણવાયુ’નો જથ્થો ન મળતા દર્દીઓનાં ટપાટપ મોત થઈ રહ્યા છે.

‘પ્રાણવાયુ’ની કટોકટી: આંતર માળખાકીય સુવિધાનો અને સરકારના આગોતરા 

આયોજનના અભાવે વિકટ સ્થિતિ ઉભી થઈ-વિવેચકો

ઉલ્લેખનીય છેકે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પણ ઓકિસ્જનની ઈમરજન્સી ગણાવી દેશમાં ‘સ્વાસ્થ્ય કટોકટી’ ઉભી થયાની ચિંતા વ્યકત કરી છે અને મોદી સરકારને 24 કલાકમાં રાષ્ટ્રીય રણનીતિ ઘડી કાઢવા આદેશ જારી કર્યા હતા જોકે, આ મામલે વધુ સુનાવણી મંગળવાર સુધી સ્થગિત કરી દેવાઈ છે. પ્રાણવાયુની અછત સર્જાતા સરકાર એકશનમાં તો આવી ગઈ છે.  પરંતુ ઓકિસજનમાં આત્મનિર્ભર ભારત કયારે બનશે?? હાલ ઓકિસજનની પૂરતી માટે સેનાને પણ કામે લગાડી દેવાઈ છે. હવાઈ માર્ગે, રોડ માર્ગે તો ટ્રેન દ્વારા સપ્લાય કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જર્મનીથી 23 પ્લાન્ટ પણ નેવીના વિમાન દ્વારા મંગાવાયા છે.

હોસ્પિટલોમાં “પ્રાણવાયુ” ખૂટયો એ જ મુખ્ય સમસ્યા ??*

સમયસર હોસ્પિટલના બેડ સુધી પ્રાણવાયુ ન પહોંચતા સમસ્યા વધુ વિકટ બની છે. ઉત્પાદિત એકમો જ્યાં સ્થિત છે, ત્યાંથી હોસ્પિટલોમાં પહોંચતા સમય લઈ જાય છે. વિસ્તૃત વિતરણ નેટવર્કમાં જ સમસ્યા છે તેમ કહી વિવેચકોએ કહ્યું કે આ પ્રકારનું અણધડ આયોજન જ સ્થિતિ માટે જવાબદાર છે. રાજધાની દિલ્હીમાં ઓક્સિજન ઉત્પાદિત ફેક્ટરીઓમાં પણ હવે વધુ ક્ષમતા નથી, આપાતકાલીન જેવી પરિસ્થિતિઓ સર્જાઈ છે. દિલ્હીની જરૂરિયાત સંતોષવા પૂર્વીય ભારતમાંથી પ્રાણવાયુનો જથ્થો મંગાવો પડ્યો છે જે ખતરનાક સ્થિતિ ગણી શકાય.

“પ્રાણવાયુ”ના વિતરણમાં કેમ વિલંબ થાય છે ??

વિવેચકોના જણાવ્યા મુજબ દિલ્હીથી ઓક્સિજન મેળવવાની સુવિધા સાત રાજ્યોમાં ફેલાયેલી છે, જે આશરે 1,000 કિ.મી. (625 માઇલ) દૂર છે. લિક્વિડ ઓક્સિજન મર્યાદિત સંખ્યામાં વિશિષ્ટ ટેન્કરમાં પરિવહન કરવું આવશ્યક છે, જે સમયસર ડિલિવરી થાય છે તેની ખાતરી કરવા માટે આગોતરા આયોજનની જરૂર પડે છે. પરંતુ આ અણધડ આયોજન અને આંતર માળખાકીય સુવિધાના અભાવને કારણે હોસ્પિટલ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો પૂરવઠો મળી રહ્યો નથી. આના કારણે દર્દીઓના જીવ જઈ રહ્યા છે તેમજ ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોસ્પિટલને ન મળતા હોસ્પિટલોને તાળા મારવાની પણ નોબત આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.