Abtak Media Google News

રજીસ્ટ્રેશન કરાવેલ તમામને રસી મુકાશે: નોંધણી ન કરાવનાર તમામને રજીસ્ટ્રેશન

કરાવી લેવા મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન સહિત મહાનુભાવોનો અનુરોધ

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ 18 થી 44 સુધીના દેશવાસીઓને  કોરોનાના જંગ સામે લડત લડવા માટે 1/5/2021 થી વેક્સિન આપવાનો નિર્ણય કરેલ જેના અનુસંધાને ગુજરાત રાજ્યના સંવેદનશીલ  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ પણ આવતી કાલ તા.1લી મે(ગુજરાત રાજ્યના સ્થાપના દિન)થી રાજ્યના 10(દસ) જિલ્લાઓમાં 18 થી 44 વર્ષ સુધીના લોકોને નિ:શુલ્ક વેક્સિન આપવાનો નિર્ણય કરેલ છે. આ 10 જીલ્લાઓમાં રાજકોટ જીલ્લાનો સમાવેશ થયેલ છે.  મુખ્યમંત્રીના નિર્ણયના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.1/5/2021ના રોજથી 18 થી 44 વર્ષ સુધીના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ કરેલ છે.રાજકોટ મહાનગ રપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાના એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે જેથી શહેરના તમામ વોર્ડમાં અન્ય સ્થળોએ આવેલ જુદી જુદી સ્કુલોમાં વેક્સિનેશન માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે.18 થી 44 વર્ષના શહેરીજનો કે જેઓએ વેક્સિન લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેઓને વેક્સિન આપવામાં આવી રહી છે.

કેન્દ્ર સરકારની કોવીડ વેક્સિનેશન અંગેની વેબસાઈટ પર સંબંધિત વય જૂથની વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન થયા બાદ વેક્સિનેશન માટેની તારીખ અને વેક્સીનેશન માટેનો પોતાને અનુકુળ સમય(ટાઈમ સ્લોટ) બુક કરાવવાનો રહેશે. જે અંગેનું ક્ધફર્મેશન મળ્યા બાદ નિયત સ્થળ પર  સમયે-તારીખે વેક્સિનેશન માટે જવાનું રહેશે.કોરોના સામેની લડાઈમાં હવે આ વેક્સિન શસ્ત્ર ને આશાના કિરણ સમાન છે જેથી જે વ્યક્તિઓએ વેક્સિનેશન માટે હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવેલ નથી તે તમામ વહેલાસર રજીસ્ટ્રેશન કરાવે તેવી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય કમિટીના ચેરમેનએ અપીલ કરેલ છે.

Dsc 0048

વેક્સિન સ્થળો શ્રી ઉચ્છરંગરાય પ્રાથમિક શાળા નં.90, શ્રી ચાણક્ય પ્રાથમિક શાળા નં.56,  શ્રી ડો. જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નં.89, રૈયા ગામ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સીટી સામે, રૈયા રોડ,  શિવ શક્તિ શાળા નં.1, આકાશવાણી ચોક, . શિવ શક્તિ શાળા નં.2, આકાશવાણી સ્કુલ,  શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.88, 4- ગીરનાર સોસાયટી, 150 ફૂટ રીંગ રોડ, શ્રી મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.88-એ, કૃષ્ણનગર મેઈન રોડ, મવડી પ્લોટ, મહિલા મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાના મૌવા સર્કલ,  શ્રી રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.84, ગ્રાઉન્ડ ફ્લોર, મવડી ગામ, શ્રી રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.84, ફર્સ્ટ ફ્લોર, મવડી ગામ,શ્રી અકબરી પ્રાથમિક શાળા નં.47, મહાદેવવાડી મેઈન રોડ, લક્ષ્મીનગર, સર જમશેદજી ટાટા પ્રાથમિક શાળા નં.81, ઉદ્યોગનગર, મવડી,મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.11, વિદ્યાનગર મેઈન રોડનો ખૂણો, રાષ્ટ્રીયશાળા સામે, શ્રી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા નં.08, સદર બજાર, મોટી ટાંકી ચોક, મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાસે, શેઠ હાઈસ્કુલ, 80 ફૂટ રોડ, ભક્તિનગર સર્કલ પાસે, નવયુગ સ્કુલ, હાથીખાના ચોક, શાળા નં.55, આનંદનગર ક્વાર્ટર, ઓમ વિદ્યાલય પાછળ, શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા નં.69, ધોળકિયા સ્કુલની બાજુમાં, અંબાજી કડવા પ્લોટ,  મીરામ્બીકા સ્કુલ, અંબાજી કડવા પ્લોટ, જય વિજય સ્કુલ, ગીતા નગર, શ્રી ડો.એની બેસન્ટ શાળા નં.28, ભક્તિનગર સ્ટેશન પ્લોટ 12/6નો ખૂણો, અમીન માર્ગ સીટી સિવિક સેન્ટર, શ્રી કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.1, કિશોરસિંહજી સ્કુલ, કોઠારિયા નાકા,  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફીસ, કરણપરા ચોક, શ્રી સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.49, મેહુલનગર, નીલકંઠ પાછળ, અયોધ્યા સોસાયટી મેઈન રોડ, શ્રી વિશ્વામિત્ર પ્રાથમિક શાળા નં.52, રઘુવીર સોસાયટી, અવધ મેડીકલવાળી શેરી, કાન્તીભાઈવૈદ કોમ્યુનીટી હોલ, કોઠારિયા ફાયર સ્ટેશન પાસે,  સોમનાથ સ્કુલ, રાજ લક્ષ્મી સોસાયટી, હરીઘવા રોડ,  શ્રી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.98-1, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ,  શ્રી સંતોષીનગર પ્રાથમિક શાળા નં.98-2, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ,  વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.35 વિભાગ અ, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.35 વિભાગ ઇ, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, જ્ઞાનદીપ સ્કુલ, સુમંગલમ સોસાયટી પાસે, ક્ધયા વિદ્યાલય, કોઠારિયા સોલ્વન્ટ, મોરબી રોડ કોમ્યુનીટી હોલ પહેલો માળ, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર પાસે, રાજ સ્કુલ, મોરબી રોડ, રાજકોટ.શ્રી લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નં.46, ભગવતીપરા, ખોડિયારપરા, કેસરી પુલ પાસે, ઓમ શાંતિ સ્કુલ, ભગવતીપરા મેઈન રોડ,  સરદારપટેલ સ્કુલ, પેડક રોડ, ઈ.એસ.આઈ.એસ., દૂધ સાગર રોડ ખાતે વેકિસન લઇ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.