Abtak Media Google News

લાંબુ જીવવાની ઇચ્છા કોને ન હોય ? તે પણ વૃદ્વાવસ્થામાં પણ યુવાની જેવો તરવરાટ જળવાઇ રહે તો તેનાથી સારુ શું હોઇ શકે? આવુ કરવા માટે તમારે કંઇ એકસ્ટ્રા દવા કે ટ્રીટમેન્ટ કરાવવાની જ‚ર નથી. તમે આટલુ કરશો તો પણ તમારી યુવાની લાંબા સમય ટકી શકશે. યોગ્ય આહાર,પુરતા શારીરીક શ્રમને કારણે શરીરની સાથે સાથે દિમાગ પણ ફિટ રહે છે. પરંતુ સંશોધનમાં એવુ પ્રકાશમાં આવ્યું છે કે તંદુરસ્ત દિમાગ તમારુ આયુષ્ય વધારવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને તમારી ખોપડી અને ગરદન વચ્ચે ફેન્ગ-ફુ નામનો એક પોઇન્ટ આવેલો છે. અહીં બરફનો ટુકડો મુકવાથી ચમત્કાર થશે.

પ્રેશર પોઇન્ટ :

– ફેન્ગ-ફુ એક પ્રેશર પોઇન્ટ છે. અને તે ખોપડી નીચે અને ગરદનની ઉપર જોવા મળે છે. તમે ત્યાં રોજ બરફ મુકશો તો તે શરીરને ફરી યુવાન અને સ્ફૂર્તિભર્યુ બનાવી દેશે.

ફાયદા :

– તમારી ઉંઘની ગુણવત્તા સુધરી જશે તમારો મુડ સુધરી જશે તમારુ ભુખ કંટ્રોલમાં આવી જશે. શરદીમાં પણ રાહત મળશે. દાંત અને માથામાં દુ:ખાવો હશે તો પણ રાહત મળશે.

– ફેફ્સામાં અને હદ્યને લગતા રોગોમાં રાહત મળશે. થાઇરોડની સમસ્યામાં તથા િ૫રિયડ્સ વખતે પેટમાં થતા દુ:ખાવામાં પણ તમને આશ્ર્ચર્યજનક રીતે રાહત મળશે. ઉપરાંત માનસિક સ્વાસ્થ્યમાં દેખીતો સુધારો જોવા મળશે.

એકવાર ટ્રાય કરી જુઓ…

– બરફ સરકી ન જાય તે માટે બેન્ડેજનો ઉપયોગ કરી શકો છો. સવારે ભુખ્યા પેટે આવુ કરવાથી અને રાત્રે સુતા પહેલા આવુ કરવાથી ખૂબ સારા રિઝલ્ટ મળશે.

– નિયમિત રીતે આમ કરવાથી બીમારી ગાયબ થઇ જશે અને પહેલા કરતા વધારે ખુશી મહેસુસ કરી શકશો પહેલા તમે તમારા પેટ પર સુઇ જાઓ અને ફેન્ગ ફુ પોઇન્ટ પર બરફ મુકીને તેને ૨૦ મિનિટ રહેવા દો. આવું કરવાથી તમારા શરીરને અનેક ફાયદાઓ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.